SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ ભાવાર્થ-“જેના નામ જાણવામાં ન હોય તેવાં અજાણ્યાં ફળ, પુષ્ય અને પત્રોને આત્મસુખને માટે ગુરુની સાક્ષીએ વંકચૂલની જેમ ત્યજી દેવાં.” તે વંકચૂલનો પ્રબંઘ આ પ્રમાણે વંકચૂલની કથા ઢીંપુરી નામે નગરીમાં વિમલયશ નામે રાજા હતો. તેને પુષ્પચૂલ અને પુષ્પચૂલા નામે પુત્ર પુત્રી હતા. તેમાં પુષ્પચૂલ પ્રકૃતિથી બળવાન અને ઉદ્ધત હતો, તેથી લોકમાં વંકચૂલ એવા નામથી પ્રખ્યાત થયો હતો. તેની રંજાડથી કંટાળીને પ્રજાએ રાજાને ફરિયાદ કરી. રાજાએ ક્રોઘ પામી તેને નગરીની બહાર કાઢી મૂક્યો. તેના અનુરાગથી તેની સ્ત્રી અને તેની બહેન પુષ્પચૂલા પણ તેની પાછળ ગયાં. અરણ્યમાં જતાં ભીલ લોકોએ તેને પોતાનો રાજા કર્યો. એક વખતે તે સિંહગુહા નામની પાળમાં (પલ્લીમાં) કોઈ આચાર્ય પધાર્યા. તેમણે વર્ષાકાળના ચાર માસ રહેવા માટે વંકચૂલની પાસે સ્થાનની યાચના કરી. વંકચૂલે કહ્યું કે, “જો અહીં રહેવું હોય તો મારી સીમમાં ઘર્મોપદેશ કરવો નહીં, મૌન રહેવું.' સૂરિએ કહ્યું કે, “તે અમારે માન્ય છે, પણ જ્યાં સુધી અમે રહીએ ત્યાં સુધી તમારે જીવહિંસા કરવી નહીં.” વંકચૂલે તે સ્વીકાર્યું. ચાર માસ પછી વિહાર કરવાનો સમય આવ્યો એટલે આચાર્યો વંકચૂલને જણાવ્યું. કહ્યું છે કે “સાધુ, પક્ષી, ભ્રમરનાં ટોળાં, ગોકુળ અને મેઘ એક ઠામે રહેતાં નથી.” સૂરિની સાથે કેટલેક સુધી વંકચૂલ વળાવવા ગયો. જ્યારે પોતાની સીમા પૂરી થવાથી તે ઊભો રહ્યો ત્યારે સૂરિ ઉપદેશ આપતાં બોલ્યા કે, “હે ભદ્ર! સમસ્ત વિશ્વ નિયમને આધીન છે. નિયમહીન જીવન અભિશાપ છે. માટે તું કંઈક નિયમ લે જેથી અમારો તને થયેલો સમાગમ સફળ થાય.” વંકચૂલે કહ્યું કે–અમારી પાપમય જ જીવિકા છે, અમ હતભાગીના ભાગ્યમાં નિયમ કેવી રીતે આવી શકે?” ત્યારે સૂરિ બોલ્યા કે “હે ભદ્ર! તું સહેલાઈથી પાળી શકે તેવા જ નિયમ બતાવું છું. તું આ નિયમ લે–૧ અજાણ્યા ફળ ખાવા નહીં. ૨ સાત આઠ પગલાં પાછા હઠીને કોઈની ઉપર ઘા કરવો, ૩ રાજાની સ્ત્રીને સેવવી નહીં અને ૪ કાગડાનું માંસ ખાવું નહીં.” આ નિયમ સુગમ લાગવાથી વંકચૂલે ગ્રહણ કર્યા. પછી તે ગુરુને નમીને પોતાને ઘેર ગયો. એક સમયે વંકચૂલ બીજા ચોરોની સાથે કોઈ સાર્થને લૂંટીને અરણ્યમાં પેઠો. તે વખતે સર્વને બહુ સુઘા લાગી. બીજા ચોર લોકોએ સુઘાર્ત થઈ કિંપાકના ફળ ખાઘા પરંતુ વંકચૂલે અજ્ઞાત ફળનો અભિગ્રહ હોવાથી તે ફળનું નામ ન જાણવાના કારણથી ખાઘા નહીં. બીજા ચોર મૃત્યુ પામી ગયા; કારણ કે કિંપાકના ફળ વિષમય હોય છે. તે જોઈ વંકચૂલે વિચાર્યું કે “અહો!નિયમનું ફલ કેવું ઉત્તમ?” પછી તે ત્યાંથી રાત્રે પોતાને ઘેર આવ્યો, ત્યાં પોતાની પત્ની સાથે તેણે એક પુરુષને સૂતેલો જોયો; એટલે કોપથી હાથમાં ઉઘાડી તલવાર લઈ તેને મારવા તૈયાર થયો. ત્યાં ગુરુએ આપેલો નિયમ યાદ આવવાથી સાત આઠ પગલાં પાછો હઠ્યો; તેથી હાથમાં ઉગામેલું ખગ દ્વાર સાથે અથડાયું, તેના અવાજથી તેની બહેન જાગી ઊઠી અને બોલી કે “તું કોણ છે?” સ્વર ઉપરથી બહેનને ઓળખીને તેણે પૂછ્યું કે, “આવો પુરુષ વેષ કેમ લીઘો છે?” તેણે કહ્યું કે, “પુરુષનો (તારા) વેષ લઈને નટનું નૃત્ય જોવા સભામાં ગઈ હતી. ત્યાંથી પાછી ફરતાં થાકી જવાથી વેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy