SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ જાણી લેવો. મીઠું પણ અગ્નિ વગેરે શસ્ત્રોથી પ્રાસુક થયેલું હોય તો જ લેવું, બીજું નહીં. તેને અચિત્ત થવાનો બીજો પ્રકાર પણ છે. શ્રાદ્ધવિધિમાં લખે છે કે, “કોઈ પણ સચિત્ત વસ્તુ સો યોજન ઉપરાંત જવાથી, તેને મળતા આહારના પરમાણુના અભાવથી નવનવા પાત્રમાં ફરવાથી, પછડાવાથી અને પવન તથા ધુમાડો લાગવાથી અચિત્ત થાય છે. લવણ પ્રમુખના સચિત્તપણાનો વિધ્વંસ થાય છે.” વળી હરિતાળ, મણશીલ, પીપર, ખજૂર, દ્રાક્ષ અને હરડે એ વસ્તુમાંથી કેટલીક વસ્તુઓ ઉપર પ્રમાણે સો યોજન દૂર ગયા પછી ગ્રહણ કરાય છે અને કેટલીક ગ્રહણ નથી કરાતી. તેમાં ગીતાર્થ કહે તે પ્રમાણે સમજવું. લવણાદિક સો યોજના ગયા પછી કેવી રીતે અચિત્ત થાય? એ પ્રશ્નના જવાબમાં એટલું જ કહેવાનું કે, જ્યાં તે ઉત્પન્ન થયું હોય તે દેશને યોગ્ય તેને આહાર મળવાનો અભાવ થવાથી, એક પાત્રમાંથી બીજા પાત્રમાં વારંવાર ફેરવવાથી, તેમજ વાયુ, અગ્નિ (તડકો) અને ધુમાડો લાગવાથી અચિત્ત થાય છે. કહ્યું છે કે, શસ્ત્ર ત્રણ પ્રકારનાં છેસ્વકાયશસ્ત્ર, પરકાયશસ્ત્ર ને ઉભયકાયશસ્ત્ર. તે આ પ્રમાણે–ખારું પાણી ને મીઠું પાણી મેળવવાથી બન્નેના જીવોનો વિનાશ થાય તે સ્વકાયશસ્ત્ર, અગ્નિ બીજા જીવોને બાળે તે પરકાયશસ્ત્ર અને જળ અગ્નિ ભેળા થવાથી તેમજ કાચી માટી ને પાણી ભેળા થવાથી બન્નેનો વિનાશ થાય તે ઉભયકાયશસ્ત્ર. પીપર, ખજૂર, દ્રાક્ષ, હરડે વગેરે પણ લવણની જેમ સો યોજન ઉપરાંત ગયા પછી અચિત્ત થવાનો સંભવ છે; પણ તેમાંથી કેટલીક વસ્તુ પરંપરાએ ગ્રહણ કરાય છે, અને કેટલીક ગ્રહણ કરાતી નથી. એટલે કે પીપર, હરડે પ્રમુખ વસ્તુ અચિત્ત ગણીને વપરાય છે અને ખજૂર, દ્રાક્ષ વગેરે વપરાતી નથી. તે જ પ્રમાણે લવણ પણ જો અગ્નિથી પ્રાસુક થયું હોય તો જ વાપરવું, અપક્વ હોય તો વાપરવું નહીં; કારણ કે તે કૃતિકારૂપ હોવાથી અભક્ષ્ય છે. હવે ચૌદમું રાત્રિભોજન નામનું અભક્ષ્ય કહે છે चतुर्विधं त्रियामाया-मशनं स्यादभक्ष्यकम् । __ यावज्जीव तत्प्रत्याख्याद्, धर्मेच्छुभिरुपासकैः॥१॥ ભાવાર્થ-“રાત્રે ચારે પ્રકારનું અશન (આહાર) અભક્ષ્ય છે. તેથી ઘર્મની ઇચ્છાવાળા ઉપાસકોએ (શ્રાવકોએ) માવજીવ સુથી તેના પચખાણ કરવા.” ચાર પ્રકારનું એટલે અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય. તે ચારે પ્રકારનું ભોજન રાત્રે અભક્ષ્ય છે, કારણ કે તે સમયે તેમાં ઘણા જીવો ઉદ્ભવે છે. તે વિષે શ્રાવકદિનકૃત્યમાં કહ્યું છે કે, तज्जोणिअ जीवाणं, तहा संपाइमाणयं ।। निसिभत्ते वहो दीठ्ठो, सव्वदंसीहिं सव्वहा ॥१॥ ભાવાર્થ-તોનિજ એટલે ચારે પ્રકારના આહારરૂપ યોનિથી ઉત્પન્ન થતા તેમજ સંપાતિમ એટલે ઉપરથી પડતા અનેક ત્રસ જીવોનો સર્વથા પ્રકારે સર્વજ્ઞોએ રાત્રિભોજનમાં વિનાશ દીઠેલો છે. સાથવા વગેરે રાંઘેલા પદાર્થમાં નિગોદની જેમ ઉરણીકાદિ જીવ ઊપજે છે, તેથી તેઓ તે યોનિ વાળા કહેવાય છે; વળી સંપાતિમ એટલે ઉપરથી આવીને પડતા પતંગીઆ, ફુદાં, કુંથવા, કીડી વગેરેનો પણ રાત્રે વઘ થતો સર્વજ્ઞ પુરુષોએ જોયેલો છે. શીતયોનિ વાળા ત્રસજીવો ભૂમિ, વસ્ત્ર અને આહારાદિમાં રાત્રે ઉત્પન્ન થાય છે, તેથી રાત્રે અસંખ્ય જીવોનો ઘાત કહેલો છે. વળી આકાશમાર્ગે એટલે અગાસીમાં તો દિવસના આઠમાં ભાગથી અકાય જીવોની વૃષ્ટિ થાય છે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy