SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયલક્ષ્મીપિ વિરચિત થી પારનાદબાપાનાર ભાગ-૨ (રાંત પ) વ્યાખ્યાન ૨ પ્રથમ અણુવ્રત-પ્રાણાતિપાત વિરમણ પ્રથમ ખંડમાં સમકિત સંબંધી વર્ણન કર્યું, તે તત્ત્વ જાણવાથી પ્રાપ્ત થાય છે, અને તે સમ્ય શ્રદ્ધાનરૂપ સમક્તિ જેને હોય છે તેને પ્રાયે વ્રત પણ પ્રાપ્ત થાય છે. એ સંબંધી આવેલો વ્રતો સંબંધી અધિકાર આ બીજા ખંડમાં કહેવામાં આવશે. अणुव्रतानि पंचैव, गुणानां च व्रतत्रिकम् । शिक्षाव्रतानि चत्वारि, द्वादशैते भिदा मताः॥१॥ ભાવાર્થ-પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, અને ચાર શિક્ષાવ્રત એ પ્રમાણે વ્રતના બાર ભેદ છે. પાંચ અણુવ્રતોમાંનું પહેલું અણુવ્રત સ્થૂલ જીવોની હિંસાનું નિવારણ તે ગૃહસ્થ શ્રાવકોએ વિવિઘ ત્રિવિધ ભાંગાએ ગ્રહણ કરવું. “શૂલ જીવ' એ શબ્દથી દ્વાદ્રિયાદિ ત્રસ જીવો ગ્રહણ કરવા. આદિ' શબ્દથી નિરર્થક સ્થાવર જીવોની પણ હિંસા દ્વિવિઘ ત્રિવિધે ન કરવી. તે પ્રથમ અણુવ્રત ગૃહસ્થ શ્રાવકોએ હર્ષથી ગ્રહણ કરવું. તે દ્વિવિઘ ત્રિવિઘનું સ્વરૂપ આ પ્રમાણે છે–સ્થૂલ જીવોની હિંસા કરવી નહીં અને કરાવવી નહીં એ દ્વિવિઘ, અને મન વચન કાયાએ કરવી નહીં અને કરાવવી નહીં એ દ્વિવિઘત્રિવિઘ. “આદિ' શબ્દથી એકવિઘ એકવિઘ પણ થાય છે. અહીં હિંસાદિકની વિરતિ કરે છે, તે સ્થળે જીવની હિંસા મન વચન કાયાએ કરતા નથી અને કરાવતા નથી, પણ તેને અનુમોદનાનો પ્રતિષઘ નથી; કારણકે ગૃહસ્થને સંતાન વગેરે પરિગ્રહ હોય છે તેથી તેને અનુમોદનાનો સંભવ છે. અહીં કોઈ શંકા કરે કે, શ્રી ભગવતીસૂત્રમાં ગૃહસ્થને પણ ત્રિવિશં ત્રિવિશેન' એટલે ત્રિવિષે ત્રિવિષે પ્રત્યાખ્યાન કહેલ છે. તે કથન આગમોક્ત હોવાથી નિર્દોષ હોવું જોઈએ, માટે તે પ્રમાણે અહીં કેમ નથી કહેતા? તેના પ્રત્યુત્તરમાં ગુરુ કહે છે કે, તે પ્રમાણે ત્રિવિધ ત્રિવિઘ ભંગનું અવિશેષપણું છે, એટલે અલ્પ ઠેકાણે તેનું વ્યાપકપણું છે. તે આ પ્રમાણે–જે પુરુષ દીક્ષા લેવાને ઇચ્છતો હોય છે અથવા જે અંત્ય સમુદ્રમાં રહેલા અભ્યાદિકના માંસનું પચખાણ કરે કે ખાસ ઘારીને કોઈ અમુક પ્રકારની (બિલકુલ અગવડ વિનાની) સ્કૂલ જીવહિંસાથી વિરતિ કરે તે ત્રિવિઘ ત્રિવિધેન' એમ ઉચ્ચરીને નિયમ ગ્રહણ કરે, પણ ઘણું કરીને “દ્વિવિઘ ત્રિવિઘ' ભાંગે ગ્રહણ કરે. એમાં “આદિ' શબ્દ લીઘેલો છે, તેથી દ્વિવિઘ દ્વિવિઘએ બીજો ભાંગો; દ્વિવિઘ એકવિઘ' એ ત્રીજો ભાંગો. “એકવિઘ ત્રિવિદ્ય' એ ચોથો ભાંગો. “એકવિઘ દ્વિવિઘ' એ પાંચમો ભાગો અને “એકવિઘ એકવિઘ એ છઠ્ઠો ભાંગો. એમ છ ભાંગા પહેલા અણુવ્રતમાં કહેલા છે. તેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy