________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨
[સ્તંભ ૭ પાસેથી સાંભળ્યું, એટલે તત્કાળ તે અહીં આવ્યો પણ પોતાની બહેન સંબંધી પ્રશ્ન કરતા તેને લજા આવી, તેથી તેણે ગૂઢ રીતે પૂછ્યું, એટલે તેનો ઉત્તર પણ અમે ગૂઢ રીતે આપ્યો.”
આ પ્રમાણે તેનું વૃત્તાંત સંભળાવીને પ્રભુએ કહ્યું કે, “હે ભવ્ય પ્રાણીઓ! આ સંસારમાં પાંચ ઇંદ્રિયો તેને વશ થયેલા પ્રાણીઓને ઘણી વિડંબના કરે છે અને ભવોભવ સંસારમાં રખડાવે છે.”
આવા વીરપ્રભુનાં વચન સાંભળી તે વિખે સંવેગ પામી પ્રભુની પાસે ચારિત્ર લીધું. પછી તે ચોરની પલ્લીમાં ગયો. ત્યાં તે વિપ્રમુનિએ પ્રતિબોઘ પમાડેલા બીજા ૪૯૯ ચોરોએ પણ તેની પાસે વ્રત ગ્રહણ કર્યું.
અહીં વીરપ્રભુની તથા પ્રકારની વાણી સાંભળી મૃગાવતી બોલી કે, “હે સ્વામી! ચંડપ્રદ્યોતન રાજાની અનુમતિથી હું પણ દીક્ષા લઈશ.” પછી તેણે ચંડપ્રદ્યોતન રાજાને કહ્યું કે, “હે રાજેન્દ્ર! જો મને અનુમતિ આપો તો હું શ્રી વિરપ્રભુની પાસે વ્રત ઘારણ કરું.” પ્રભુના પ્રભાવથી વૈર રહિત થયેલા ચંડપ્રદ્યોતને તાબામાં રાખેલી શત્રુપત્નીને તરત દીક્ષાની અનુમતિ આપી, એટલે મૃગાવતીએ પોતાના પુત્રને ચંડપ્રદ્યોતન રાજાના ઉત્કંગમાં બેસારી શ્રી વિરપ્રભુની પાસે દીક્ષા લીધી. તે સમયે ચંડપ્રદ્યોતન રાજાની અંગારવતી વગેરે આઠ સ્ત્રીઓએ પણ મૃગાવતીની સાથે દીક્ષા લીધી. ચંડપ્રદ્યોતન રાજાએ મૃગાવતીના પુત્ર ઉદયનને કૌશાંબીના રાજ્ય ઉપર સ્થાપિત કર્યો અને પોતે પોતાના અવંતિદેશમાં ચાલ્યો ગયો.
પેલો અનંગસેન સોનીનો જીવ સ્ત્રીપણે ઉત્પન્ન થઈ કામના પરવશપણાથી ઘણા ભવોમાં પરિભ્રમણ કરશે.
વા સા' એવા શબ્દ વડે સંદેહને પૂછતા એવા ચોરને પ્રભુએ “સા સા એવો ઉત્તર આપ્યો, તેથી પ્રતિબોધ પામી તેણે દીક્ષા લઈ બીજા ચોરોને પ્રતિબોધ પમાડ્યો અને તેઓએ પણ વ્રત ગ્રહણ કર્યું.
વ્યાખ્યાન ૨
શીલવ્રતનો મહિમા સ્ત્રીઓ સ્વભાવથી જ બહુ કામી હોય છે, છતાં કોઈ કોઈ સ્ત્રીઓ સ્વીકાર કરેલા વ્રતને આપત્તિમાં પણ છોડતી નથી.
आपद्रूपे महत्यग्नी नयंति शीलकांचनं ।
नैर्मल्यं याः स्त्रियः काश्चित्ताः स्युः केषां न चित्रदाः॥१॥ ભાવાર્થ-જે સ્ત્રીઓ આપત્તિરૂપ મોટા અગ્નિમાં શીલરૂપ સુવર્ણને નિર્મળ કરે છે, તે સ્ત્રીઓ કોને આશ્ચર્ય ન પમાડે?' આ વિષે અંજના સતીનો પ્રબંઘ છે, તે આ પ્રમાણે
અંજના સતીની કથા જંબૂદ્વીપમાં આવેલા પ્રહ્માદન નામના નગરને વિષે પ્રહ્માદન નામે રાજા અને પ્રહ્માદનવતી નામે રાણી હતી. તેમને પવનંજય નામે કુમાર હતો. તે સમયે વૈતાઢ્યગિરિ ઉપર અંજનકેતુ રાજા અને અંજનવતી રાણીને અંજના નામે પુત્રી થઈ હતી. તે યૌવનવતી થતાં તેનું પાણિગ્રહણ કરાવવાને અંજનકેતુ રાજા અનેક કુમારોના ચિત્રો પટ ઉપર આલેખાવી મંગાવી તેને બતાવતો
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org