SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૮૦]. ત્રીજું અણુવ્રત-અદત્તાદાન વિરમણ ૬૧ જે ફલ, ફુલ, પત્ર વગેરે પોતાની માલિકીનું છે તેને છેદવું તે જીવાદત્ત છે; કારણ કે તે સચિત્ત (જીવ યુક્ત) હોવાથી તેના જીવોએ કાંઈ પોતાના પ્રાણ તેને આપ્યા નથી, માટે તે અદત્ત છે. ગૃહસ્થ આપેલો આઘાકર્મી આહાર જો મુનિ ગ્રહણ કરે તો તે તીર્થકરની આજ્ઞા રહિત છે તેથી તે ત્રીજું તીર્થકરઅદત્ત કહેવાય છે. એવી રીતે શ્રાવકને અનંતકાય અભક્ષ્યાદિક પદાર્થો ખાતાં તીર્થકરઅદત્ત લાગે છે; અને જે સર્વ દોષથી રહિત હોય પણ ગુરુની આજ્ઞા વિના લેવાય કે વપરાય તે ચોથું ગુર્વદત્ત (ગુરુઅદત્ત) કહેવાય છે. અહીં તો પ્રથમના સ્વાગદત્ત (સ્વામીઅદત્ત)નો અધિકાર છે. તેના સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદ કહ્યા છે. તેમાં સૂક્ષ્મ એટલે સ્વામીની આજ્ઞા વગર જે કાંઈ તૃણ કે ઈટ જેવી વસ્તુ ગ્રહણ કરવી તે અને બાદર એટલે જે લેવાથી લોકોમાં ચોર કહેવાય છે. તે સ્થૂલ અદત્ત પણ કહેવાય છે. ચોરીની બુદ્ધિથી જે ક્ષેત્ર તથા ખળા વગેરેમાંથી અલ્પ પણ લેવું, તે પણ સ્થૂલ અદત્તમાં ગણાય છે. એ રીતે પહેલા સ્વામીઅદત્તના બે ભેદ છે. તેમાં શ્રાવકે સૂક્ષ્મમાં યતના કરવી અને સ્કૂલથી તદ્દન નિવૃત્તિ કરવી, એ ભાવાર્થ જાણવો. હવે તે વ્રતનું ફળ કહે છે–ચોરી કરવી તે વઘ કરવાથી પણ અધિક છે, કારણ કે વઘ વડે તો તે એક જ મરે છે અને ચોરી વડે ઘન હરવાથી તો બધું કુટુંબ સુઘાર્ત થઈ મરી જાય છે. ચોરીના કર્મને છોડનારો રોહિણેય ચોર દેવસંપત્તિને પામ્યો હતો, તેથી પ્રાણાંતે પણ વિવેકીએ પરઘન ચોરવું નહીં. આ વાર્તાનો સંબંઘ નીચે પ્રમાણે છે રોહિણેય ચોરની કથા વૈભાર પર્વતની ગુહામાં લોહખુર નામે એક ચોર રહેતો હતો. તેણે એક વખતે પોતાના પુત્ર રોહિણેય ચોરને શિખામણ આપી કે, “તારે કદી પણ શ્રી વીરની વાણી સાંભળવી નહીં.” અન્યદા રોહિણેય રાજગૃહી નગરીમાં ચોરી કરવા ગયો. ચોરી કરીને પોતાના સ્થાન તરફ જતો હતો ત્યાં માર્ગમાં શ્રીવીરપ્રભુનું સમવસરણ જોવામાં આવ્યું. તે વખતે “વીરની વાણી સાંભળવી નહીં' એવી પોતાના પિતાની આજ્ઞાનો ભંગ ન થાય એટલા માટે તે કાનમાં આંગળી રાખીને ચાલ્યો. તેમ ચાલતાં તેને પગમાં કાંટો વાગ્યો. તે કાંટો કાઢ્યા સિવાય ચાલી શકાય તેમ ન હોવાથી તેણે કાંટો કાઢવા એક હાથ નીચે કર્યો, તે વખતે ભગવંતની આ પ્રમાણેની વાણી તેના સાંભળવામાં આવી. अनिमिसनयणा मणकझ्झसाहणा पुण्फदामअमिलाणा । चउरंगुलेण भूमि न च्छिविंति सुरा जिणा बिंति ॥ ભાવાર્થ-“જેના નેત્રમાં નિમેષ (મટકા) થાય નહીં, જે મનની ઇચ્છા પ્રમાણે કરી શકે, જેની પુષ્પમાળા કરમાય નહીં, અને જે પૃથ્વીથી ચાર આંગળ ઊંચા રહે, તે દેવતા કહેવાય-એમ શ્રી જિનેશ્વર કહે છે.” આ પ્રમાણે સાંભળી તેણે ચિંતવ્યું કે, “મને ધિક્કાર છે કે, મેં આ વીરની વાણી સાંભળી! એમ ચિંતવતો તે આગળ ચાલ્યો. તેવામાં ચોતરફથી રાજપુરુષો આવી તે રોહિણેયને પકડી રાજા પાસે લઈ ગયા. રાજાએ તેનો વઘ કરવાની આજ્ઞા કરી, એટલે અભયકુમાર મંત્રી બોલ્યા–“સ્વામિન્! એને બધી હકીકત પૂછ્યા સિવાય, મુદ્દા માલ વિના, તેમજ તેની કબૂલાત વિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy