________________
૨૦૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨
[તંભ ૯ विश्वासप्रतिपन्नानां, वंचने का विदग्धता ।
अंकमारुह्य सुप्तानां, हंतुं किं नाम पौरुषम् ॥१॥ ભાવાર્થ-“વિશ્વાસ પામેલાને છેતરવામાં ચતુરાઈ શાની? અને ખોળામાં સૂતેલાને મારવામાં પરાક્રમ શાનું?”
એ શ્લોક સાંભળી કુમારે પહેલો “વિ' અક્ષર મૂકી સેમિરા, સેમિરા,” એમ બોલવા માંડ્યું. ગુરુએ પછી પડદામાંથી બીજો શ્લોક કહ્યો
सेतुं गत्वा समुद्रस्य, गंगासागरसंगमे ।
બ્રાહ્નો મુખ્યત્વે પાપ-ર્મિત્રદ્રોહી ન મુવ્યો રા. ભાવાર્થ-“સમુદ્રના સેતુ (સેતુબંઘ રામેશ્વર) ઉપર અને ગંગાસાગરના સંગમ તીર્થ ઉપર જવાથી બ્રહ્મહત્યા કરનાર પાપમુક્ત થાય, પણ મિત્રદ્રોહી ક્યાંય પાપમુક્ત ન થાય.”
આ શ્લોક સાંભળી કુમારે બીજો અક્ષર “સે મૂકી “મિરા, મિરા' એટલું બોલવા માંડ્યું. પછી પડદામાંથી પાછો નીચેનો શ્લોક કહેવામાં આવ્યો
मित्रद्रोही कृतघ्नश्च, स्तेयी विश्वासघातकः ।
चत्वारो नरकं यांति, यावच्चंद्रदिवाकरौ ॥३॥ ભાવાર્થ-“મિત્રદ્રોહી, કૃતઘી, ચોરી કરનાર અને વિશ્વાસઘાતી એ ચાર જણ જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી નરકમાં રહે છે.”
આ શ્લોક સાંભળી કુમાર ત્રીજો અક્ષર “મિ મૂકી માત્ર “રા, રા' એટલું કહેવા લાગ્યો. પછી પડદામાંથી પાછો એક શ્લોક કહેવામાં આવ્યો
राजन् ! त्वं राजपुत्रस्य, यदि कल्याणमिच्छसि ।
देहि दानं सुपात्रेषु, गृही दानेन शुद्ध्यति ॥४॥ ભાવાર્થ-“હે રાજ! જો તું તારા પુત્રનું કલ્યાણ ઇચ્છતા હો તો સુપાત્રમાં દાન આપ; કારણ કે ગૃહસ્થ દાન આપ્યાથી શુદ્ધ થાય છે.”
આ શ્લોક સાંભળી રાજકુમાર તદ્દન સ્વસ્થ થઈ ગયો; અને વનમાં બનેલો સર્વ વૃત્તાંત તેણે કહી બતાવ્યો. તે સાંભળી પડદા તરફ જોઈને રાજા બોલ્યો કે, “હે પુત્રી! તું ગામમાં રહે છે છતાં આ વાનર, વાઘ અને મનુષ્યનું વન સંબંઘી વૃત્તાંત તે કેવી રીતે જાણ્યું?” તે સાંભળી પડદામાં ગુપ્ત રહેલા શારદાનંદને નીચેનો શ્લોક કહ્યો
દેવગુરુકસાન, નિહારે સરસ્વતી !
तेनाहं नृप ! जानामि, भानुमत्यास्तिलं यथा ॥१॥ ભાવાર્થ-“દેવગુરુના પ્રસાદથી મારી જિલ્લાના અગ્ર ભાગ ઉપર સરસ્વતી વસે છે; તેથી હે રાજ! ભાનુમતી રાણીના તિલની જેમ હું બધું જાણી શકું છું.”
આ શ્લોકથી રાજાનો પૂર્વ સંદેહ દૂર થયો, એટલે રાજા અને ગુરુ પરસ્પર હર્ષથી મળ્યા.
આ વૃત્તાંત સાંભળીને શ્રાવકોએ સ્વામી, વિશ્વાસી, દેવ, ગુરુ, મિત્ર, વૃદ્ધ અને બાળકને દ્રોહ તથા થાપણ ઓળવવી ઇત્યાદિ મહાપાપ સર્વથા વિશેષપણે વર્જવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org