SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૨૦] અજાણ્ય ફળ વર્ચ ૧૭૩ પોતાને પુત્રનો જન્મ થતાં સુધી રોક્યો. એક દિવસ ગુણસુંદર હાટે બેઠો હતો, તેવામાં કોઈ સ્ત્રીએ આવીને તેને કહ્યું કે, “તને તારો ભાણેજ તેડાવે છે. તે વિસ્મય પામીને ઘેર ગયો. ત્યાં તરતના જન્મેલા બાળકને દીઠો. તેણે કહ્યું કે, તું થાવર ચંડાળને ઘેર જા, ત્યાં તરતના જન્મેલા બાળકને થાવરની સ્ત્રી મારી નાખે છે તેને બચાવ.” ગુણસુંદરે ત્યાં જઈ ચંડાળીને કહ્યું કે, “અરે! શા માટે હિંસા કરે છે?” ચંડાળી બોલી–શું કરું? આ પુત્ર જ્યારે ઉદરમાં આવ્યો ત્યારે તમારા મિત્ર મૃત્યુ પામ્યા અને ઘરમાં અત્યંત દારિય આવ્યું.” પછી ગુણસુંદરે તેને ઘણું દ્રવ્ય આપીને તે પુત્રને મૃત્યુથી બચાવ્યો. પછી તે ઘેર આવ્યો, એટલે તેનો ભાણેજ બોલ્યો કે-“મામા! તમારો સંદેહ ભગ્ન થયો?” મામાએ કહ્યું, “ભગ્ન થયો નથી.” ત્યારે તે બોલ્યો-“હું થાવરચંડાળનો જીવ છું. તે તમારા જેવા સાઘર્મીની ભક્તિ કરવાથી અને અભક્ષ્યનો નિયમ પાળવાથી ચાર કોટી દ્રવ્યનો સ્વામી થયો છું. તેમાં પણ મેં કિંચિત્ વિરાધના કરી હતી, તેથી તે ભવમાં હું ફૂલરોગના મહાવ્યાધિથી મૃત્યુ પામ્યો હતો. અને જે તમારા બનેવી શ્રેષ્ઠી હતા તે લોભથી તેમજ વાસી અન્નનું ભક્ષણ કરવાથી મૃત્યુ પામીને થાવરચંડાળને ઘેર પુત્રપણે અવતર્યા છે, માટે હવે તમે પણ આજથી અભક્ષ્ય ન ખાવાનો નિયમ અંગીકાર કરો.” આ પ્રમાણેની હકીકત જાણવાથી નિઃસંદેહ થયેલો ગુણસુંદર તરત જ તે નિયમ લઈ પોતાને નગરે આવ્યો અને સર્વ વૃત્તાંત પોતાની માતાને જણાવ્યો. તે સાંભળી તેની માતા હર્ષ પામી. કહ્યું છે કે अधमा सान्वया सूना, मध्यमा द्रविणार्जनैः । उत्तमा हृष्यति माता, तैस्तैः सुकृतकर्मभिः॥१॥ ભાવાર્થ-“અથમ માતા પુત્રનો વંશ વઘવાથી જ રાજી થાય છે, મધ્યમ માતા પુત્ર દ્રવ્ય કમાય તેથી હર્ષ પામે છે અને ઉત્તમ માતા પુત્ર અનેક પ્રકારના સુકૃત્યો કરે તેથી હર્ષ પામે છે.” ગુણસુંદરે એક વખતે ગુરુમહારાજને પૂછ્યું કે– સ્વામી! આપની આજ્ઞા પ્રમાણે કરવાથી મારો સંદેહ તો દૂર થયો પણ મારા બાળક ભાણેજને વાચા શી રીતે થઈ?” ગુરુ બોલ્યા કે, “તે ચંડાળે અંત સમયે પોતાના મિત્ર કોઈ વ્યંતરદેવને પૂછ્યું હતું કે, “મિત્ર! ગુણસુંદરનો સંશય મારાથી ભગ્ન થયો નહીં, તેનું મારે શું કરવું?” દેવે કહ્યું કે, “તું પેલા કૃપણ શ્રેષ્ઠીને ઘરે જ્યારે જન્મીશ ત્યારે હું તારા મુખમાં પ્રવેશ કરીને તેનો સંશય દૂર કરીશ.” એથી તેને બાળપણે પણ વાણી થઈ હતી.” આ પ્રમાણે સાંભળી ગુણસુંદર શ્રાવકઘર્મ પાળી, પ્રાંતે મુનિઘર્મને પણ સ્વીકારી સ્વર્ગને પ્રાપ્ત થયો. ઉપર કહેલા ચરિત્રના તત્ત્વને વિચારી જેમાં સર્વ ઇંદ્રિયોની પટુતા પ્રાપ્ત થાય છે તેવું સન્મનુષ્યપણું મેળવી ભવિ પ્રાણીઓ વાસી અને કોહેલા અન્નનો ત્યાગ કરવારૂપ વ્રતને ગ્રહણ કરો. વ્યાખ્યાન ૧૨૦ અજાણ્ય ફળ વર્ચ હવે અજાણ્યા ફળ સંબંધી ગુણ દોષ કહે છે– फलान्यज्ञातनामानि, पत्रपुष्पाण्यनेकधा । गुरुसाक्ष्यात्मसौख्यार्थं, त्याज्यानि वंकचूलवत् ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy