SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ ભાવાર્થ—‘હે જિલ્લા! તું ભોજન અને વચનમાં પ્રમાણ રાખજે. કારણ કે, અતિ કરેલું ભોજન અને અતિ બોલેલું વચન પ્રાણીઓને મૃત્યુદાયક થઈ પડે છે.’ ક્ષુધા લાગી હોય તે વખતે ખાધેલું વિષ પણ અમૃત જેવું થાય છે. એવી એક વાર્તા છે કે, કોઈ રાજા વખતસર ભોજન કરતો હતો. તેથી માંદો પડતો નહીં. રાજવૈદ્યને મનમાં થયા કરે કે રાજા માંદો પડે તો મારી અદ્ભુત વિદ્યા બતાવું. એટલે તેને રોગી કરવા માટે વૈદ્યે રસોઈઆને શીખવ્યું કે, ‘તારે કાંઈ મિષ કરીને રસોઈ કરવાના વખતમાં વિલંબ કરી રાજાનો ભોજન વખત ઉલ્લંઘન કરાવવો.' રસોઈઆએ તેમ કર્યું. રાજાએ રસોઈમાં વિલંબ થશે એમ જાણી ભીની કણિકમાં ઘી, ગોળ મિશ્ર કરી ખાઈ લીધું અને આ રીતે ભોજનનો વખત સાચવી લીધો; તેથી તે કાચું ખાધેલું પણ રાજાને પચી ગયું, અજીર્ણ ન થયું, તેથી પેલો વૈદ્ય વિલખો થયો. આ પ્રમાણે પ્રસંગોપાત્ત જણાવેલી હકીકતથી જાણવું કે જ્યારે ક્ષુધા લાગે છે ત્યારે ગમે તેવું ભોજન પણ મિષ્ટ લાગે છે. ૧૯૬ (૭) ‘સુખે શયન કરવું’ એ શિક્ષાનો ભાવાર્થ એવો છે કે, જ્યારે બરાબર નિદ્રા આવવા લાગે ત્યારે જ સૂવું; અન્યથા સૂવું નહીં. કાલે મેં જે માંકણવાળો માંચો આપ્યો હતો તેમાં તને કેવી સુખે નિદ્રા આવી હતી? તેવી રીતે મહેનત કરીને જ્યારે નિદ્રા આવે ત્યારે સૂવાની ટેવ પાડવી. (૮) ‘ગામેગામ ઘર કરવું' એ શિક્ષાનો ભાવાર્થ એવો છે કે, પ્રત્યેક ગ્રામે મૈત્રી કરવી કે જેથી જ્યાં જઈએ ત્યાં પોતાના ઘરની જેમ સર્વ ભોજનાદિ સાધ્ય થાય. (૯) ‘દુ૨વસ્થા આવે ત્યારે ગંગા અને યમુનાની વચ્ચે ખોદવું' તે શિક્ષાનો ભાવાર્થ એવો છે કે ગંગા અને યમુના નદી નહીં પણ તારે ઘેર ગંગા અને યમુના નામની બે ગાયોની કોંઢ છે, તેની વચ્ચે ખોદવું. ત્યાં તારા પિતાએ દ્રવ્ય દાટેલું છે. (૧૦) ‘પ્રત્યેક ક્ષેત્રે ઘન વાવવું' તેનો અર્થ એવો છે કે ક્ષેત્ર એટલે ધર્મસ્થાન, તેમાં ધન વાવવું કે જેથી મહત્ફળ પ્રાપ્ત થાય. લોકમાં પણ ‘એકગણું દાન અને સહસ્રગણું પુણ્ય’ એવી કહેવત છે. ખાતરના ઢગલાવાળા ક્ષેત્રમાં ધન નાખવું, એમ એનો અર્થ ન સમજવો. વળી સાધર્મારૂપ ક્ષેત્રમાં ઘન વાવવું, એટલે તેમની સાથે વ્યવહાર કરવો એ યોગ્ય છે. કારણ કે કદી તેની પાસે દ્રવ્ય રહી જાય તોપણ તેનો ઉપયોગ ધર્મકાર્યમાં જ થાય; પણ નીચ માણસરૂપ ક્ષેત્રમાં ધન નાખી દેવું નહીં. તું તો વાડ કરવા હાથીદાંત લઈ આવ્યો તે લોકો લઈ ગયા. લોકોને ઉછીનું આપી લેવા ન ગયો અને તેઓ આપવા ન આવ્યા. માથે બોજો ન ઉપાડ્યો એટલે મોં માગ્યા દામ મજૂરોને આપ્યા. પત્નીને બાંધી મારી તેથી તે પિયર જતી રહી. ગળ્યું ખાઈને પાચનતંત્ર બગાડ્યું. એશઆરામથી સૂઈ રહ્યો તેથી કામ રખડ્યું. દરેક ગામડાંમા ઘર બાંધવા રહ્યો ને બધા ઘર અધૂરા રહ્યાં. ગંગા-જમુનાની વચ્ચે જમીન ખોદી ને ખોટો ખર્ચ થયો. ખેતરોમાં જઈ રૂપિયા વાવી આવ્યો તે વ્યર્થ ગયા. તારા પિતાએ આપેલી શિખામણનો મર્મ મેં તને સમજાવ્યો છે. તે પ્રમાણે કરજે તો સુખી થઈશ.’’ એવી રીતે મુગ્ધ પુત્ર પિતાએ આપેલો શિક્ષાનો ગૂઢાર્થ જાણ્યા વગર દુઃખી થયો અને પાછળથી તેનો ભાવાર્થ સમજી શુદ્ધ વ્યવહાર કરવાથી સુખી થયો, તેમ બીજાઓએ પણ તે દૃષ્ટાંતનો સાર સમજી શુદ્ધ વ્યવહાર કરવો.’’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy