SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૬૪] હિંસાના અભાવથી વિરતિ - ૧૫ दयां विना देवगुरुक्रमार्चा,-स्तपांसि सर्वेद्रिययंत्रणानि । दानादि शास्त्राध्ययनानि सर्वे, सैन्यं गतस्वामि यथा वृथैव ॥१॥ ભાવાર્થ-“દેવ ગુરુના ચરણની પૂજા, તપ, સર્વ ઇંદ્રિયોનું દમન, દાન અને શાસ્ત્રાધ્યયન તે સર્વ દયા વિના, સૈન્ય વગરના રાજાની જેમ વૃથા છે.” વળી “હાથીના ભવમાં સસલું ઉગાર્યાથી તે જીવ મેઘકુમાર થયો હતો, મેતાર્યમુનિ કૌંચપક્ષીને ઉગાર્યાથી મોક્ષે ગયા હતા, કપોતને બચાવવાથી શ્રી શાંતિનાથ તીર્થકર થયા હતા અને શ્રી મુનિસુવ્રત સ્વામી અશ્વને ઉગારવા સાઠ યોજના ગયા હતા.” ચાણક્ય નીતિમાં પણ કહ્યું છે કે त्यजेद्धर्म दयाहीनं, क्रियाहीनं गुरुं त्यजेत् । त्यजेत् क्रोधमुखीं भााँ, निःस्नेहान् बांधवांस्त्यजेत् ॥१॥ ભાવાર્થ-“દયા વગરના ઘર્મને છોડી દેવો, ક્રિયા વગરના ગુરુને છોડી દેવા, ક્રોઘમુખી સ્ત્રીને છોડી દેવી અને સ્નેહ વગરના બાંધવોને છોડી દેવા.” હવે તે બળદ હંમેશા શ્રેષ્ઠીના મુખથી પ્રતિક્રમણ અને શાસ્ત્રાદિ સાંભળીને દેશવિરતિપણું પામ્યો, તેથી અષ્ટમી વગેરે પર્વતિથિએ તે પ્રાસુક તૃણ જળ સિવાય કાંઈ ખાતો પીતો નહીં અને દરરોજ જિનદાસ શેઠ જે પોતાના ગુરુ હતા તેના દર્શન કર્યા વિના પણ કાંઈ ખાતો નહીં. એક વખતે અષ્ટમીને દિવસે શ્રેષ્ઠી શૂન્યગૃહમાં રાત્રે પોસહ લઈ કાયોત્સર્ગે રહ્યા હતા. તે દિવસે તેની કુલટા સ્ત્રીએ કોઈ જાની સાથે તે શૂન્યગૃહમાં જ રાત્રે મળવાનો સંકેત કર્યો હતો, તેથી રાત્રે પાયા નીચે લોઢાના ચાર ખીલાવાળા પલંગ સહિત જારને લઈને તે સ્ત્રી જ્યાં શેઠ કાયોત્સર્ગ રહ્યા હતા ત્યાં આવી. અંધકારમાં શેઠને ત્યાં રહેલા નહીં જાણતી તે કુલટાએ તે ચાર ખીલાવાળો પલંગ તેની પાસે જ મૂક્યો. દૈવયોગે પલંગનો એક પાયો શેઠના પગ ઉપર આવ્યો. પછી પલંગ સ્થિર કરવાને માટે મુગરના ઘા કરી પેલા ચારે ખીલા જમીનમાં નાખ્યા. તેમાંના એક ખીલાથી શ્રેષ્ઠીનો પગ વીંઘાઈ ગયો, અને તેથી મહા વ્યથા થવા લાગી. પછી જ્યારે તે જારદંપતીએ તે પલંગ પર રહીને મૈથુન કરવા માંડ્યું તે વખતે વિશેષ ભાર પડતાં વઘારે પીડા ઉત્પન્ન થવાથી તે શ્રેષ્ઠી ક્રોઘ નહીં કરતાં શરીર ઉપર વિચાર કરી મનમાં ચિંતવવા લાગ્યા કે–“હે જીવ! તને સ્વવશપણું ઘણું દુર્લભ છે, જ્યારે તું ઘણું સહન કરીશ ત્યારે તને સ્વવશપણું પ્રાપ્ત થશે; બાકી જે પરવશપણું છે તેમાં તારે કાંઈ પણ ગુણ માનવો નહીં. અર્થાત્ તું પરવશપણે ગમે તેટલા કષ્ટ સહન કરે તેમાં તને કાંઈ ગુણ નથી, પણ સ્વવશપણે સહન કરીશ તો ગુણ પ્રાપ્ત થશે. તેવો વખત અત્યારે સ્વયમેવ પ્રાપ્ત થયો છે. વળી તું મૃત્યુથી શા માટે બીએ છે? તે કાંઈ ભય પામેલાને છોડતું નથી, પણ જે જગ્યું ન હોય તેને ગ્રહણ કરી શકતું નથી. તેથી જન્મ લેવો ન પડે તેવો યત્ન કર વળી હે પ્રાણી! અને પુરુષો દોષજાળને છોડી દઈને પારકા ગુણને જ મનમાં ઘારણ કરે છે. જેમ મેઘ સમુદ્રના ક્ષારપણારૂપ દોષને છોડી દઈ માત્ર જળને જ ગ્રહણ કરે છે.” એવી રીતે શ્રેષ્ઠીએ પોતાના દોષના વિચાર કર્યા, પણ તેના ઉપર કોપ કર્યો નહીં. છેવટે તે જ રાત્રીએ શુભ ધ્યાન વડે મૃત્યુ પામી સૌધર્મ દેવલોકે દેવતા થયા. પ્રાતઃકાળે પોતાના સ્વામીનું તે પ્રકારે મરણ જાણી “અહો! આ અકાર્ય થયું, હવે હું શું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy