________________
૧૬૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨
[સ્તંભ ૯ તેણે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે લક્ષ્મણને યોગ્ય વર જાણી પોતાનો સ્વામી કર્યો. પછી લક્ષ્મણે તેને જણાવ્યું કે, “હમણાં તમે પિતાને ઘેર રહો. જ્યારે હું વનવાસ પૂર્ણ કરી પાછો વળીશ ત્યારે તમને સાથે લઈ જઈશ.” તથાપિ તે રાગી રમણીએ માન્યું નહીં. પછી લક્ષ્મણે સ્ત્રીહત્યા, ગોહત્યા, બાલહત્યા વગેરે સોગન લીઘા કે જો હું ન આવું તો આ હત્યાનું પાપ મને લાગે; તો પણ તેણે માન્યું નહીં. ત્યારે લક્ષ્મણે કહ્યું કે, “જે તમે કહો તે સોગન હું લઉં.” વનમાળા બોલી કે–“આ જગતમાં રાત્રિભોજન કરનારને જેટલું પાપ લાગે તેટલું પાપ જો હું પાછો ન આવું તો મને લાગે આવા જો સોગન લો તો હું સત્ય માનું. લક્ષ્મણે તેવા સોગન લીઘા; એટલે તેણે લક્ષ્મણને મુક્ત કર્યા. (જવા દીઘા)
ઉપરના દ્રષ્ટાંતમાં વનમાલાએ સ્ત્રીહત્યા, ગોહત્યા અને બાળહત્યા કરતાં પણ રાત્રિભોજનનું પાપ બહુ મોટું માનીને લક્ષ્મણને તેવા સોગન આપ્યા હતા, તેથી રાત્રિભોજનનું પાપ ઘણું ઉગ્ન છે એમ સિદ્ધ થાય છે; માટે સર્વ ભવિ પ્રાણીઓએ અવશ્ય તે નિયમ ગ્રહણ કરવો.
વ્યાખ્યાન ૧૧૭
રાત્રિભોજનનું વિશેષ વર્ણન રાત્રિભોજનરૂપ અભક્ષ્ય દુસ્યા છે એવું ઘારી પુનઃ તેનો પ્રતિબોઘ કરવા માટે વિશેષ વિવેચન કરે છે–
स्वपरसमये गाँ, आद्यं श्वभ्रस्य गोपुरम् ।
सर्वज्ञैरपि यत्त्यक्तं, पापात्म्यं रात्रिभोजनम् ॥१॥ ભાવાર્થ-“સ્વ અને પર શાસ્ત્રમાં નિંદવા યોગ્ય, નરકના પ્રથમ દ્વારરૂપ અને સર્વજ્ઞોએ ત્યજેલું રાત્રિભોજન પાપરૂપ છે.”
આ શ્લોકમાં સ્વ અને પર શાસ્ત્રમાં નિંદિત કરેલું એમ કહ્યું છે તે વિષે સ્વશાસ્ત્રમાં લખે છે કે–પ્રાસુક આહાર હોય અને મહા જ્ઞાની પુરુષો કુંથવા વગેરે સૂક્ષ્મ જીવોને પણ જોઈ શકે તેમ હોય તે છતાં તેઓ પણ રાત્રિભોજનને ટાળે છે. કદી દીપક વગેરે સાઘનથી કીડી વગેરે સ્થૂલ જીવો દેખી શકાય, પણ સૂક્ષ્મ જીવની દયા નહીં પળાવાથી મૂળ વ્રતની વિરાધના થાય, માટે રાત્રિભોજન નિષેધ્યું છે. તે વિષે પરશાસ્ત્રમાં પણ લખે છે કે
मृते स्वजनमात्रेऽपि, सतकं जायते किल ।
अस्तंगते दिवानाथे, भोजनं क्रियते किमु?॥१॥ ભાવાર્થ-“માત્ર સ્વજન મૃત્યુ પામવાથી પણ જો સૂતક લાગે છે તો સૂર્ય અસ્ત પામતાં ભોજન કરવું કેમ ઘટે?”
मद्यमांसाशनं रात्रौ, भोजनं कंदभक्षणं ।
___ ये कुर्वंति वृथा तेषां, तीर्थयात्रा जपस्तपः॥१॥ ભાવાર્થ-“જે મદ્ય પીએ, માંસ ખાય, રાત્રિભોજન કરે અને કંદનું ભક્ષણ કરે તેઓની તીર્થયાત્રા, જપ અને તપ સર્વ વૃથા થાય છે.” પદ્મપુરાણમાં કહ્યું છે કે, તેનું કરેલું એકાદશીનું વ્રત, રાત્રીજાગરણ, પુષ્કરતીર્થની યાત્રા અને ચાંદ્રાયણ વ્રત પણ વૃથા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org