SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૧૭] રાત્રિભોજનનું વિશેષ વર્ણન ૧૬૭ વળી મહાભારતના અઢારમા પર્વમાં લખે છે કે– હે યુધિષ્ઠિર! તપસ્વીએ તો વિશેષે કરીને રાત્રે જળ પણ પીવું નહીં અને વિવેકી ગૃહસ્થ પણ પીવું નહીં.” મહાભારતમાં કહ્યું છે કે अस्तंगते दिवानाथे आपो रुधिरमुच्यते । ____ अन्नं मांससमं प्रोक्तं, मार्कण्डेयमहर्षिणा ॥१॥ ભાવાર્થ-“રાત્રે જળ રુધિર સમાન અને અન્ન માંસ સમાન થાય છે, તેથી રાત્રિભોજન કરનાર રુધિર અને માંસનું ભક્ષણ કરે છે, એમ માર્કંડેય ઋષિએ કહ્યું છે. વળી અન્ય શાસ્ત્રમાં લખે છે કે, “રાત્રે આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવાર્ચન અને દાન કરવાં નહીં અને ભોજન તો વિશેષપણે કરવું નહીં.' વળી પ્રથમ શ્લોકમાં રાત્રિભોજન નરકનું આદ્ય દ્વાર છે, એમ કહ્યું છે, તે વિષે પદ્મપુરાણના પ્રભાસખંડમાં લા चत्वारो नरकद्वाराः, प्रथमं रात्रिभोजनं । પરસ્ટીગમનં વૈવ, સંપાનાનંતવાથિ શા. ભાવાર્થ-“ચાર નરકના દ્વાર છે, તેમાં પ્રથમ દ્વાર રાત્રિભોજન, બીજું દ્વાર પરસ્ત્રીગમન, ત્રીજું દ્વાર બોળ અથાણું અને ચોથું દ્વાર અનંતકાય (કંદમૂળ)નું ભક્ષણ છે.” વળી આયુર્વેદમાં કહ્યું છે કે, “જ્યારે સૂર્ય અસ્ત પામે છે ત્યારે હૃદયકમળ તથા નાભિકમળ સંકોચ પામે છે, એથી રાત્રે ભોજન કરવું નહીં. તેમજ તેમ કરવાથી સૂક્ષ્મ જીવનું ભક્ષણ થઈ જાય છે તે કારણથી પણ કરવું નહીં.' સ્કંદપુરાણમાં કેન્દ્ર રચેલા સૂર્યની સ્તુતિરૂપ કપાળમોચન સ્તોત્રને વિષે લખે છે કે एकभक्ताशनान्नित्यं, अग्निहोत्रफलं लभेत् । __ अनस्तभोजनान्नित्यं, तीर्थयात्राफलं लभेत् ॥४॥ ભાવાર્થ-“હંમેશા એક વાર ભોજન કરવાથી અગ્નિહોત્રનું ફળ મળે છે અને જેઓ સૂર્યાસ્ત પછી ભોજન કરતા નથી તેઓને નિત્યતીર્થયાત્રાનું ફળ મળે છે.” ઇત્યાદિ અનેક શાસ્ત્રવચનોથી રાત્રિભોજન પાપાત્મક છે, તેથી સર્વ દ્રવ્યને જોનારા શ્રી સર્વજ્ઞ પુરુષોએ તેને ત્યજી દીધેલું છે, કારણ કે, તેઓ સર્વજ્ઞ હોવા છતાં પણ રાત્રિ સમયે ભોજનમાં ઉત્પન્ન થતા સૂક્ષ્મ જીવોનો વઘ નિવારવાને અસમર્થ હતા. અર્થાત્ તેવા અંતર્દ્રષ્ટિવાળા સર્વજ્ઞોએ પણ રાત્રિભોજન નિષિદ્ધ કર્યું છે, તો બાહ્યવૃષ્ટિવાળા એવા આપણે તો વિશેષપણે ત્યાગ કરવા યોગ્ય છે–એ તાત્પર્ય છે. આ વ્રત ઉપર ત્રણ મિત્રનો પ્રબંધ છે તે આ પ્રમાણે ત્રણ મિત્રોની કથા કોઈ ગામમાં એક શ્રાવક, બીજો ભદ્રિક અને ત્રીજો મિથ્યાત્વી–એમ ત્રણ વણિક મિત્રો રહેતા હતા. એક વખતે તેઓએ કોઈ ગુરુ પાસે આ પ્રમાણે ઘર્મ સાંભળ્યો–“રાત્રે જળ પીવા કરતાં સ્વાદિમ ખાવામાં બમણું પાપ લાગે છે, સ્વાદિમથી ખાદિમમાં ત્રણગણું પાપ લાગે છે અને ખાદિમથકી અશનમાં ત્રણગણું લાગે છે. વળી “રાત્રે અંધકારમાં સૂક્ષ્મ જીવો દ્રષ્ટિએ પડતા નથી, તેથી જે રાત્રે બનાવ્યું હોય તે દિવસે ખાય તો પણ તેને રાત્રિભોજન સરખું સમજવું.” એમ રત્નસંચય નામના ગ્રંથમાં લખેલું છે. આ પ્રમાણે છતાં જે અજ્ઞાની પ્રાણીઓ કદાગ્રહથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy