SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૨૬]. શુદ્ધ વ્યાપાર ૧૯૫ ઉપાર્જન કર્યું. તે દ્રવ્ય વડે શત્રુંજય ઉપર લેપ્યમય બિંબ હતા તે ઉત્થાપી તેને સ્થાને મણિમય બિંબની પ્રતિષ્ઠા કરી. આ કથા સાંભળીને ઘર્માર્થી પુરુષે તે ભવમાં જ ઋણનો સંબંઘ મુક્ત કરવો. પોતાનો દેવાદાર માણસ જો કરજ આપવાને અસમર્થ હોય તો “જો શક્તિ થાય તો આપજે, નહીં તો મારે ઘર્મસ્થાને હજો.” એમ તેની આગળ કહી દેવું, પણ ઋણનો સંબંઘ ચિરકાળ રાખવો નહીં. આ પ્રમાણે બન્ને જણે પરસ્પર વિવેક કરવો. આ પ્રમાણે પ્રસંગોપાત્ત કહેલી વાર્તાથી જાણવું કે, ત્રણનો ભાર માથા પર રાખવો નહીં. (૪) દિવસને સફળ કરવો' એ શિક્ષાનો ભાવાર્થ એવો છે કે, ગૃહસ્થ દરરોજ કાંઈ પણ દ્રવ્ય પેદા કરવું; કેમકે ગૃહસ્થનો દિવસ તેથી સફળ થાય છે. કહ્યું છે કે, “વણિક, વેશ્યા, કવિ, ભાટ, ચોર, જુગારી અને બ્રાહ્મણ જે દિવસે નવા દ્રવ્યનો લાભ થાય નહીં, તે દિવસને નિષ્ફળ માને છે.” ગીત, નૃત્ય, નિંદા અને વિકથા વગેરે કરવા વડે દિવસ ગાળવાથી દિવસ સફળ થતો નથી. (૫) “સ્ત્રીને સ્તંભ સાથે બાંધીને મારવી” એ શિક્ષાનો ભાવાર્થ એવો છે કે, સ્ત્રીને છોકરાંવાળી થયા પછી જ શિક્ષા કરવી ઘટે તો કરવી કે જેથી તે પુત્રાદિકના સ્નેહરૂપ સ્તંભ સાથે બંઘાયેલી હોવાથી તાડન કરવાથી પણ કાંઈ વિપરીત કરી શકતી નથી. (૬) “મિષ્ટાન્ન ભોજન કરવું એ શિક્ષાનો ભાવાર્થ એવો છે કે, જ્યારે સારી પેઠે મુઘા લાગે ત્યારે ખાવું. તે વખતે જે કાંઈ ભોજન કરીએ તે સર્વ મિષ્ટ લાગે છે, કાંઈ પવાન્ન જ મિષ્ટ કહેવાતા નથી. ગઈ કાલે તે જે ભોજન કર્યું તે હલકું ભોજન હતું, તોપણ તને કેવું મિષ્ટ લાગ્યું હતું? તેમ હમેશાં જ્યારે મુઘા લાગે ત્યારે જ ભોજન લેવું. શ્રાવકના પાંત્રીશ ગુણોના વિવરણમાં કહ્યું છે– अजीर्णे भोजनत्यागी, काले भोक्ता च सात्म्यतः। ભાવાર્થ-“અજીર્ણ હોય–પાચન ન થયું હોય ત્યાં સુધી ભોજનનો ત્યાગ કરવો અને વખતસર પોતાના શરીરને અનુકૂળ ભોજન કરવું.' પૂર્વે કરેલું ભોજન અપક્વ છતાં નવું ભોજન કરવાથી ઘણા રોગ થાય છે. વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે, “મળમાં અને (અપાન) વાયુમાં દુર્ગઘ છૂટે, વિષ્ટા અપચ્યા જેવી આવે (એટલે મળ કાચો આવે), શરીર ભારે લાગે, અન્ન ઉપર અરુચિ થાય અને અશુદ્ધ ઓડકાર આવે–એ છ અજીર્ણનાં સ્પષ્ટ ચિહ્નો છે. તેથી અજીર્ણ હોય ત્યાં સુધી ભોજન છોડી દેવું અને ભૂખ લાગે ત્યારે વખતસર ખાવાની લોલુપતા છોડીને ભોજન કરવું. કહ્યું છે કે, વોઇનામિતિoid, સર્વ તકશન સમું | क्षणमात्रसुखस्यार्थे, लौल्यं कुर्वीत नो बुधाः॥४॥ ભાવાર્થ-“ગળાથી નીચે ઊતર્યા પછી બધું ભોજન સરખું છે, માટે માત્ર ક્ષણિક સુખને માટે પ્રાજ્ઞપુરુષોએ લોલુપતા કરવી નહીં.” जिह्वे ! प्रमाणं जानिही, भोजने वचने तथा । अतिभुक्तमतीवोक्तं, प्राणिनां मरणप्रदं ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy