SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [તંભ ૬ લોક, પરલોક, ઘર્મ, વીર્ય, ધીરજ અને બુદ્ધિ એ સર્વ ચોરાયા સમજવા.” સૂરિએ આ પ્રમાણે કહ્યું, એટલે રાજાએ કહ્યું, “અહો! પ્રજામાં જે જે પુરુષ અપુત્ર મરણ પામે છે તે પુરુષના ઘનની આશાથી રાજા તેના પુત્રપણાને પામે છે; અર્થાત્ તેવાનું ઘન રાજા લઈ લે છે. પણ આજથી હું તેવું ઘન અને અદત્ત ઘન લેવાનું છોડી દઉં છું, આજથી મારે ત્રીજા વ્રતનો અંગીકાર છે.” આ પ્રમાણે વ્રત ઉચ્ચરી રાજાએ તે ખાતાના નીમેલા પંચને બોલાવ્યા અને પૂછ્યું કે, “પ્રતિવર્ષ અપુત્રીઆના દ્રવ્ય સંબંધી રાજ્યને કેટલી આવક છે?” તેમણે બોંતેર લાખની આવક જણાવી, એટલે રાજાએ કહ્યું કે, “એવા અપુત્રીઆની રુદન કરતી સ્ત્રીનું ઘન શા માટે લેવું?’ એમ કહી તે સંબંઘી પટ્ટાનો ઘારાલેખ ફાડી નાખ્યો. અને પછી આખા રાજ્યમાં ચોરીનું અને મરી ગયેલાનું ઘર છોડી દેવાનો પડહ વગડાવ્યો. એક વખતે રાજાની સભામાં ચાર મહાજનના મુખ્ય પુરુષો આવ્યા. રાજાને નમી વિલખા થઈને બેઠા. એટલે રાજાએ પૂછ્યું કે–“આજે સભામાં આવવાનું શું કારણ છે? અને તમે કેમ આમ વિલખા થઈ ગયા છો? શું કોઈના તરફથી તમારો પરાભવ તો નથી થયો?” મહાજન બોલ્યા કે, “હે રાજેન્દ્ર! આપના જેવા પ્રજાવત્સલ અને દયાળુ રાજા પૃથ્વી પર રાજ્ય કરતા સતા અમને પરાભવ કે દુઃખ શેનું હોય? પણ એક હકીકત નિવેદન કરવાની છે તે માટે અમે આવેલા છીએ. તે હકીકત એ છે કે–આપણા ગુર્જરદેશનો નિવાસી કુબેરદત્ત નામે એક મુખ્ય શ્રેષ્ઠી સમુદ્ર માર્ગે વ્યાપારાર્થે ગયેલો, તે પાછો આવતાં માર્ગમાં મૃત્યુ પામી ગયો છે. તેથી તેનો પરિવાર તે શ્રેષ્ઠીને પુત્ર ન હોવાથી રુદન કરતો અમારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે જો તેના ઘરનું દ્રવ્ય રાજા સંભાળી લઈને પોતાને સ્વાધીન કરે તો પછી અમે તેની મરણોત્તર ક્રિયા કરીએ. હે રાજન! તેનું ઘન અગણિત છે.” ગુર્જરપતિ બોલ્યા કે, “મહાજનો! મેં તો અપુત્ર મરેલાનું ઘન લેવાનો ત્યાગ કર્યો છે, પરંતુ ચાલો, તેના ઘરનો સાર તો જોઈએ.” એમ કહી રાજા કુમારપાળ મહાજન વર્ગને સાથે લઈ તેના ઘરે ગયા. તે કુબેર શ્રેષ્ઠીનું ઘર કે જેના શિખર ઉપર સુવર્ણકળશની શ્રેણી હતી, શબ્દ કરતી ઘૂઘરીઓના નાદથી દિમૅડલને વાચાળ કરતી કોટી ધ્વજપણાની નિશાનીરૂપ ધ્વજાઓ ફરકતી હતી, એક તરફ હસ્તિશાળા અને અશ્વશાળા શોભી રહી હતી. આવું રાજ્યદ્વાર જેવું કુબેરદત્તનું ઘર જોઈ ગુર્જરપતિ વિસ્મય પામ્યા. પછી તેની અંદર આવેલા ઉજ્વળ સ્ફટિક મણિથી રચેલા ચૈત્યગૃહમાં ગયા. તેમાં મરકતમણિમય શ્રી નેમિનાથની મૂર્તિ બિરાજતી હતી, તેને નમસ્કાર કર્યા. તેની આગળ રત્ન તથા સુવર્ણના કલશ, થાળ, આરતી અને મંગલદીપ વગેરે પૂજાની સામગ્રી જોવામાં આવી. પછી ત્યાંથી બહાર નીકળી તેની વ્રતોની ટીપ વાંચવા લાગ્યા. તેમાં પરિગ્રહ પરિમાણવ્રત વિષે જોતાં આ પ્રમાણે લખ્યું હતું-“છ કોટી સુવર્ણ, આઠ કોટી રૌમ્ય દ્રવ્ય, મોટા મહામૂલ્યવાન દશ મણિ, વૃતના બે હજાર કુંભ, ઘાન્યના બે હજાર મોટાં માપ, પચાસ હજાર ઘોડા, એક હજાર હાથી, એંશી હજાર ગાયો, પાંચસો હળ, પાંચસો દુકાન, પાંચસો ઘર, પાંચસો વહાણ અને પાંચસો ગાડાં-આટલી સમૃદ્ધિ મારે ઘેર વડીલોપાર્જિત છે તે રહેવા દેવી અને હવે જે લક્ષ્મી હું મારે હાથે ઉપાર્જન કરીશ તે બધી હું પુણ્યધર્મમાં જ વાપરીશ.” આ પ્રમાણે સમૃદ્ધિપત્ર વાંચી રાજા હર્ષ અને વિસ્મય પામ્યો. પછી જેવો તે તેના ઘરના દ્વાર પાસે આવ્યો તેવામાં કુબેરદત્તની માતા ગુણશ્રી આ પ્રમાણે રુદન કરતી બોલતી હતી કે, “હે પુત્ર! તું સમુદ્રમાર્ગે ગયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy