SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૭ મોટા કર્યા. અનુક્રમે જ્યારે તેઓ યૌવનવયને પ્રાપ્ત થયા ત્યારે બન્નેને પરસ્પર યોગ્ય જાણી તેમનો મોટા ઉત્સવથી વિવાહ કર્યો. એ દંપતી પરસ્પર અતિ સ્નેહથી રહેવા લાગ્યા. એક વખતે તેઓ સોગઠાબાજી રમતા હતા તેવામાં કુબેરદત્તના કરમાંથી નીકળીને પેલી નામાંકિત મુદ્રિકા કુબેરદત્તાના ઉત્સંગમાં પડી. તે લઈને જોતાં કુબેરદત્તા વિચારમાં પડી અને બોલી કે, “આ બન્ને મુદ્રિકા આકૃતિ વગેરેથી સરખી છે. તેથી એમ જણાય છે કે આપણે બન્ને સહોદર યુગલીઆ હઈશું. પરંતુ દૈવયોગે આપણો વિવાહ થઈ ગયો છે.'' પછી એ બન્નેએ જઈને પોતપોતાની માતાને પૂછ્યું ત્યારે માતાએ તેમનો પૂર્વ વૃત્તાંત જણાવ્યો. તે સાંભળી બન્ને બોલ્યા કે, ‘હે માતા! તમે આવું અકૃત્ય કેમ કર્યું?” માતા બોલી-‘વત્સો ! હજુ તમારું માત્ર પાણિગ્રહણ જ થયું છે, બીજું કાંઈ પાપ થયું નથી, તેથી એ સંબંધ ત્યજી દો.’ પછી કુબેરદત્તને કહ્યું કે, ‘તું વ્યાપાર કરવા પરદેશ જવા ઇચ્છે છે તો હાલ પરદેશ જા. ત્યાંથી કુશળક્ષેમ પાછો આવ્યા પછી તારો બીજી સ્ત્રીની સાથે વિવાહ કરીશું.' તે સાંભળી કુબેરદત્તાને પોતાની બહેન ગણી, વેચવા માટે અનેક પ્રકારના કરિયાણા લઈને કુબેરદત્ત મથુરાપુરીએ ગયો. અનુક્રમે કેટલેક દિવસે ત્યાં પેલી કુબેરસેના વેશ્યાની સાથે જ તેને સંબંધ થયો. તેની સાથે વિષયસુખ ભોગવતાં તેનાથી એક પુત્ર ઉત્પન્ન થયો. અહીં કુબેરદત્તાએ વિષયવિરક્ત થઈને દીક્ષા લીધી. ઉગ્ર તપસ્યા કરતાં તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું, તેથી તેણે કુબેરદત્તને પોતાની માતાની સાથે વિલાસ કરતો જોયો. તેને પ્રતિબોધ કરવા માટે તે સાધ્વી મથુરાપુરી આવ્યા અને તેના ઘરની નજીક આવેલા એક ઉપાશ્રયમાં નિવાસ કર્યો. ત્યાં રહીને તેમણે ધર્મદેશના આપી. એક દિવસ તે જ્ઞાની સાધ્વી વહોરવાના નિમિત્તે તે વેશ્યાને ત્યાં ગયા. તે વખતે તે વેશ્યાનો પુત્ર પારણામાં સૂતો સૂતો રડતો હતો, ત્યારે તેને સાધ્વી આ પ્રમાણે હુલરાવતી સતી હાલરડાં ગાવા લાગી. તે વિષે શ્રી પરિશિષ્ટપર્વમાં લખ્યું છે કે “હે વત્સ! તું રો નહીં, તું મારો ભાઈ થાય છે, પુત્ર થાય છે, દિયર થાય છે, ભત્રીજો થાય છે, કાકો થાય છે અને પુત્રનો પુત્ર થાય છે. હે બાળક! જે તારો પિતા છે તે મારો સહોદર બંધુ થાય છે, પિતા થાય છે, પિતામહ થાય છે, સ્વામી થાય છે, પુત્ર થાય છે અને સસરો થાય છે. હે બાળક! જે તારી માતા છે તે મારી માતા થાય છે, મારા પિતાની માતા થાય છે, ભોજાઈ થાય છે, વહુ થાય છે, સાસુ થાય છે અને સપત્ની થાય છે.’’ તે સાંભળી કુબેરદત્ત બોલ્યો કે, ‘હે સાધ્વી! આવું અઘટત કેમ બોલો છો?” સાધ્વીએ કહ્યું કે, “સાંભળો, આ બાળક મારો સહોદર બંધુ થાય છે, કારણ કે અમે બે એક ઉદ૨થી ઉત્પન્ન થયા છીએ, વળી આ બાળક મારા પતિનો પુત્ર હોવાથી મારો પણ પુત્ર થાય છે, તેમજ મારા પતિનો અનુજ બંધુ હોવાથી મારો દિયર પણ થાય છે, વળી તે મારા ભાઈનો પુત્ર છે તેથી મારો ભત્રીજો પણ થાય છે, તથા તે મારી માતાના પતિનો (પિતાનો) ભાઈ છે તેથી મારો કાકો પણ થાય છે, અને મારી સપત્ની જે કુબે૨સેના તેનો પુત્ર જે કુબેરદત્ત તેનો આ પુત્ર તેથી તે મારા પુત્રનો પુત્ર પણ કહેવાય છે. છે હવે તેના પિતાની સાથે મારે જે છ સંબંધ છે તે આ પ્રમાણે—આ બાળકનો જે પિતા તે મારો ભાઈ થાય, કારણ કે તેની અને મારી માતા એક છે. તથા આ બાળકનો જે પિતા તે મારો પિતા થાય, કારણ કે તે મારી માતાનો સ્વામી છે. વળી જે આ બાળકનો પિતા તે મારો પિતામહ થાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy