SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૯ किटिकासंचितं धान्यं, मक्षिकासंचितं मधुः । कृपणोपार्जिता लक्ष्मीः , परैरेवोपभुज्यते ॥४॥ ભાવાર્થ-“કીડીઓનું સંચય કરેલું ઘાન્ય, માખીઓનું સંચેલું મઘ અને કપણે ઉપાર્જન કરેલી લક્ષ્મી–તેનો ઉપભોગ બીજા જ કરે છે.” વળી કોઈક એકલા કામને જ સેવે છે, અર્થ અને ઘર્મને સેવતા નથી. વિષયસુખમાં લુબ્ધ એવા બ્રહ્મદત્તચક્રી વગેરેની જેમ. તે વિષે લૌકિકશાસ્ત્રમાં પણ એક વાર્તા છે કે, સવાલાખ ગામનો અઘિપતિ અને દિલ્હીનો સ્વામી પૃથ્વીરાજ ચૌહાણ કામાસક્ત થવાથી રાજ્યભ્રષ્ટ થયો હતો. તેની હકીકત એવી છે કે, એક વખતે પૃથ્વીરાજ પંગુરાજાના અંતઃપુરમાંથી તેની પુત્રી સંયોગિતાને છળથી હરી ગયો અને પોતાના નગરમાં આવ્યો. પછી અત્યંત કામાસક્ત અને રાજ્યચિંતાથી રહિત એવા તે રાજાની વાત કોઈ મ્લેચ્છ બાદશાહના જાણવામાં આવી. તેથી તત્કાળ તે બાદશાહે તેના પર ચડાઈ કરીને સુખે સુખે તેનું રાજ્ય લઈ લીધું અને તેની બન્ને આંખોના પોપચાં સોયદોરાથી સીવી લઈ લોઢાના પાંજરામાં પૂર્યો. ત્યાં તે મહા દુઃખ પામ્યો. શ્રી જૈન આગમમાં પણ એકલા કામસેવન ઉપર અનંગસેન સોનીનો સંબંઘ છે. શીલોપદેશમાળાની વૃત્તિમાં તેને સ્ત્રીનું દાસત્વ કરનારો વર્ણવ્યો છે. તે સિવાય રિપુમર્દન વગેરેના પ્રબંઘ પણ કામાસક્તિ ઉપર કહેલા છે. આ પ્રમાણે ઘર્મ, અર્થ અને કામ સંબંધી એકસંયોગી ત્રણ ભાંગા થાય છે. હવે ક્રિકસંયોગી ભાંગા બતાવે છે. એટલે એમાં આસક્તિ અને એકમાં નહીં, એવી રીતે પણ ત્રણ ભાંગા થાય છે તે આ પ્રમાણે-કોઈ ઘર્મ અને અર્થમાં આસક્ત હોય છે, પણ કામમાં આસક્ત હોતા નથી કુમારપાળ રાજાની જેમ. કુમારપાળ ઘર્મ પ્રાપ્ત થયા પહેલાં ઘણી રાજકન્યાઓ પરણ્યા હતા. પણ વ્રત લેવા વખતે અલ્પ આયુષ્યને યોગે બીજી રાણીઓ મરણ પામી હતી અને એક ભૂયેલ્લદેવી જ જીવતી હતી. વ્રત લીઘા પછી તે પણ કેટલેક કાળે મૃત્યુ પામી. પછી તેમના બોંતેર સામંતાદિક વર્ગે ઘણી વિનંતી કરી કે, “હે પ્રજાપાળ મહારાજ! પુનઃ પાણિગ્રહણ કરો.” ત્યારે કુમારપાળે કહ્યું કે, “હવે સંસાર વધારવાના ઉપાયભૂત પાણિગ્રહણના આગ્રહથી સર્યું. મારે આજથી યાવજીવિત શીલવ્રત હો, કે જેથી બધી ક્રિયાઓ સફળ થાય.” સિદ્ધાંતમાં કહ્યું છે કે, “શીલથી વ્રત, દાન, તપ અને નિયમ વગેરે ભલે પ્રકારે આચરેલા થાય છે.” સામંતોએ કહ્યું, “રાજ! પટરાણી વિના માંગલિક ઉપચારો શી રીતે થાય? બીજા લોકોની જેમ રાજાઓ રાણી વગરના ક્યાંય સાંભળ્યા નથી, તેમ જોયા પણ નથી.” રાજાએ કહ્યું, “અરે! શ્રી ગાંગેય (ભીષ્મ પિતામહ)ને કેમ ભૂલી જાઓ છો કે જેમણે જન્મથી જ પાણિગ્રહણ કર્યું નહોતું?” પછી સામેતાદિકથી પરિવરેલા કુમારપાળે ગુરુ પાસે જઈને તેમને મુખે બ્રહ્મવ્રત અંગીકાર કર્યું. ત્યારથી મંત્રીઓ રાજઘર્મ સંબંઘી માંગળિક ઉપચારો-આરત્યાદિક અને મંગળપ્રદીપ કરવાનો અવસરે રાણી ભૂલ્લદેવીની સુવર્ણની મૂર્તિ કરાવીને રાજાની પડખે મૂકતા હતા. બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યું તે વખતે ગુરુએ કુમારપાળને રાજર્ષિનું બિરુદ આપ્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy