SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૨૫] ન્યાયનીતિયુક્ત દ્રવ્ય-ઉપાર્જન ૧૮૯ વ્યાખ્યાન ૧૫ ન્યાયનીતિયુક્ત દ્રવ્ય-ઉપાર્જન પૂર્વે પાપવ્યાપારનો નિષેઘ કહ્યો ત્યારે કયા પ્રકારે દ્રવ્યવૃદ્ધિ કરવી તે કહે છે जहित्वा खरकर्माणि, न्यायवृत्तिममुंचकः । शुद्धेन व्यवसायेन, द्रव्यवृद्धिस॒जेत् गृही ॥१॥ અર્થ-ખરકર્મો તજીને, ન્યાયવૃત્તિ મૂક્યા સિવાય, શુદ્ધ વ્યવસાય વડે ગૃહસ્થ દ્રવ્યવૃદ્ધિ કરે.” ખરકર્મ એટલે નિર્દય જનોને ઉચિત એવા કોટ્ટવાળ, ગુકિપાળ (કલર) અને સીમપાળ વગેરેની નોકરી કે જે અત્યંત પાપવ્યાપારવાળી છે તે શ્રાવકે ન કરવી; અને સર્જનોને સ્તુતિ કરવા યોગ્ય એવી વાયવૃત્તિ રાખવી–શુદ્ધ નિષ્ઠા રાખવી. કારણ કે પરમાર્થ તો દ્રવ્ય ઉપાર્જનનો હેતુ ન્યાયવૃત્તિ જ છે. કહ્યું છે કે सुधीरर्थार्जने यत्नं, कुर्यान्यायपरायणः । न्याय एवानपायोऽय-मुपायं संपदां यतः॥१॥ ભાવાર્થ-“ડાહ્યા મનુષ્યો ન્યાયપરાયણપણે જ દ્રવ્ય ઉપાર્જન કરવાનો યત્ન કરે છે, કારણ કે સંપદા મેળવવાનો અપાય એટલે કષ્ટ વિનાનો ઉપાય ન્યાય જ છે.” ઉપલક્ષણથી દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, પાંખડી અને પાસસ્થાના ઘન વડે, તેમજ દેશ, કાળ અને જાતિ વગેરેને અનુચિત એવા વ્યાપાર કરવા વડે જે દ્રવ્ય મેળવવું તે પણ અન્યાયવૃત્તિ છે. દેવદ્રવ્ય તો વ્યાજે લેવું તે પણ મહાન દોષોને આપનારું છે. તે વિષે લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે देवद्रव्येण या वृद्धि-गुरुद्रव्येन यद्धनं ।। तद्धनं कुलनाशाय, मृतोऽपि नरकं व्रजेत् ॥१॥ ભાવાર્થ-“દેવદ્રવ્યથી જે દ્રવ્યવૃદ્ધિ કરવી અને ગુરુદ્રવ્યથી જે ઘન મેળવવું, તે ઘન કુળના નાશને અર્થે થાય છે, અને તે દ્રવ્યનો મેળવનાર મૃત્યુ પામીને પણ નરકે જાય છે.” આ વિષે એક મહાભારતમાં દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે–પૂર્વે શ્રી રામચંદ્રજીના રાજ્યમાં એક વખતે કોઈ સ્થાન રાજમાર્ગમાં બેઠો હતો. તેને કોઈ બ્રાહ્મણે કાંકરાવડે માર્યો; એટલે તે શ્વાન રોષ કરી પોતાને નિરપરાધે મારનાર બ્રાહ્મણના વસ્ત્રનો છેડો મજબૂત પકડીને બોલ્યો કે–“અરે વિખ!તે મને નિરપરાધીને કેમ માર્યો?” તે સમયે એ કૌતુક જોવાને માટે ઘણા લોકો એકત્ર મળ્યા; અને તેમને ન્યાયસભામાં લઈ ગયા. રાજા રામચંદ્ર શ્વાનના મુખથી બધી હકીકત સાંભળી પેલા બ્રાહ્મણને દંડ કરવા યોગ્ય ગણી શ્વાનને પૂછ્યું કે, “આ તને મારનાર બ્રાહ્મણને શો દંડ કરું? શ્વાન બોલ્યો કે– તે દુષ્ટને કોઈ મહાદેવનો પૂજારી કરો.” રાજાએ પૂછ્યું કે, “એવો દંડ આપવાનું શું કારણ?” શ્વાન બોલ્યો-“મહારાજ! આજથી સાતમે ભવે હું કોઈ મહાદેવનો પૂજારી હતો. હંમેશા મહાદેવની પૂજા કરી રખે દેવદ્રવ્ય ખાવામાં આવે એવા ભયથી હું હાથ ઘોઈને ભોજન કરતો હતો. એક વખતે એવું બન્યું કે, કોઈ પર્વનો દિવસ આવ્યો એટલે મહાદેવનું લિંગ દૂઘ, દહીં અને ધૃત વડે પૂરવામાં આવ્યું. પછી મહાદેવનો પખાલ કરતી વખતે જામી ગયેલું ઘી મારા નખમાં ભરાઈ રહ્યું. ભોજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy