SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૩૧] ત્રીજું ગુણવ્રત-અનર્થદંડ પરિહાર ૨૦૯ “એવી રીતે શ્રાવકે શુદ્ધવ્યવહારમાં લાગતા સર્વ દૂષણો તજી દેવા કે જેથી આ લોક અને પરલોકમાં નિરંતર યશસ્વીપણું પ્રાપ્ત થાય.” વ્યાખ્યાન ૧૩૧ ત્રીજું ગુણવ્રત-અનર્થદંડ પરિહાર ઉપરના પ્રબંધોમાં અતિચારો સહિત બીજું ગુણવ્રત કહ્યું. હવે અનર્થદંડપરિહાર નામે ત્રીજું ગુણવ્રત કહે છે शरीराद्यर्थदंडस्य, प्रतिपक्षतया स्थितः । __योऽनर्थदंडस्तत्त्यागः, तृतीयं तु गुणवतम् ॥१॥ ભાવાર્થ-“શરીર આદિને માટે થતું પાપ તે “અર્થદંડ, તેના પ્રતિપક્ષી એટલે વિરોઘી એવા અનર્થદંડનો ત્યાગ કરવો તે ત્રીજું ગુણવ્રત કહેવાય છે.” વિસ્તૃતાર્થ-જેનાથી પ્રાણી અનર્થ એટલે પ્રયોજન વિના પુણ્યરૂપ ઘનના અપહાર વડે દંડાય અને પાપકર્મથી લેપાય તે અનર્થદંડ કહેવાય છે. તેના મુખ્ય ચાર પ્રકાર છે તે આ પ્રમાણે– (૧) આર્તરૌદ્રરૂપ અપધ્યાન, (૨) પાપકર્મનો ઉપદેશ, (૩) હિંસામાં ઉપકારી થાય તેવી વસ્તુનું દાન અને (૪) પ્રમાદનું આચરણ. તેમાં જે અપકૃષ્ટ કહેતાં નઠારું ધ્યાન તે અપધ્યાન કહેવાય છે. ધ્યાન એટલે અંતર્મુહૂર્ત સુધી મનની સ્થિરતા અથવા એકાગ્રતા. શ્રી ઠાણાંગસૂત્રમાં કહેલું છે કે, “અંતર્મુહર્ત પર્યત ચિત્તની એકાગ્રતા તે છઘનું ધ્યાન અને યોગનિરોધ તે કેવળીનું ધ્યાન.” તે અપધ્યાન આર્ત અને રૌદ્ર એવા બે ભેદવાળું છે. તેમાં પણ આર્તધ્યાન ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે-(૧) અનિષ્ટસંયોગજ-અનિષ્ટ એવા શબ્દ, રૂપ, રસ અને ગંદાદિ પ્રાપ્ત થવાથી ત્રણ કાળમાં પણ તેવાં ન મળે તો ઠીક એવી તેના વિયોગની ચિંતા કરવી તે આર્તધ્યાનનો પહેલો ભેદ. (૨) ઇષ્ટવિયોગજઇચ્છિત શબ્દાદિક મેળવીને ત્રણે કાળ પણ તેનો વિચ્છેદ-વિયોગ ન થાય એવું ચિંતવન તે આર્તધ્યાનનો બીજો ભેદ. (૩) પીડાજનિત-રોગાદિકની વેદના પ્રાપ્ત થયે તે ક્યારે જશે એવી તેના વિયોગની ચિંતા તે આર્તધ્યાનનો ત્રીજો ભેદ અને (૪) પૂર્વસ્મરણ અથવા નિદાન–ભોગવેલા કામભોગનું સ્મરણ કરવું તે આર્તધ્યાનનો ચોથો ભેદ; અથવા આવશ્યક નિર્યુક્તિમાં આવેલા ધ્યાનશતકની વૃત્તિમાં તો કહ્યું છે કે-ઇંદ્ર તથા ચક્રવર્તી વગેરેના રૂપાદિક અને સમૃદ્ધિ સાંભળીને અથવા જોઈને તેની પ્રાર્થના કરનારું અઘમ નિદાન કે નિયાણું કરવું કે, આ તપના અથવા દાન વગેરેના પ્રભાવથી હું દેવેંદ્રાદિ થાઉં” તે આર્તધ્યાનનો ચોથો ભેદ જાણવો. અહીં કોઈ શંકા કરે કે-“એ ધ્યાન અધમ કેમ કહેવાય?” તેના ઉત્તરમાં કહેવાનું કે, “તે ધ્યાન અત્યંત અજ્ઞાનમગ્રપણાથી થાય છે તેથી તે અઘમ ધ્યાન કહેવાય છે. કેમકે જ્ઞાની સિવાય બીજાઓને જ સાંસારિક વૈભવમાં અભિલાષા થાય છે.” ધ્યાન આત્મવૃત્તિવાળું હોવાથી અલક્ષ્ય છે, પણ તે લક્ષણોથી જણાય છે. આર્તધ્યાનના આ પ્રમાણે ચાર લિંગ કે ચિહ્ન છે. (૧) આક્રંદન એટલે મોટા શબ્દથી રુદન કરવું, (૨) શોચન એટલે | ભાગ ૨-૧૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy