SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫3 વ્યાખ્યાન ૧૧૩] દિગ્વિરતિ વ્રતનું ફળ એટલે જેને દુર્જનની દુષ્ટતાનો અનુભવ થઈ ગયો હોય તેવા પુરુષોને એકાએક સન ઉપર પણ વિશ્વાસ આવતો નથી. ઉષ્ણ દૂઘથી દાઝેલો બાળક છાશ પણ ફૂંકીને પીએ છે.” એક દિવસે પદ્માએ બહુ આગ્રહથી કહ્યું કે–“હે સ્વામી! તમે શા માટે ભય રાખો છો? બધા પુત્રો કાંઈ તેવા થતા નથી. શાસ્ત્રમાં ચાર પ્રકારના પુત્રો કહ્યા છે–પ્રથમ અભિજાત એટલે પિતાથી અધિક થાય તે, બીજા અનુજાત એટલે પિતાના તુલ્ય થાય છે, ત્રીજા અપજાત એટલે પિતાથી કાંઈક ન્યૂન થાય તે અને ચોથા કુલાંગાર એટલે કુલમાં અંગારારૂપ થાય છે. તેઓમાં પ્રથમ પ્રકારના પુત્ર શ્રી આદીશ્વર પ્રભુ વગેરે જેવા, બીજા પ્રકારના પુત્ર ભરતચક્રીના પુત્ર સૂર્યયશા વગેરે જેવા, ત્રીજા પ્રકારના પુત્ર સગર ચક્રવર્તીના પુત્ર જન્દુકુમાર વગેરે જેવા અને ચોથા પ્રકારના પુત્ર કોશિકરાજા જેવા સમજવા. વળી સર્વ વૃક્ષો કાંઈ કાંટાળા થતા નથી, માટે હે સ્વામી! તમે પુનઃ પાણિગ્રહણ કરો.” આવાં સ્ત્રીનાં યુક્તિપૂર્વક આગ્રહવાળાં વચનથી ઘનદત્તે કોઈ ઘનવંત શેઠની કુમુદતી નામની કન્યા સાથે પાણિગ્રહણ કર્યું. અનુક્રમે કુમુદવતી સગર્ભા થઈ. એકદા “કોઈએ આવી રાતું કાંસાનું કચોળું લઈ લીધું એવું તેણે સ્વપ્ન જોયું. તે વાર્તા ઘનદત્તને જણાવતાં તેણે કહ્યું કે, “આપણો પુત્ર બીજાને ઘેર રહેશે.' અનુક્રમે પુત્ર પ્રસવ્યો. પૂર્વ પુત્રના ભયથી ઘનદત્તે તેને એક જીર્ણોદ્યાનમાં જઈને ત્યજી દીધો. તેને છોડીને પાછા વળતાં આકાશમાં દેવવાણી થઈ કે “હે શ્રેષ્ઠી! આ તારા પુત્રનું તારે એક સહસ્ત્ર દ્રવ્યનું ઋણ છે તે આપીને જા.” ભય પામેલા ઘનદત્તે તરત જ તેટલું દ્રવ્ય લાવીને ત્યાં મૂક્યું. પછી તે બાળકને ઉદ્યાનના માળીએ ઘેર લઈ જઈ પુત્ર તરીકે રાખ્યો. કહ્યું છે કે, “મનુષ્યો જેની ઇચ્છા કરતા નથી તેવી વસ્તુ સહજમાં પ્રાપ્ત કરે છે અને જેની હંમેશાં ઇચ્છા કરે છે તે કદી પણ પ્રાપ્ત થતી નથી. અહો! વિઘાતાનું વિપરીતપણું પણ કેવું છે?” ઘનદત્ત શેઠને ત્યાર પછી પૂર્વના જેવા જ સ્વપ્નથી સૂચિત બીજો પુત્ર થયો. ઘનદત્તે તેને પણ પૂર્વની જેમ છોડી દીધો. તે સમયે આકાશવાણી થઈ કે, “શ્રેષ્ઠી! આ કુમારનું તારે દશ હજારનું કરજ છે તે મૂકીને પછી જા.” તેણે તેવી રીતે કર્યું. તે ત્યાગ કરેલો પુત્ર કોઈ ઘનપતિ લઈ ગયો. પછી શુભ સ્વપ્નથી સૂચિત ત્રીજો પુત્ર થયો. સ્ત્રીએ ઘણું વાર્યા છતાં પણ શ્રેષ્ઠી તેને તજી દેવા ઉદ્યાનમાં ગયો. ત્યાં દિવ્ય વાણી થઈ કે, “અરે શ્રેષ્ઠી! આની પાસે તારું કોટાનકોટી દ્રવ્યનું લેણું છે, તે લીઘા વગર એને શા માટે છોડી દે છે?” આવી વાણી સાંભળી હર્ષિત થઈને તેને પાછો લાવી સ્ત્રીને અર્પણ કર્યો, અને તેનું મહાનંદ એવું નામ પાડ્યું. મહાનંદકુમાર પ્રતિદિન વૃદ્ધિ પામતો સતો યૌવનને પ્રાપ્ત થયો. અનુક્રમે તે સર્વ કળાઓનું પાત્ર થયો. બાલ્યવયમાં જ તેણે સમકિતમૂળ શ્રાવકના બાર વ્રત ગ્રહણ કર્યા. તેમાં છઠ્ઠા દિગ્વિરતિ વ્રતમાં ચાર દિશાએ તિરછા સો સો યોજનનું પરિમાણ રાખ્યું. યૌવનવયમાં આવતાં પિતાએ તેને એક ઘનાઢ્ય શ્રેષ્ઠીની કન્યા પરણાવી. પછી વ્યાપાર કરતાં અલ્પ દિવસમાં કોટીગમે દ્રવ્ય તેણે સંપાદન કર્યું. दातव्यलभ्यसंबंधो, वज्रबंधोपमो ध्रुवं । धनश्रेष्ठीह दृष्टांत-स्त्रीकुपुत्रसुपुत्रयुक् ॥१॥ ભાવાર્થ-“આ સંસારમાં લેણાદેણાનો જે સંબંઘ છે તે નિશ્ચયે (ખરેખર) વજબંઘના જેવો છે. તેના ઉપર ત્રણ કુપુત્ર અને એક સુપુત્રવાળા ઘનશ્રેષ્ઠીનું દ્રષ્ટાંત છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy