SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ નેત્રમાંથી આંસુ પાડવા, (૩) પરિદેવન એટલે દીનતા કરી નિસાસા નાખતા વારંવાર ક્લિષ્ટ ભાષણ કરવું અને (૪) તાડન એટલે છાતી કૂટવી—આ ચાર લિંગ ઇષ્ટવિયોગ અને અનિષ્ટ સંયોગથી થતી વેદના વડે ઉત્પન્ન થાય છે. આ ઘ્યાનથી તિર્યંચની ગતિ પ્રાપ્ત થાય છે. શ્રી આવશ્યકસૂત્રની વૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે કે, ‘‘આર્ત્તઘ્યાનથી તિર્યંચગતિ પ્રાપ્ત થાય છે, રૌદ્રધ્યાનથી નરકગતિ પ્રાપ્ત થાય છે, ધર્મઘ્યાનથી દેવગતિ પ્રાપ્ત થાય છે અને શુક્લધ્યાનથી મોક્ષગતિ પ્રાપ્ત થાય છે.’’ આર્ત્તધ્યાનથી સંયતિ નામે સાધ્વી ગૃહગોઘા (ઘરોળી) થઈ હતી. એ ધ્યાન દેશવિરતિ નામે પાંચમા ગુણઠાણા સુધી હોય છે. એ ધ્યાનથી નંદમણિકાર શ્રેષ્ઠી મંડુક એટલે દેડકાપણું પામ્યો હતો અને સુંદર શ્રેષ્ઠી ચંદનઘો થયો હતો. એવી રીતે આર્ત્તધ્યાનનું ફળ જાણવું. બીજું રૌદ્ર નામનું અપથ્યાન આર્ત્તધ્યાનથી વિશેષ ક્રૂર અધ્યવસાયવાળું છે. તે પણ ચાર પ્રકારનું છે. (૧) હિંસાનુબંધી–એકેંદ્રિયાદિ પ્રાણીઓને તાડન કરવું, વીંધવું, બંઘન કરવું, આંકવું અને તેમના પ્રાણનો વિયોગ કરાવવો. વળી ખડ્ગ, શક્તિ, ભાલા વગેરેથી તેમજ વીર, ભૂત, પિશાચ કે મૂઠ વગેરેના પ્રયોગથી અને વિષપ્રયોગથી અથવા મંત્ર, તંત્ર કે યંત્રાદિકથી મનુષ્યાદિકને મારી નાખવાનું ક્રોધથી ચિંતવન કરવું તે હિંસાનુબંધી નામે રૌદ્રધ્યાનનો પ્રથમ ભેદ છે. (૨) મૃષાનુબંધી—ચાડી કરવી, અઘટતું વચન—ચકાર મકરાદિ બોલવું, પોતાના ગુણની અધિકતા કરી બીજાના દોષ પ્રગટ કરવા, તેમજ પોતાને ઇચ્છિત એવા રાજાનો જય સાંભળી બીજા રાજાને માટે રૌદ્રબુદ્ધિથી કહેવું કે, “ઠીક થયું, આપણા રાજાના ખડ્ગમાં જ જય છે, કે જેના એક પ્રહાર વડે આટલાને મારી નાખ્યા.' ઇત્યાદિ વારંવાર બોલવું અથવા તેવું ચિંતવન કરવું તે મૃષાનુબંધી નામે રૌદ્રધ્યાનનો બીજો ભેદ છે. (૩) સ્તેયાનુબંધી તીવ્ર રોષથી દ્રવ્યના સ્વામીઓના મરણાદિ વડે પદ્રવ્યહરણ કરવાની સગવડતા થવા વગેરેનું ચિંતવન કરવું તે સ્તેયાનુબંધી નામે રૌદ્રધ્યાનનો ત્રીજો ભેદ છે. (૪) સંરક્ષણાનુબંધી—પોતાના દ્રવ્યની રક્ષા માટે સર્વત્ર શંકા પામી શત્રુ વગેરેને હણવા વગેરેના અધ્યવસાય કરવા તે સંરક્ષણાનુબંધી નામે રૌદ્રધ્યાનનો ચોથો ભેદ છે. ધ્યાનશતકમાં કહ્યું છે કે–કરવું, કરાવવું, અનુમોદવું અને તત્સંબંધી વારંવાર ચિંતવન કર્યા કરવું–એમ ચાર પ્રકારનું રૌદ્રધ્યાન છે. અવિરત સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિ શ્રાવકોએ સેવેલું– ચિંતવન કરેલું એવું તે દુર્ધ્યાન અશ્રેયકારી, પાપરૂપ અને નિંદવા યોગ્ય છે. એના ચાર લિંગ (ચિહ્ન) છે, તે આ પ્રમાણે પૂર્વે બતાવેલ હિંસા આદિ ચારેને વિષે જે એક વાર આદર કરવો તે પ્રથમ લિંગ. એ ચારેમાં વારંવાર પ્રવૃત્તિ કરવી તે બીજું લિંગ. કુશાસ્ત્ર સાંભળીને અથવા અજ્ઞાનથી હિંસાત્મક યજ્ઞ વગેરેમાં ધર્મબુદ્ધિથી પ્રવર્ત્તવું તે ત્રીજું લિંગ. મરણાંત સુધી કાળસૌકરિક કસાઈની જેમ હિંસાદિક થકી નિવૃત્ત ન થવું તે ચોથું લિંગ. અથવા વિચારામૃતસંગ્રહ નામના ગ્રંથમાં કહ્યું છે કે, ‘‘રૌદ્રધ્યાનથી મૃત્યુ પામેલો તંદુલ જાતિનો મત્સ્ય, હિંસાદિ દુષ્કર્મ કર્યા વિના પણ અસંખ્ય દુષ્કર્મ વડે પરાભવ કરનારા એવા દુરંત *નરકમાં જાય છે.’' રૌદ્રધ્યાન ઉપર કુરુડ અને ઉકુરુડ નામના બે મહાશયની કથા છે તે આ પ્રમાણે— * તંદુલમત્સ્ય સાતમી નરકે જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy