SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૦૪] ચાતુર્માસના વ્રતોનું વર્ણન ૧૨૯ થાપવાનો સર્વથા નિષેઘ કરવો. કારણ કે છાણમાં બે ઘડી પછી અનેક જીવો ઉત્પન્ન થાય છે, તેમાં પણ વર્ષાઋતુમાં તો વિશેષ થાય છે. વળી ઘરની ભીંતો, સ્તંભ, પલંગ, કમાડ, પાટ, પાટલા, સીંકા, ઘી-તેલ તથા જળ વગેરેના પાત્રો, ઘણા અને ઘાન્ય પ્રમુખ સર્વ વસ્તુઓને લીલફુલથી રહિત રહેવાને માટે યથાયોગ્ય ખુલ્લી ગરમીમાં રાખવી, રક્ષા ચોપડવી, ચૂનો ચોપડાવવો, મેલ કઢાવવો, હવાના ભેજ વિનાની જગ્યામાં મૂકવી, પાણીને બે-ત્રણ વાર ગાળવું. તેલ, ગોળ, છાશ અને જળ વગેરેના પાત્રોને સારી રીતે ઢાંકવા. ઓસામણ અને સ્નાનનું જળ લીલફુલરહિત અને જે દર વગેરેથી પોલી ન હોય તેવી ભૂમિમાં છૂટું છૂટું થોડું થોડું ઢોળવું. ચૂલો અને દીવા ઉઘાડા ન રાખવા. ખાંડવું, દળવું, રાંધવું, તેમજ વસ્ત્ર અને ભાજનો ઘોવા-વગેરેમાં સારી જતના કરવી. અને જિનપ્રાસાદ તથા ઉપાશ્રય વગર ઘર્માલયો પણ સારી રીતે જોઈ, સમરાવીને યથાયોગ્ય જતના કરવી. અન્યમતિઓના શાસ્ત્રોમાં પણ આ બાબત કેટલાક નિયમો કહેલા છે. વિશિષ્ટ પૂછે છે કે, હે બ્રહ્મા! ચોમાસામાં શ્રી વિષ્ણુ ભગવાન સમુદ્રમાં જઈને શા માટે સૂએ છે? તે સમયે કયા કયા કાર્યોને ત્યાગ કરવો? અને તે પ્રમાણે ત્યાગ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય? તે કહો.” બ્રહ્મા કહે છે કે“દેવાધિપતિ વિષ્ણુભગવાન સૂતા નથી, તેમ જાગતા પણ નથી, પણ વર્ષાઋતુમાં તેવો ઉપચાર કરેલો છે. તેથી જ્યારે શ્રી વિષ્ણુ ચોમાસામાં યોગધ્યાનમાં લીન થાય છે, તે સમયે જે જે વર્જવા યોગ્ય છે તે સાંભળો–વર્ષાઋતુમાં પ્રવાસ કરવો નહીં, મૃત્તિકા ખોદવી નહીં, વૃત્તાંક (રીંગણા), અડદ, ચોળા, કળથી, તુવેર અને કાલીંગડા વગેરે વસ્તુઓ તથા મૂળા, તાંજલજા વગેરે પત્રશાક ખાવા નહીં અને એક જ વાર જમવું. ચાતુર્માસમાં જે એ પ્રમાણે વર્તે તે પુરુષ ચતુર્ભુજ થઈ પરમગતિને પામે છે. વળી કાયમ રાત્રિભોજન કરવું નહીં. ચાતુર્માસમાં તો વિશેષ કરીને રાત્રે ખાવું નહીં. જે પ્રાણી એ પ્રમાણે વર્તે તે આ લોકની તથા પરલોકની સર્વ કામનાને પામે છે. વળી વિષ્ણુ શયન કરે તે સમયે જે મદ્ય-માંસનો પણ ત્યાગ કરે તેને માસે માસે સો અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ઇત્યાદિ.” વળી માર્કડ મુનિ કહે છે કે “હે રાજા! જે માણસ ચાતુર્માસમાં તૈલમર્દન કરે નહીં, તે ઘણા પુત્ર તથા ઘન વડે યુક્ત અને નીરોગી થાય છે. જે પુષ્પાદિ ભોગનો ત્યાગ કરે તે સ્વર્ગલોકમાં પૂજાય છે. જે કડવો, ખારો, તીખો, મીઠો, કષાયેલો (તૂરો) અને ખાટો એ છ રસને વર્જે છે, તે કદી પણ નિભંગીપણું પામતો નથી. તાંબૂલ તજવાથી ભોગ અને લાવણ્યને પામે છે. જે પાકા કંદમૂળ, ફળ, પત્ર, પુષ્પાદિ તજે છે તે દીર્ઘ વંશને પામે છે. જે પૃથ્વી ઉપર સંથારો કરીને સૂએ તે વિષ્ણુનો અનુચર થાય છે. જે એકાંતરે ઉપવાસ કરે તે બ્રહ્મલોકમાં પૂજાય છે; અને જે નખ કેશ વઘારે છે તેને દિવસે દિવસે ગંગાસ્નાનનું ફળ મળે છે. તેથી ચાતુર્માસમાં ઉપવાસનો નિયમ ઘરવો અને પારણે સદા મૌનપણે ભોજન કરવું. ટૂંકામાં સર્વ પ્રયત્ન વડે ચાતુર્માસવ્રત ઘારણ કરવું.” આ પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણમાં તથા અનેક લોક લોકોત્તર શાસ્ત્રોમાં ચાતુર્માસિક કૃત્ય સંબંધી વર્ણન કરેલું છે, તે જાણીને તેનો અંગીકાર કરવાનું સ્વીકારવું. તે વિષે એક નીચે પ્રમાણે દૃષ્ટાંત છે– વિજયશ્રી કુમારની કથા-વિજયપુર નગરમાં વિજયસેન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ઘણા પુત્રો હતા. તેમાં વિજયશ્રી નામે પુત્ર રાજ્યને યોગ્ય હોવા છતાં પણ એનો બીજો કોઈ પરાભવ કરવા ન ઇચ્છે અથવા મારી ન નાંખે એવું ચિંતવીને રાજા તેને આદર આપતો નહોતો. (ભાગ ૨-૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy