________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨
[સ્તંભ ૬ વ્યાખ્યાન ૭૯
સત્યનું માહાસ્ય હવે સત્યવાદીની સ્તુતિ કરે છે–
सर्वेषां धर्मकर्माणा-माद्यं सत्यमुदीरितम् ।
तद्विना गदितो धर्मः, कुतीर्थिकैर्निरर्थकः ॥ ભાવાર્થ-“સર્વ ધર્મકાર્યોમાં સત્યગુણ મુખ્ય રહેલો છે. તે સત્ય વિનાનો ઘર્મ કુતીર્થીઓએ (મિથ્યાત્વીઓએ) કહેલો હોવાથી તે ઘર્મ નિરર્થક સમજવો.”
શાસ્ત્રમાં જે ઘર્મનાં કાર્ય, તપ, જપ, જ્ઞાન અને દર્શન વગેરે કહ્યાં છે તેઓમાં શ્રી વીતરાગ પ્રભુએ સત્યને મુખ્ય કહેલ છે. તે ઉપર એક દ્રષ્ટાંત કહેવાય છે કે, કોઈ શ્રાવકનો પુત્ર ઘર્મરહિત હતો. પિતાએ તેને બળાત્કારે ગુરુની પાસે લાવીને બેસાર્યો. ઘૂર્તપણાથી તેણે ગુરુએ કહેલા દ્વાદશ વ્રતના નિયમો જાણે પ્રતિબોઘ પામ્યો હોય તેમ આદરથી સ્વીકાર્યા. નિયમ વિષે દૃઢતા અંગે એક વાર ગુરુએ તેની પ્રશંસા કરી એટલે તે બોલ્યો-“આ બઘા વ્રતોમાં બીજું સત્ય બોલવારૂપ જે વ્રત છે તે મારે છૂટું છે, કારણ કે તે મુશ્કેલ હોવાથી ગૃહસ્થથી પાળી શકાય નહીં. આ પ્રમાણે બોલવામાં તેનો આશય એવો હતો કે, “મેં અત્યાર સુધી જે નિયમ ગ્રહણ કર્યા છે, તે બધું હું અસત્ય બોલ્યો છું. આવો તેનો આશય જાણી ગુરુએ અને તેના પિતા વગેરેએ “આ અયોગ્ય છે? એમ જાણી તેની ઉપેક્ષા કરી.
સત્ય વિના જ કુતીર્થીઓએ કહેલો ઘર્મ નિરર્થક છે. માટે કહ્યું છે કે, “ચાર્વાક, કૌલિક, બ્રાહ્મણ, બૌદ્ધ અને વૈષ્ણવોએ અસત્ય વડે જ પરાક્રમ કરી આ જગતને ઘણી વિડંબના કરી છે.” વળી “અલ્પ એવા મૃષાવાદથી પણ રૌરવાદિ નરકમાં પડાય છે તો જૈનવાણીને અન્યથા કહેવાથી તો કહો કેવી માઠી ગતિ થાય?” પરંતુ “તેવા પાપી નાસ્તિકોના મુખોદર નગરની ખાળ જેવા છે કે જેમાંથી કાદવવાળા દુર્ગઘી જળના જેવી જ વાણીઓ નીકળે છે.” અને “ચારિત્રનું મૂળ જે સત્ય તેને જે વદે છે, તેઓ પોતાના ચરણની રજથી આ પૃથ્વીને પવિત્ર કરે છે.” આ વિષે હંસરાજાની કથા છે તે આ પ્રમાણે
હંસરાજાની કથા રાજપુરીમાં હંસ નામે એક રાજા હતો. એક વખતે તે ઉપવનની શોભા જોવા માટે નગર બહાર ગયો. ત્યાં વનમાં એક મુનિ તેના જોવામાં આવ્યા. રાજા તેની પાસે બેઠો એટલે મુનિએ આ પ્રમાણે ઘર્મદેશના આપી
सच्चं जसस्स मूलं, सच्चं विसासकारणं परमं ।
सच्चं सग्गद्दारं, सच्चं सिद्धिइसोपाणं ॥ ભાવાર્થ-“સત્ય યશનું મૂળ છે, સત્ય વિશ્વાસનું પરમ કારણ છે, સત્ય સ્વર્ગનું દ્વાર છે અને સત્ય સિદ્ધિનું સોપાન (પગથિયું) છે.
વળી જેઓ અસત્ય બોલે છે તેઓ ભવાંતરે દુર્ગઘી મુખવાળા, અનિષ્ટ વચનના બોલનારા, કઠોરભાષી, બોબડા અને મૂંગા થાય છે. આ સર્વ અસત્ય વચનના પરિણામ છે.” આવી ઘર્મદેશના સાંભળી હંસરાજાએ સત્યવ્રત ગ્રહણ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org