SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૭ વગેરે આપત્તિઓ દૂર થઈ જાઓ.” તત્કાળ શાસનદેવીએ તેના ભુજ (હાથ) નવપલ્લવિત કર્યા અને નદીનું પૂર શાંત કરી આકાશમાં રહીને પુષ્પવૃષ્ટિ કરી. તેવામાં કોઈ તાપસ ત્યાં આવી કલાવતીને પોતાના આશ્રમમાં લઈ ગયો અને પુત્રીની જેમ તેની રક્ષા કરી, તેનું તથા પુત્રનું લાલન પાલન કરવા લાગ્યો. અહીં રાજાએ પોતાના મિત્ર શ્રેષ્ઠીપુત્ર દત્તને પૂછ્યું કે, “આજકાલ પટ્ટરાણીના પિયરથી કોઈ આવ્યું છે? શ્રેષ્ઠીપુત્રે કહ્યું, “સ્વામી! આજે જ એક માણસ આવેલ છે, તેની સાથે પટ્ટરાણીને માટે તેના ભાઈ જયસેને બે બાજુબંઘ મોકલાવ્યા છે, તે મેં પટ્ટરાણીને જ પહોંચાડ્યા છે.” આ ખબર સાંભળી શંખ રાજા મૂછ ખાઈને પૃથ્વી ઉપર ઢળી પડ્યો. તેના મિત્રે ચંદન વગેરેથી સાવઘાન કર્યો એટલે તે પોતાની મૂર્ખતાને નિંદવા લાગ્યો. “અરે! મારા જેવા અવિચારીને ધિક્કાર છે! નીતિમાં કહ્યું છે કે अविमृश्यकृतं न्यस्तं, विश्वस्तं दत्तमादृतं । । उक्तं भुक्तं च तत्प्रायो, महाऽनुशयकृन्नृणां ॥१॥ ભાવાર્થ-જે વિચાર્યા વગર કરે, સ્થાપે, વિશ્વાસ કરે, આપે, આદરે, બોલે અને જમે તે પ્રાયઃ માણસને મહા પશ્ચાત્તાપ કરાવનાર થાય છે. વળી કહ્યું છે કે, જે કાંઈ કાર્ય ગુણવાન કે ગુણરહિત કરવામાં આવે તે કાર્ય કરતાં પહેલાં પંડિત પુરુષે તેનું પરિણામ પ્રયત્નપૂર્વક પ્રથમ વિચારવું; કારણ કે જે કાર્ય અતિ સાહસથી કરવામાં આવે છે તેનું પરિણામ એવી વિપત્તિમાં આવે છે કે જેનો વિપાક હૃદયને દહન કરે તેવા શલ્યરૂપ થઈ પડે છે. વળી રાજા વિચાર કરવા લાગ્યો કે–હવે હું કોઈને મુખ કેમ બતાવી શકીશ? તેથી ચિતામાં આ દેહને દગ્ધ કરી નાખ્યું. આ પ્રમાણે વિચારતો હતો તેવામાં કોઈ મુમુક્ષુ મુનિ ઉપવનમાં આવીને દેશના આપે છે તેવા ખબર સાંભળી શંખરાજા તે સાંભળવા માટે ત્યાં ગયો. મુનિએ દેશનામાં કહ્યું કે, “આ સંસારરૂપ અરણ્યમાં જીવ પૂર્વ કર્મને વશ થઈ મૃગતૃષ્ણાની જેમ ભ્રાંતિએ ભ્રમિત થઈ મૃગની જેમ વૃથા ભમ્યા કરે છે.” આ દેશનાને અંતે રાજાએ પોતાની પત્નીને મળવાનો ઉપાય પૂછ્યો, અને પોતાને આવેલા સ્વપ્નની વાત કહી. મુનિ બોલ્યા કે, “તને આવેલા સ્વપ્નને અનુસાર તે રાણીએ એક પુત્રને જન્મ આપ્યો છે અને તે તને થોડા દિવસમાં મળશે.” આ પ્રમાણે સાંભળી રાજા પ્રસન્ન થઈને નગરમાં આવ્યો, અને તત્કાળ તેની શોઘ કરવા માટે જવા દત્તશ્રેષ્ઠીને આજ્ઞા કરી. દત્તશ્રેષ્ઠી ફરતો ફરતો પેલા તાપસના આશ્રમમાં આવ્યો. ત્યાં કલાવતી તેના જોવામાં આવી. શ્રેષ્ઠીએ કહ્યું, “હે સુશીલે! અગ્નિમાં પ્રવેશ કરતા તારા પતિને આવીને બચાવ.” તત્કાળ કલાવતી કુલપતિની રજા લઈને પોતાના નગરમાં આવી. તેને જોઈને રાજા નીચું મુખ કરીને રહ્યો, અને પોતાનાં દુષ્ટ આચરણની નિંદા કરી મિથ્યા દુષ્કૃત આપ્યું. કલાવતી પણ તે સઘળું પોતાના જ કરેલા કર્મોનું ફળ માની સુખે ત્યાં રહી. એક વખતે તે દંપતીએ કોઈ જ્ઞાનીને પોતાના પૂર્વ ભવનો વૃત્તાંત પૂછ્યો. મુનિએ જ્ઞાનદ્રષ્ટિથી જોઈને કહેવાનો આરંભ કર્યો–“પૂર્વે શ્રી મહાવિદેહ ક્ષેત્રને વિષે નરવિક્રમ નામે રાજા હતો, તેને સુલોચના નામે પુત્રી હતી. તેણે ક્રીડા કરવાને માટે એક પોપટ પાંજરામાં રાખ્યો હતો, અને હંમેશાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy