SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૮ અપરાધને ક્ષમા કરો. આજથી હું યાવજ્જીવ તમારી સાથે સંધિ કરું છું. અત્યારે મારા જીવની રક્ષા કરીને ‘જગજીવપાલક' એવા તમારા બિરુદને સત્ય કરો. પ્રથમ તમારું પરાક્રમ મેં સાંભળ્યું હતું, પણ તે ભૂલી જઈને હું અહીં આવ્યો. હવે કદી પણ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ નહીં. તમારું કલ્યાણ થાઓ; અને મને મારા આશ્રમમાં પહોંચાડો.'' રાજર્ષિ કુમારપાળ બોલ્યો કે—‘હે યવન! જો તું તારા દેશમાં છ માસ સુધી અમારી પ્રવર્તાવે તો હું તને છોડું. તારે મારી એટલી આજ્ઞાનો અમલ કરવો તે જ મારી ઇચ્છા છે. બળાત્કારથી કે છળથી પણ જીવરક્ષા કરાવવી એવો મારો નિશ્ચય છે અને એમ કરવાથી મને અને તને બન્નેને પુણ્ય થશે.’’ યવનરાજ તે બલિષ્ઠ રાજાનું આવું વચન ઉલ્લંઘન કરવાને સમર્થ થયો નહીં. પછી કુમારપાળ તેને પોતાના મહેલમાં લઈ ગયો અને ત્રણ દિવસ સુધી રાખી ઘણો સત્કાર કરી, જીવદયાની શિક્ષા આપીને પોતાના આપ્તજનની સાથે તેને સ્થાનકે પહોંચાડ્યો. કુમારપાળના સેવકો ગીજનીમાં છ માસ સુધી જીવરક્ષા કરાવી, યવનપતિએ આપેલી અશ્વ વગેરેની ભેટો લઈને કુમારપાળની પાસે પાટણમાં આવ્યા, અને તે વાર્તા કહીને ચૌલુક્યપતિને આનંદ પમાડ્યો. “આ પ્રમાણે સર્વ રાજાઓએ અને મુનિઓએ સ્તુતિ કરેલા માર્ગમાં ચાલનારા કુમારપાળ રાજાએ સેંકડો કંષ્ટ ભોગવીને પણ છઠ્ઠા વ્રતનું પાલન કર્યું.'' વ્યાખ્યાન ૧૧૨ દિગ્વિરતિવ્રતથી લોભ-નિરોધ લોભનો પ્રસાર પણ છઠ્ઠા વ્રતથી નિવૃત્ત થાય છે તે કહે છે— जगदाक्रममाणस्य, प्रसरल्लोभवारिधेः । स्खलनं विदधे तेन, येन दिग्विरतिः कृता ॥ १ ॥ ભાવાર્થ—જે પ્રાણી આ દિગ્વિરતિરૂપ છઠ્ઠું વ્રત ગ્રહણ કરે છે, તે આ આખા જગત પર આક્રમણ ક૨ના૨ અને ચારે બાજુથી પ્રસાર પામતા લોભરૂપી મહાસમુદ્રની સ્ખલના કરે છે.’’ વિશેષાર્થ—આ લોભરૂપી સમુદ્ર વિવિઘ કલ્પના કરવાથી પ્રસરે છે, તે આખા જગતને દબાવે છે, કારણ કે જે લોભને વશ થાય છે તેને ત્રણ લોકની સંપત્તિ અને ઇંદ્ર, ચક્રવર્તી તેમજ પાતાળપતિ નાગેંદ્રનું સ્થાન મેળવવાના મનોરથ થાય છે. એ રીતે તે સર્વ જગતને દબાવે છે. એવા લોભરૂપી સમુદ્રની સ્ખલના તે જ કરી શકે કે જેણે આ દિગ્વિરતિ વ્રત ગ્રહણ કર્યું હોય. કારણ કે તે પ્રતિજ્ઞા કરેલી સીમાથી આગળ જવાને ઇચ્છતો ન હોવાથી ઘણું કરીને કરેલી સીમાની બહાર રહેલા સુવર્ણ, રૂપું અને ધન ધાન્ય વગેરેનો તે લોભ કરતો નથી; અને જેને તેવો નિયમ હોતો નથી તે તૃષ્ણા વડે સર્વત્ર ભ્રમણ કર્યા કરે છે. આ વિષે ચારુદત્તનો પ્રબંધ છે તે આ પ્રમાણે ચારુદત્તની કથા ચંપા નગરીમાં ભાનુ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો, તેને ચારુદત્ત નામે પુત્ર હતો. તે યૌવન વયને પ્રાપ્ત થયો એટલે પિતાએ યોગ્ય કન્યા સાથે પરણાવ્યો. પણ કોઈ કારણને લઈને વૈરાગ્ય આવવાથી તે વિષયથી વિરક્ત થઈ પોતાની સ્ત્રી પાસે પણ જતો નહીં. અન્યદા તેના પિતાએ ચાતુર્ય For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy