SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૯] પ્રાણાંતે પણ શીલ છોડવું નહીં ૧૧૩ મઘુર મધુર ફળ ખવરાવીને તેનું પોષણ કરતી હતી. એક વખતે તે સુલોચના પોપટને સાથે લઈ સીમંધરપ્રભુના બિંબને વાંચવા માટે ગઈ. વીતરાગના બિંબના દર્શન થતાં જ શુકને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી પૂર્વ ભવે વ્રતની વિરાઘના કરેલી તેના જાણવામાં આવી. તેને યાદ આવ્યું કે, મેં પૂર્વભવે વિહરમાન એવા શ્રી સીમંઘરાદિ પ્રભુની સ્તુતિ અને વર્ણન શ્રદ્ધાથી કર્યું હતું. તે આ પ્રમાણે- “મેરુના પૂર્વ ભાગમાં મહાવિદેહ ક્ષેત્રને વિષે પુષ્કળાવતી વિજયમાં પુંડરીકિણી નામે નગરી છે. ત્યાં કુંથુનાથ અને અરનાથના આંતરામાં શ્રી સીમંઘરસ્વામીનો જન્મ થયો. શ્રી મુનિસુવ્રતસ્વામી અને નમિનાથના આંતરામાં રાજ્ય છોડીને તેમણે દીક્ષા લીધી. અનાગત ચોવીશીના ઉદય અને પેઢાળ જિનને આંતરે તે મોક્ષ પામશે. વિહરમાન એવા વીશે તીર્થકરોને દરેકને સો કોટી સાઘુઓ અને દશ લાખ કેવળજ્ઞાનીનો પરિવાર છે. સર્વ સંખ્યાએ બે કોટી કેવળજ્ઞાની ને બે હજાર કોટી સાઘુઓ થાય છે. તેઓને હું અહર્નિશ નમું છું.” (તેમના શ્રાવક શ્રાવિકાની સંખ્યા તો સાંભળી નથી.) ઇત્યાદિ જિનગુણના પઠન પાઠનમાં હું તત્પર હતો. પણ મુનિની ક્રિયામાં શિથિલ હતો, તેથી ચારિત્રની આરાધના કરી શક્યો નહીં. પ્રાંતે તે પાપની આલોચના કર્યા વગર કાળ કરવાથી હું પોપટ થયો છું. હું મારો મનુષ્ય જન્મ અને રત્નત્રય ફોગટમાં હારી ગયો છું. હવેથી હું હંમેશા એ પ્રભુને નમીને પછી ભોજન કરીશ. આવો તેણે અભિગ્રહ ઘારણ કર્યો. - સુલોચના તે પોપટને પાંજરા સહિત લઈને ઘેર આવી. બીજે દિવસે ભોજન સમયે તે પક્ષી રાજકુમારીના કરમાંથી ઊડીને સત્વર શ્રી તીર્થકરને નમવા ચાલ્યો ગયો. તે ખબર જાણીને રાજાએ તેને પકડી લાવવા સેવકોને આજ્ઞા કરી; એટલે પક્ષીને પકડનારા પુરુષોએ કોઈ વૃક્ષ ઉપર રહેલા તે પોપટને ગુપ્ત રીતે પકડી લીઘો, અને રાજકુમારીને સોંપ્યો. જેના પર આટઆટલી મમતા હોય તે મને કેમ છોડીને જતો રહે? એવા ખ્યાલથી સુલોચનાને દ્વેષ થઈ આવ્યો. જે પદાર્થ પર અતિરાગ હોય તે અતિષમાં પરિણમે છે. ક્રોઘમાં આવી સુલોચનાએ તેની બન્ને પાંખો મરડી નાંખી. દર્શન વિના નહીં ખાવાનો નિયમ હોવાથી પોપટે આહાર-પાણીનો ત્યાગ કર્યો અને સમાધિથી મૃત્યુ પામીને સૌઘર્મ દેવલોકમાં દેવતા થયો. પાંખો મરડીને પસ્તાતી કુંવરીએ પણ પોપટની પાછળ ખાવું-પીવું છોડી દીધું અને મરીને પૂર્વના પ્રેમથી તે રાજકુમારી પણ તેની દેવાંગના થઈ. ત્યાંથી ચ્યવી તે કીરપક્ષી શંખરાજા થયો અને સુલોચના રાજકન્યા આ કલાવતી થઈ.” આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળી જેમને જાતિસ્મરણ થયું છે એવા તે દંપતીએ કર્મના ફળનો નિશ્ચય કરી ઘેર જઈ રાજ્ય ઉપર પુત્રને બેસાડી દીક્ષા ગ્રહણ કરી. પછી સુશીલપણે ઘણા કાળ સુધી નિરતિચાર ચારિત્ર પાળી તેઓ દેવલોકે ગયા. તે ઘર્મશીલ દંપતી ત્યાંથી ચ્યવી કુકર્મના લેશમાત્રને ક્ષીણ કરી અનુક્રમે મોક્ષને પ્રાપ્ત થશે. વ્યાખ્યાન ૯૯ પ્રાણાંતે પણ શીલ છોડવું નહીં હવે તત્ત્વને જાણનારા દંપતી સંકટને વિષે પણ પોતાનું બ્રહ્મવ્રત છોડતા નથી તે વિષે કહે છે. कुत्रचिदंपतीयोगः, स्याच्छीलव्रततत्परः । तेन सर्वसुखावाप्तिः, प्राप्ते दुःखेऽपि जातुचित् ॥१॥ (ભાગ ૨-૮) Jain Edm o nal For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy