SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૧૨]. દિગ્વિરતિવ્રતથી લોભ-નિરોઘ ૧૫૧ શીખવવાને માટે તેને એક ગણિકાને ઘેર મોકલ્યો. ચારુદત્ત હળવે હળવે તે ગણિકા પર આસક્ત થયો. છેવટે તેણે વેશ્યાના પ્રેમને વશ થઈ પોતાનું ઘર પણ છોડી દીધું અને બાર વર્ષ સુધી વેશ્યાને ઘેર રહ્યો. એમ કરતાં એક વાર તેના પિતા ભાનુશ્રેષ્ઠીનો અંતસમય આવ્યો, એટલે તેણે પુત્રને બોલાવીને કહ્યું કે “હે વત્સ! તેં જન્મથી માંડીને મારું વચન માન્યું નથી પણ હવે આ છેવટનું એક વચન માનજે. તે એ કે જ્યારે તને સંકટ પડે ત્યારે નવકાર મંત્રને સંભારજે.” આ પ્રમાણે કહી તેના પિતા મૃત્યુ પામ્યા. થોડા દિવસ પછી તેની માતા પણ મૃત્યુ પામી. ચારુદત્તે દુર્વ્યસનથી માતાપિતાની સર્વ લક્ષ્મી ઉડાવી દીધી. ચારુદત્તની સ્ત્રી તેના પિતાને ઘેર ચાલી ગઈ. અહીં જ્યારે ઘન ખૂટી ગયું ત્યારે સ્વાર્થી વેશ્યાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો, એટલે તે સસરાને ઘેર આવ્યો. સાસરેથી થોડું ઘન લઈ કમાવા માટે વહાણે ચડ્યો. દૈવયોગે વહાણ ભાંગ્યું, પણ પુણ્યયોગે પાટિયું મેળવી કુશલક્ષેમ કિનારે આવ્યો. ત્યાંથી પોતાના મામાને ઘેર ગયો. ત્યાંથી દ્રવ્ય લઈ કમાવા માટે પગરસ્તે ચાલ્યો. માર્ગમાં ઘાડ પડી એટલે સઘળું દ્રવ્ય ચોર લઈ ગયા. પાછો દુઃખી થઈ પૃથ્વી પર ભટકવા લાગ્યો. એવામાં કોઈ યોગી મળ્યો. તેણે અર્થોઅર્ધ ભાગ ઠરાવી રસકૂપિકામાંથી રસ લેવા માટે માંચી ઉપર બેસાડીને તેને કૂવામાં ઉતાર્યો. રસનો કુંભ ભરીને ચારુદત્ત ઉપર આવ્યો એટલે કુંભ લઈને યોગીએ માંચી કૂપિકામાં નાખી દીધી. ચારુદત્ત કૂવામાં પડ્યો ને યોગી નાસી ગયો. ત્યાં કોઈ મૃત્યુ પામતા પુરુષને તેણે નવકારમંત્ર સંભળાવ્યો. ત્રીજે દિવસે ચંદનઘો ત્યાં રસ પીવા આવી. ત્રણ દિવસનો સુઘાતુર ચારુદત્ત તેને પૂંછડે વળગીને ઘણા કષ્ટ બહાર નીકળ્યો. આગળ ચાલતાં તેના મામાનો પુત્ર રુદ્રદત્ત તેને મળ્યો. રુદ્રદત્તે કહ્યું કે, બે ઘેટા લઈને આપણે સુવર્ણદ્વીપ જઈએ.” ચારુદત્તે હા પાડી એટલે બે ઘેટા લઈને તેઓ સમુદ્રને તીરે આવ્યા. પછી રુદ્રદત્તે કહ્યું કે “આ બે ઘેટાને હણીને તેના ચર્મની અંદર છરી લઈને પેસીએ. અહીં ભાખંડ પક્ષી આવશે તે માંસની બુદ્ધિથી આપણને ઉપાડીને સુવર્ણદ્વીપે લઈ જશે; એટલે આપણે ચામડાને છેદી બહાર નીકળી ત્યાંથી સુવર્ણ લાવીશું.” ચારુદત્ત બોલ્યો કે–“એ વાત ખરી, પણ આપણાથી જીવનો વઘ કેમ થાય? એટલામાં તો રુદ્રદત્તે શસ્ત્રનો ઘા કરીને એક ઘેટાને મારી નાખ્યું. પછી જેવો બીજાને મારવા જતો હતો. તેવો ચારુદત્તે ઘેટાને નવકારમંત્ર સંભળાવ્યો. ઘેટાએ અનશનવ્રત ગ્રહણ કર્યું. પછી બન્ને જણા તે ઘેટાના ચર્મની ઘમણમાં પેઠા; એટલે ભાખંડ પક્ષી તે ઘમણ લઈને આકાશમાં ઊડ્યું. માર્ગમાં બીજું ભાખંડ મળવાથી તેની સાથે યુદ્ધ થતાં તેના મુખમાંથી ચારુદત્તવાળી ઘમણ પડી ગઈ. ઘમણ સહિત ચારુદત્ત એક સરોવરમાં પડ્યો. તેમાંથી બહાર નિકળીને તે ઠેકાણે ઠેકાણે ભમવા લાગ્યો. અનુક્રમે એક ચારણ મુનિ તેના જોવામાં આવ્યા. મુનિને નમીને તે પાસે બેઠો. મુનિ બોલ્યા-રે ભદ્ર! આ અમાનુષ સ્થળમાં તું ક્યાંથી આવ્યો?” તેણે પોતાનું સર્વ દુઃખ જણાવ્યું, એટલે મુનિરાજે છઠું વ્રત વર્ણવી બતાવ્યું. ચારુદત્તે પ્રીતિથી તે વ્રત ગ્રહણ કર્યું. આ અરસામાં કોઈ દેવે ત્યાં આવી પ્રથમ ચારુદત્તને અને પછી મુનિને વંદના કરી. તે સમયે કોઈ બે વિદ્યાઘર તે મુનિને વાંદવા આવ્યા હતા. તેમણે પેલા દેવને પૂછ્યું કે, “હે દેવ! તમે સાધુને મૂકીને પ્રથમ આ ગૃહસ્થને કેમ નમ્યા?” દેવ બોલ્યો કે-“પૂર્વે પિપ્પલાદ નામે બ્રહ્મર્ષિ ઘણા લોકોને યજ્ઞ કરાવી, પાપમય શાસ્ત્રો પ્રરૂપીને નરકે ગયા હતા, (તેની ઉત્પત્તિ બીજા વ્રતની કથાના પ્રસંગે ૧. જુઓ પૃષ્ઠ ૪૮ (વ્યાખ્યાન ૭૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy