SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૭ તેથી તે પુત્ર દુઃખ પામીને વિચારવા લાગ્યો કે, “મારે અહીં રહેવું શા કામનું છે? માટે હું તો દેશાંતરે જાઉં. કહ્યું છે કે-જે પુરુષ ઘરમાંથી નીકળીને પૃથ્વી પર રહેલા અનેક સુંદર દ્રશ્યો અને આશ્ચર્યો ન જુએ તે પુરુષ કૂવાના દેડકા જેવો છે. વળી જે પુરુષ મુસાફરી કરી પૃથ્વી પર ભમે તે વિચિત્ર ભાષાઓ જાણે, અનેક પ્રકારની દેશ-વિદેશની રીતિઓ સમજે, જુએ અને ઘણાં આશ્ચયનું અવલોકન કરે.” આવું ચિંતવી તે રાજપુત્ર એકલો હાથમાં ખગ લઈ નગરની બહાર નીકળી ગયો. પૃથ્વી પર સ્વેચ્છાએ ભમતાં તે કોઈ અરણ્યમાં આવી ચડ્યો. મધ્યાહ્ન સમય થવાથી સુઘા અને તૃષા વડે તે પીડિત થયો. તેવામાં સર્વ અંગે દિવ્ય આકૃતિવાળા પુરુષે પ્રગટ થઈને તેને સ્નેહપૂર્વક બોલાવી એક સર્વ ઉપદ્રવને વારનારું અને બીજું સર્વ ઇષ્ટનું સાઘનારું–એવા બે રત્નો આપ્યા. કુમારે પૂછ્યું કે, “તમે કોણ છો?” તેણે કહ્યું, “પોતાના નગરમાં ગયા પછી કોઈ મુનિના મુખેથી તું મારું ચરિત્ર જાણીશ.” પછી કુમાર તે રત્નોના પ્રભાવથી સર્વત્ર વિલાસ કરતો કુસુમપુરમાં આવ્યો. તે નગરના રાજા દેવશર્માને તીવ્ર નેત્રપીડા ઉત્પન્ન થઈ હતી; તેથી તે મટાડનાર કોઈ પુરુષની શોઘને માટે પડત વાગતો હતો. કુમારે તે પડહ છબીને રત્નના પ્રભાવથી તેના નેત્રની પીડા હરી લીધી. રાજાએ સંતુષ્ટ થઈને તેને રાજ્ય આપ્યું, પુણ્યશ્રી નામની પોતાની પુત્રી પરણાવી, અને પોતે દીક્ષા લઈને ચાલી નીકળ્યો. અનુક્રમે તેના પિતાએ પણ પોતાનું રાજ્ય તેને સોંપીને દીક્ષા લીધી. આ પ્રમાણે વિજયશ્રીકુમાર બન્ને રાજ્યને ભોગવવા લાગ્યો. એકદા દેવશર્મા રાજર્ષિ ત્રણ જ્ઞાની થયા સતા ત્યાં પઘાર્યા. તેમણે કુમારને તેના પૂર્વભવની વાર્તા કહી કે, “ક્ષમાપુરી નામે નગરીમાં સુવ્રત નામે એક શ્રેષ્ઠી હતો. તેણે ગુરુ પાસે યથાશક્તિ ચાતુર્માસ સંબંધી નિયમો ગ્રહણ કર્યા હતા. તેનો એક સેવક હતો. તેણે પણ પ્રતિવર્ષે વર્ષાચાતુર્માસમાં રાત્રિભોજન, મદ્ય, મધુ અને માંસના ભોજનનો ત્યાગ કર્યો હતો. તે સેવક મૃત્યુ પામીને તું થયું છે, અને જે સુવ્રત શ્રેષ્ઠી હતો તે મહર્બિક દેવ થયો છે. તેણે પૂર્વ ભવના તારા ઉપરના સ્નેહથી તને બે રત્નો આપ્યાં છે.” આ પ્રમાણે સાંભળી વિજયશ્રીકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી તે વિવિઘ પ્રકારના નિયમોને પાળીને સ્વર્ગે ગયો. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિને પામશે. આ દ્રષ્ટાંતથી ચાતુર્માસ સંબંધી નિયમોનો મહિમા જાણી લેવો. વળી બીજા ચાતુર્માસમાં પણ યથાયોગ્ય નિયમો ઘારણ કરવા. જેમકે ફાલ્ગન માસની પૂર્ણિમાથી આરંભી કાર્તિક સુદી પૂર્ણિમા સુધી પ્રાયઃ પત્રવાળું “શાક ભક્ષણ કરવું નહીં, તેમજ તલ વગેરે પદાર્થો ન રાખવા. કારણ કે તેથી ઘણા ત્રસ જીવોનો વિનાશ થવા સંભવ છે. વળી સામાન્ય કહેલું છે કે, “અજાણ્યું ફળ, નહીં શોધેલું શાક, પત્ર, સોપારી વગેરે આખાં ફળ, ગાંધીના હાટનાં ચૂર્ણ, મલિન ઘી અને પરીક્ષા વગરના માણસે લાવેલા બીજા પદાર્થો ખાવાથી માંસભક્ષણ તુલ્ય દોષ પ્રાપ્ત થાય છે.” જો કે એ ત્રણે ચાતુર્માસમાં યથાયોગ્ય વિધિએ નિયમો તો પાળવા જ, તેમાં પણ પ્રથમ તિથિઓ તો અવશ્ય પાળવી. તે તિથિઓના ત્રણ પ્રકાર છે. બે ચૌદશ, બે અષ્ટમી, અમાસ અને પૂર્ણિમા–એ છ ચારિત્રતિથિ કહેવાય છે. બે બીજ, બે પંચમી અને બે એકાદશી–એ છ જ્ઞાનતિથિ * તાંદળજો, મેથી, કોથમરી વગેરે ભાજીઓ અને અજમા, અળવી વગેરે પાનો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy