SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૭ વિષયજન્ય સુખ મઘુબિંદુને આસ્વાદન કરનાર પુરુષની જેમ દુઃખરૂપ છતાં સુખરૂપ લાગે છે. તે મઘુબિંદુનું દ્રષ્ટાંત આ પ્રમાણે છે મધુબિંદુનું દ્રષ્ટાંત કોઈ પુરુષ સાર્થથી ભૂલો પડી મોટા અરણ્યમાં પેઠો. ત્યાં જાણે સાક્ષાત્ યમરાજ હોય તેવા કોઈ હસ્તીએ તેને અવલોકન કર્યો. તે ઉન્મત્ત હાથી તે પુરુષની સામે દોડ્યો. તેના ભયથી દડાની જેમ ઊછળતો ને પડતો તે પુરુષ નાઠો. થોડે જતાં આગળ એક કૂવો જોવામાં આવ્યો. તેથી તેણે વિચાર્યું કે, “આ હાથી જરૂર મારા પ્રાણ લેશે, તેથી આ કૂવામાં ઝંપાપાત કરવો સારો.' આવું ઘારી તે કૂવામાં પડ્યો. તે કૂવાના કાંઠા ઉપર એક વડનું વૃક્ષ ઊગ્યું હતું. તેની વડવાઈઓ કૂવામાં લટકી રહી હતી, તેથી પડતો એવો તે પુરુષ તે વડની વડવાઈ સાથે વચમાં લટકી રહ્યો. તેણે નીચે દ્રષ્ટિ નાંખીને જોયું તો કૂવાની અંદર જાણે બીજો કૂવો હોય તેવો એક અજગર મુખ ફાડીને બેઠેલો જોવામાં આવ્યો. વળી તે કૂવાના ચારે ખૂણામાં ઘમણની જેમ ફંફાડા મારતા ચાર સર્પો જોવામાં આવ્યા. ઉપર નજર કરતાં તેણે આલંબન કરેલા વડની શાખાને છેદવાને માટે કાળો અને ઘોળો એવા બે ઉંદર પોતાના કરવતના જેવા દાંતથી પ્રયત્ન કરતા નજરે પડ્યા. તેમજ ઉન્મત્ત ગજેન્દ્ર પણ તેને મારવાને માટે વડની શાખાને સૂંઢ વડે વારંવાર હલાવવા લાગ્યો. તેથી તે વૃક્ષની શાખા ઉપર રહેલા એક મઘપુડામાંથી ઊડીને કેટલીક મક્ષિકાઓ પેલા પુરુષને દંશ કરવા લાગી. આ પ્રમાણેની પીડાથી દુઃખી થતા તે પુરુષે કૂવામાંથી નીકળવાને માટે ઊંચું મુખ કર્યું. તેવામાં પેલા મધપુડામાંથી મઘનું એક બિંદુ તેના મુખમાં પડ્યું. તેનો સ્વાદ પામીને તે સુખ માનવા લાગ્યો. અને તેની મધુરતામાં બધું દુઃખ અને જીવનની અનિશ્ચિતતા–બધું જ ભૂલી ગયો અને બીજા ટીપાની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યો. તે વખતે કોઈ વિદ્યાઘર વિમાનમાં બેસી આકાશમાર્ગે જતો હતો. તે આ જીવની દયનીય દશા જોઈ તેને આપત્તિમાંથી મુક્ત કરવાને માટે વિમાન સહિત ત્યાં આવી કૃપાથી બોલ્યો કે, “હે મનુષ્ય! ચાલ, આ વિમાનમાં બેસીને સુખી થા.” તેણે કહ્યું કે, “હે દેવ! ક્ષણવાર રાહ જુઓ, તેટલામાં હું આ મઘુનું એક બિંદુ ચાટી લઉં.” પછી વિદ્યાઘરે ફરી વાર પૂછ્યું, તથાપિ તેણે તેવો જ જવાબ આપ્યો. છેવટે વિદ્યાઘર કંટાળી પોતાને સ્થાનકે ચાલ્યો ગયો. ઉપરના દ્રષ્ટાંત વિષે એવો ઉપનય છે કે, જે ઉન્મત્ત હાથી તે મૃત્યુ સમજવું. તે સર્વ જીવોની પછવાડે ભમ્યા કરે છે. તે વિષે શ્રી વસ્તુપાલ ચરિત્રમાં કહ્યું છે કે, लोकः पृच्छति मे वार्ता, शरीरे कुशलं तव ।। कुतः कुशलमस्माकं, आयुर्याति दिने दिने ॥१॥ ભાવાર્થ-“કોઈ પ્રસંગે નગરજનોએ મંત્રી વસ્તુપાલને કુશળતા પૂછી, ત્યારે મંત્રી બોલ્યા કે, લોકો મને શરીરની કુશળતા પૂછે છે, પણ મારી કુશળતા શી રીતે કહેવાય? કારણ કે આયુષ્ય તો દિવસે દિવસે ચાલ્યું જાય છે.” વળી અન્યત્ર કહ્યું છે કે–“આ વિશ્વ શરણ વગરનું, રાજા વગરનું અને નાયક વિનાનું છે કે જેથી કોઈ પણ ઉપાય ન ચાલે તેમ યમરાજરૂપ રાક્ષસથી તેનો ગ્રાસ થયા કરે છે. વળી જુઓ કે જે શ્રેણિકરાજાને ઇંદ્ર સ્નેહથી આલિંગન કરીને પોતાના અર્ધાસન ઉપર બેસાડતો હતો, તેવો શ્રેણિકરાજા પણ અશરણ થઈ અશ્રોતવ્યદશા (મરણ દશા) ને પામ્યો. વળી જેમ પશુઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy