SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૬ તેને કેમ મારી શકાય?” રાજાએ કહ્યું કે, “ત્યારે તેને પૂછો.' એટલે રોહિણેય બોલ્યો કે-“ શાલિપુરનો નિવાસી દુર્ગચંદ્ર નામે કુટુંબી (કણબી) છું. આજે કાર્યપ્રસંગે રાજગૃહીમાં આવ્યો હતો. બહાર નીકળતી વખતે દરવાજા બંઘ હતા તેથી ભય પામી કિલ્લો ઉલ્લંઘીને હું મારે ગામે જતો હતો, તેવામાં પુરરક્ષકોએ મને પકડ્યો છે, માટે હું ચોર નથી.” આ પ્રમાણે તેણે કહ્યું, તથાપિ તેને કારાગૃહમાં પૂર્યો અને તેની તપાસ કરવા શાલિગામે માણસ મોકલ્યો. ત્યાં રોહિણેયે પ્રથમથી ગોઠવણ કરી રાખેલી હોવાથી તે ગામના માણસોએ રોહિણેયના કહેવા પ્રમાણે જ કહ્યું. પછી તેની મુખજુબાન કબૂલાત કરાવવા માટે અભયકુમાર તેને મદિરાપાન કરાવી બેસુઘ કરીને પોતાના મહેલમાં લઈ ગયા. ત્યાં દોગંદુક દેવની જેમ અપ્સરા જેવી રમણીઓથી વીંટાયેલા પલંગમાં તેને શયન કરાવ્યું અને ચિનાઈ વસ્ત્રોનો પોશાક પહેરાવ્યો. પછી જ્યારે તેનો કેફ ઊતરી ગયો ત્યારે ચારે તરફ દિવ્યસમૃદ્ધિ જોઈને તે વિસ્મય પામ્યો. તે સમયે અભયકુમારની આજ્ઞાથી ત્યાં રહેલા પુરુષો “જય પામો, આનંદ પામો.” એવા માંગલ્ય વચન ઉચ્ચારવા લાગ્યા, અને કહેવા લાગ્યા કે, હે દેવ! તમે આ વિમાનમાં સ્વામીપણે ઉત્પન્ન થયા છો, અમે તમારા સેવકો છીએ, આ અપ્સરાઓ તમારી પત્નીઓ છે; તેમની સાથે આનંદથી ક્રીડા કરો અને તમારા પુણ્યયોગે મળેલી આ સર્વ સંપત્તિ ભોગવો.” આ પ્રમાણે કહીને તેઓ તેની આગળ સંગીત કરવા લાગ્યા. તેવામાં એક સુવર્ણની છડીવાળા દ્વારપાળે આવીને કહ્યું કે, “હે દેવ! તમારે પ્રથમ અહીં સ્વર્ગની સ્થિતિ વિષે સર્વ માહિતી મેળવવી. પ્રથમ તો જે અહીં નવો દેવ ઉત્પન્ન થાય છે તે પોતાના પૂર્વ ભવના કરેલા પુણ્ય પાપને જણાવે છે, માટે તે આપ જણાવો.” છડીદારનાં આવાં વચન સાંભળી તેણે વિચાર્યું કે હું લોહખુરનો પુત્ર રોહિણેય છું, હું મૃત્યુ પામ્યો નથી, આ સર્વ કપટજાળ રચેલ જણાય છે. આ પ્રમાણે વિચારી પ્રથમ સાંભળેલી વીર ભગવંતે કહેલી ગાથાનો અર્થ ચિંતવ્યો કે, “જેના ચરણ પૃથ્વી ઉપર પડતા હોય, જેના શરીર પર પસીનો તથા મેલ થતો હોય, અને જેનાં નેત્ર દેવાતાં ઊઘડતાં હોય તે દેવતા હોય નહીં; માટે જરૂર આ કોઈ દેવ નથી અને હું પણ દેવ નથી.” આ પ્રમાણે ખાતરી કરીને તે બોલ્યો કે, “મેં પૂર્વ જન્મમાં સાત ક્ષેત્રોમાં ઘન વાપર્યું હતું, કોઈ વાર ચોરી વગેરે અપકૃત્યો કર્યા નહોતા, અને દાનાદિ ઘર્મ આચર્યો હતો, તેથી મને આવું સ્વર્ગસુખ પ્રાપ્ત થયું છે.” આ પ્રમાણેનો ઉત્તર સાંભળી અભયકુમારે વિચાર્યું કે, જે આવા દંભથી પણ વંચિત થયો નહીં તે છોડી મૂકવાને યોગ્ય છે.' પછી તેણે રાજાની આજ્ઞા વડે તેને છોડી મૂક્યો. પછી રોહિણેય ચોરે ચિંતવ્યું કે, “મને ધિક્કાર છે, કે હું પિતાની મિથ્યા આજ્ઞાથી આટલા વખત સુધી ઠગાયો. મેં ઇચ્છા વગર પણ શ્રી વીરપ્રભુનું એક વાક્ય સાંભળ્યું તો તેથી મને આ જ ભવમાં પ્રત્યક્ષ ગુણ થયો અને એવો જ પરભવે પણ થશે. માટે હવે તો પ્રભુએ કહેલા ઘર્મને સારી રીતે સાંભળી હું મારા જન્મને સફળ કરું.” કહ્યું છે કે न देवं नादेवं न गुरुमकलंकं न कुगुरुं । न धर्म नाधर्म न गुणपरिणद्धं न विगुणं ॥ न कृत्यं नाकृत्यं न हितमहितं नापि निपुणं । विलोकंते लोका जिनक्चनचक्षुर्विरहिताः॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy