SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ વ્યાખ્યાન ૭૮] મૃષાવાદ વ્રતના છેલ્લા ત્રણ અતિચાર થઈને એક વૃક્ષ નીચે સૂઈ ગયો. તે વખતે તેના ઉઘાડા રહેલા મુખમાં એક નાનો સર્પ પેસી ગયો. રાજા ત્યાંથી ઘેર આવ્યો, પરંતુ ઉદરમાં રહેલા સર્પની પીડાથી તે એટલો બધો કંટાળી ગયો કે, છેવટે કરવત મુકાવવા ગંગાતીર્થે જવા ચાલ્યો. તેની રાણી પણ સાથે ચાલી. માર્ગે જતાં શ્રમને લીધે રાજા એક વડના વૃક્ષ નીચે સૂઈ ગયો. રાણી જાગતી રહી. તેવામાં વાયુભક્ષણ કરવા માટે પેલો સર્પ ઉદરમાંથી મુખ દ્વારા જરા બહાર નીકળ્યો. તેવામાં નજીક એક રાફડો હતો તેમાં રહેલા બીજા સર્પે તેને જોઈને કહ્યું કે, “અરે પાપી! આ રાજાના ઉદરમાંથી બહાર નીકળ, નહીં તો હું તારા નાશનો ઉપાય જાણું છું. તે એ છે કે, જો કડવી ચીભડીના મૂળ કાંજીમાં વાટીને પીએ તો તારો નાશ થઈ જાય. પણ શું કરું કે અહીં કોઈ નથી કે જેની આગળ હું નિવેદન કરું?” તે સાંભળી પેલો ઉદરનો સર્પ બોલ્યો-“હું પણ ઉષ્ણ કરેલા તેલને તારા બિલમાં રેડવવા વડે તારા નાશનો અને તારા બિલમાં રહેલા નિદાનને મેળવવાનો ઉપાય જાણું છું, પણ કોઈ અહીં નથી કે જેને તે ઉપાય કહું, કે જે તે ઉપાયથી તને મારીને તારી નીચે રહેલો દ્રવ્યનો નિધિ મેળવે.” આ પ્રમાણે તે બન્નેના પરસ્પરના મર્મને ઉઘાડનારાં વચનો રાજાની પાસે જાગ્રતપણે સૂતેલી રાણીએ સાંભળી લીઘાં. પછી તે પ્રમાણે ઉપાય કરવાથી રાજા નીરોગી થયો અને પેલા રાફડાના સર્પને મારી દ્રવ્યનિધિ પણ તેમણે સ્વાધીન કરી લીધો. આ દ્રષ્ટાંત જાણીને કોઈ પણ પ્રાણીએ પરસ્પરના મર્મ (ગુહ્ય) પ્રકાશ કરવો નહીં. જે પારકા મર્મ પ્રગટ ન કરે તેને જ ખરો વ્રતધારી સમજવો. હવે પાંચમો અતિચાર કહે છે–બીજાની મુદ્રા (સીલ) વડે અથવા તેના જેવા અક્ષરો કાઢવા વડે ખોટો લેખ બનાવવો તે કૂટલેખ નામનો પાંચમો અતિચાર કહેવાય છે. જેમાં રાજકુમાર કુણાલની અપર માતાએ રાજાએ લખેલા પત્રમાં “ધયત'ની જગ્યાએ “ઉધીયતા’ કરી દીધું. અર્થાતુ પત્રમાં એક બિંદુ વઘારી દીધું, જેથી કુણાલને નેત્રવિનાશરૂપ મહાન્ અનર્થ પ્રાપ્ત થયો હતો. આ પણ કૂટલેખ કહેવાય છે. અહીં કોઈ શંકા કરે કે, આ કૂટશેખરૂપ અતિચાર છે તે મહા અનર્થકારી હોવાથી તેમજ પ્રગટપણે અસત્યરૂપ હોવાથી તેને તો સ્થૂલ મૃષાવાદમાં ગણવો જોઈએ, તેને અતિચારમાં કેમ ગણાય? અને તે પ્રમાણે કરવાથી વ્રતભંગ થયેલો કેમ ન ગણાય? તેના સમાઘાનમાં કહેવાનું કે, કોઈ મુગ્ધ માણસ અસત્ય બોલવાના પચખાણ લે અને તે એમ સમજે કે, મેં તો અસત્ય બોલવાના પચખાણ લીધા છે, કાંઈ લખવાના લીધા નથી, તો જે ફૂટલેખ લખવે તેમાં શો દોષ છે? આવું ઘારી તે વ્રતની સાપેક્ષતા જાળવી રાખે તેથી તે બીજા વ્રતમાં આ કૂટલેખ અતિચારરૂપે કહ્યો છે. અથવા અનાભોગથી એટલે અજાણપણા વગેરેથી પણ તે અતિચાર ગણાય છે. આ પ્રમાણે તે પાંચમો અતિચાર છે. આ પાંચે અતિચાર નિશ્ચય ત્યાગ કરવા યોગ્ય છે, કારણ કે તે બીજા વ્રતમાં મલિનતાને આપનારા છે. તેથી તેનો ત્યાગ કરી જૈનઘર્મના વ્રતધારીઓએ સત્યતાનો ગુણ વિશુદ્ધપણે ગ્રહણ કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy