SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૯૫] રાગાંઘનું વિવેકવિકળપણું ૧૦૩ થયો. બન્ને ભાઈઓએ વનમાં જઈ પિતાને પ્રણામ કર્યા. સોમચંદ્રમુનિએ પોતાના લઘુ પુત્રને ઉત્સંગમાં બેસાડી તેના સર્વ સમાચાર સાંભળ્યા. તે વખતે હર્ષનાં અશ્રુ આવતાં તેમના નેત્રના પડળ ઊતરી ગયા. પછી વલ્કલચીરી પૂર્વે ગોપવી રાખેલા તાપસપણાના ઉપકરણો કાઢી તેને ઉત્તરીયવસ્ત્રના છેડાથી સંમાર્જન કરતાં વિચારમાં પડ્યા કે, “અહો! મેં પૂર્વે આવું જોયું છે. એ પ્રમાણે ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે પોતાના પૂર્વ ભવ દીઠો, એટલે તેણે જાણ્યું કે–“અહો! ગત ભવમાં જ મૂકેલું સાધુપણું પણ મારા જાણવામાં આવ્યું નહીં, માટે સ્ત્રી વિષયના લંપટપણાને ધિક્કાર છે.” આ પ્રમાણે શુભ ધ્યાન ધ્યાતાં તેને ત્યાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેની દેશનાથી તેના પિતાએ પણ દીક્ષા લીધી અને પ્રસન્નચંદ્ર રાજા પણ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી ઘેર ગયા. પ્રત્યેકબુદ્ધ વલ્કલચીરી મુનિ શ્રી વીર પ્રભુની પાસે ગયા અને અનુક્રમે કર્મ ખપાવીને મોક્ષે ગયા. એવી રીતે વલ્કલચરી મુનિ પોતાના આત્મપ્રદેશને લાગેલી કર્મની વર્ગણાનું તાપસપણાના વલ્કલાદિ ઉપકરણોની રજની સાથે માર્જન કરી દ્રવ્ય અને ભાવથી રજપણાને દૂર કરતા સતા કામદેવને જીતનારા અને પ્રત્યેકબુદ્ધ થયા. -- વ્યાખ્યાન ૫ રાગાંધનું વિવેકનિકળપણું मातरं स्वसुतां जामि, रागांधो नैव पश्यति । पशुवद्रमते तत्र, रामाऽपि स्वसुतादिषु ॥१॥ ભાવાર્થ-કામરાગથી અંઘ થયેલો પુરુષ માતા, પુત્રી કે બહેનને પણ જોતો નથી, તેની સાથે પશુની જેમ રમે છે; જેમ પશુ પોતાની માતા વગેરેની સાથે અવિવેકીપણાને લીધે સ્વેચ્છાએ ક્રીડા કરે છે, તેવી રીતે કામાંઘ એવા સ્ત્રી કે પુરુષ પણ અવિવેકીપણે પુત્ર-પુત્રાદિમાં પ્રવર્તે છે.” આ વિષે અઢાર નાતરાનો પ્રબંઘ કહેવાય છે, તે આ પ્રમાણે અઢાર નોતરાનો પ્રબંધ મથુરાપુરીમાં કામદેવની સેના જેવી કુબેરસેના નામે એક વેશ્યા હતી. તે પ્રથમ ગર્ભના ભારથી ખેદિત થઈ ત્યારે તેણે પોતાની માતાને તે દુઃખ જણાવ્યું. માતાએ કહ્યું, “વત્સ! તારો ગર્ભ પાડી નાખ્યું જેથી તને ખેદ દૂર થાય. વેશ્યા બોલી કે, “તેમ કરવું તો અયુક્ત છે.” પછી સમય આવતાં તેણે એક પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો. તે વખતે તેની માતા બોલી કે, “વત્સ! આપણો ઉદ્યમ માત્ર યૌવન ઉપર છે અને આ બે સ્તનપાન કરનારાં બાળકો તારા યૌવનને હરી લેશે. કહ્યું છે કે-“વેશ્યા જાતિ યૌવન ઉપર જીવનારી છે, તેથી તેણે જીવની પેઠે યૌવનની રક્ષા કરવી.” માટે આ જોડલાને વિષ્ટાની જેમ બહાર ત્યજી દે.” વેશ્યાએ તે સ્વીકાર્યું. પછી દશ દિવસ સુધી તેનું પાલન કરી, કુબેરદત્ત અને કુબેરદત્તા એવી બે નામથી અંકિત બે મુદ્રિકા કરાવી તેમની આંગળીમાં પહેરાવી, અને તેમને એક પેટીમાં પૂરી તે પેટી યમુનાનદીના પ્રવાહમાં વહેતી મૂકી દીધી. જળના તરંગોના પ્રવાહ સાથે તણાતી તણાતી તે પેટી સૌર્યપુર સમીપે આવી. ત્યાં કોઈ બે ગૃહસ્થ શ્રેષ્ઠીઓએ તે પેટી ગ્રહણ કરી અને તે બાળકોને બન્ને શ્રેષ્ઠીએ પુત્ર પુત્રીપણે રાખીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy