SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૮૯] બ્રહ્મચર્ય-ભંગથી બઘા વ્રતોનો ભંગ ૮૫ પાસે આવીને સરાગ અને મઘુર વાણીથી તમને ક્ષોભ પમાડશે, તથાપિ તમારે ચલિત થવું નહીં. તેમ કરતાં જેનું મન તેની વાણીથી ક્ષોભ પામશે તેને હું સમુદ્રમાં પાડી નાખીશ.'' યક્ષનો આ ઠરાવ તેમણે કબૂલ કર્યો. પછી યક્ષ અશ્વરૂપે થઈ પોતાની પીઠ ઉપર તેમને બેસાડીને ચાલ્યો. અહીં રત્નદ્વીપની દેવી ઇંદ્રની આજ્ઞા પ્રમાણે કામ કરી પોતાના વાસગૃહમાં આવી. ત્યાં તેઓને જોયા નહીં એટલે તે તેમની પછવાડે દોડી અને સમુદ્રમાર્ગે તેઓ અશ્વરૂપી યક્ષની પીઠ પર બેસીને જતા હતા, ત્યાં આવી રાગ ભરેલી મધુર વાણી વડે બોલી કે—‘અરે પ્રાણવલ્લભો! મને અબળાને તજી દઈને તમારે ચાલ્યા જવું ઘટિત નથી, મારો કોઈ અપરાધ થયો હોય તો ક્ષમા કરો.’ ઇત્યાદિ અનેક આલાપથી તેને પૂર્ણ રાગી જાણી જિનરક્ષિત ક્ષોભ પામી ગયો. યક્ષે અવધિજ્ઞાન વડે જિનરક્ષિતના ચિત્તને વિષયાસક્ત જાણ્યું, એટલે તત્કાળ પોતાની પીઠ ઉપરથી તેને પાડી નાખ્યો. એટલે રત્નદેવીએ ખગથી તેના કટકે કટકા કરી નાખ્યા. જિનપાલે દૃઢ પ્રતિજ્ઞાથી તેની સન્મુખ પણ જોયું નહીં, તેથી તેને ક્ષેમકુશળ ચંપાનગરીમાં પહોંચાડી યક્ષ પોતાને સ્થાનકે ગયો. જિનપાલે સર્વ વૃત્તાંત પોતાના માતાપિતાને જણાવ્યો. પછી વૈરાગ્ય પામી શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લઈને તે સૌધર્મ દેવલોકમાં દેવતા થયો. ત્યાં બે સાગરોપમનું આયુષ્ય ભોગવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિને પામશે. ઉપરનાં દૃષ્ટાંતમાં તત્ત્વરૂપ જે ઉપનય છે તે છઠ્ઠા અંગમાં વિસ્તારથી કહ્યો છે. તે આ પ્રમાણે—જેઓ આ સંસારમાં રહ્યા સતા નિરંતર વિષયભોગની આકાંક્ષા રાખે છે, તેઓ ઘોર સંસારસાગરમાં પડે છે, અને જેઓ ભોગની અપેક્ષા રાખતા નથી તેઓ સંસાર અટવીનો પાર પામે છે. આ સંસારમાં દુઃખી જીવને શ્રી જિનાજ્ઞાના વચન તે શૈલક યક્ષના પૃષ્ટ (પીઠ) સમાન છે, જે સમુદ્ર તે સંસાર છે, અને જે પોતાને ઘેર પહોંચવાનું તે સિદ્ધિગમન તુલ્ય છે. જે દેવી તે મોહિનીરૂપ છે, તેમાં જે લુબ્ધ થઈ ક્ષોભ પામે તે જિનરક્ષિતની જેમ સંસારસમુદ્રમાં પડે છે, અને વિષયમોહ વડે અનંત જન્મમરણના દુઃખને પામે છે; અને જે પ્રાણી મોહિનીથી ક્ષોભ પામતા નથી તે જિનપાલની જેમ સંસારસાગરમાં નહીં પડતાં, તે જેમ પોતાને ઘરે પહોંચ્યો તેમ, પ્રધાન સુખ– સિદ્ધિસુખને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે એ કથાનો ઉપનય છે. ઉપરની કથા ઉપરથી સમજવાનું એ છે કે, રત્નદ્વીપની દેવીમાં દૃઢ કામનાને રાખનાર અને ભોગસ્પૃહા કરનાર જિનરક્ષિત દ્રવ્ય ભાવ બન્ને પ્રકારના સમુદ્રમાં પડ્યો અને વિષયમાં નિરપેક્ષ રહેનાર જિનપાલ શ્રી પરમાત્માની સભામાં યશનું પાત્ર થયો. વ્યાખ્યાન ૮૯ બ્રહ્મચર્ય-મંગથી બધા વ્રતોનો ભંગ ચોથા વ્રતનો ભંગ થવાથી બીજા બધા વ્રતોનો ભંગ થાય છે તે કહે છે– व्रतानामपि શેષાળાં, चतुर्थव्रतभंग । નીત્તયા મેવતામાહુ:, તસ્માદુઃશીલતાં ત્યઞ III For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy