SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૯૭] વિષયીને શીલનો પાઠ શીખવવો ૧૦૭ મૃત્યુનો ઉપાય જાણતા નથી, તેમ વિદ્વાનો પણ તેનો ઉપાય જાણતા નથી. આવી ઉપાય જાણવાની મૂઢતાને ધિક્કાર છે.’ હવે જે કૂવો કહ્યો તે સંસાર જાણવો, તે ગમનાગમનરૂપ જળથી ભરેલો છે. જે અજગર તે ભયંકર નરકભૂમિ સમજવી. ચાર ખૂણે જે ચાર સર્પો હતા, તે ક્રોધાદિ ચાર કષાયો જાણવા. જે વડવૃક્ષ તે મનુષ્યનું આયુષ્ય સમજવું. જે કાળો અને ઘોળો બે ઉંદર કહ્યા તે મનુષ્યના આયુષ્યને છેદન કરનારા શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ સમજવા. જે મક્ષિકાઓ તે જ્વર, અતિસાર, વાયુ વગેરે વ્યાધિઓ સમજવા, અને જે મધુબિંદુ તે વિષયરાગ સમજવો, કે જે માત્ર ક્ષણવાર સુખ આપનાર છે. જે વિદ્યાધર તે સદ્ગુરુ સમજવા અને તેનું વિમાન તે દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ધર્મ સમજવું. તે વિષે મધુબિંદુની સજ્ઝાયમાં કહ્યું છે રે, ચોર્યાશી લખ રે ગતિવાસી કાંતાર રે, મિથ્યામતિ રે ભૂલ્યો ભમે સંસાર જરા-મરણ રે અવતરણા એ કૂપ રે, આઠ ખાણી રે પાણી પ્રકૃતિ સ્વરૂપ રે, આઠ કર્મખાણી, દોય જાણી તિરિય નિરયા અજગરા, ચારે કષાયા, ક્રોધ-માયા લંબકાયા વિષધરા, દોય પક્ષ ઉંદર, મરણ ગજવર, આયુ વડવાઈ વટા, ચટકા વિયોગા, રોગ સોગા, ભોગ યોગા સામટા. અહીં કોઈ શંકા કરે કે, જે દેવતાને સુખ મળે છે તે અલ્પ નથી, પણ ઘણું છે; કેમ કે તે ઘણા કાળ સુધી રહે છે. દેવતાને એક ભવમાં અનેક સ્ત્રી સાથે સંભોગ પ્રાપ્ત થાય છે. તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે,‘ઇંદ્રના એક અવતારમાં બે કોડાકોડી, પંચાશી લાખ ક્રોડ, એકોતેર હજાર ક્રોડ, ચારસો ક્રોડ, એકવીશ ક્રોડ, સત્તાવન લાખ, ચાર હજાર, બસો અને પચાસ દેવીઓ થાય છે.’ એથી દેવતાને વિષયનું સુખ મધુબિંદુના સુખની જેમ અલ્પ કેમ કહેવાય?’ એ સત્ય છે, પણ હે વત્સ! અનાદિકાળ પર્યંત ભોગવેલાં નિગોદાદિ દુઃખને આશ્રયીને દેવનું સુખ પણ તેના જેવું જ અલ્પ છે. વળી દેવતામાંથી ચ્યવેલો પ્રાણી તિર્યંચાદિ ગતિમાં અનંતકાળ સુધી વારંવાર ભમ્યા કરે છે, એથી તે અપેક્ષાએ પણ તેનું સુખ મધુબિંદુના જેવું સ્વલ્પ જ છે. જેમ કોઈ પુરુષે કંઠ સુધી મિષ્ટાન્ન ખાધું હોય તે વિકાર પામી અજીર્ણરૂપ થતાં વમન, વિરેચન અને લંઘન વગેરેનું ઘણું દુ:ખ તે અનુભવે છે; તેમ કામભોગાદિ સુખ દેવાદિકને પણ પરિણામે મહા ભયંકર છે, એમ જાણી મુનિજનો મનથી પણ તે સુખને ઇચ્છતા નથી. આ પ્રમાણે કામભોગસંબંધી સુખ કિંપાકફળની જેમ પરિણામે દારુણ અને મધુબિંદુની જેવું અલ્પ છે; એવું મનમાં વિચારી કયો સત્બુદ્ધિમાન અને શીલદૃષ્ટિવાળો પુરુષ તેમાં રાગને પ્રાપ્ત થાય? Jain Education International વ્યાખ્યા ૯૭ વિષયીને શીલનો પાઠ શીખવવો હવે મહાસતીનું લક્ષણ કહે છે— या शीलभंगसामग्री-संभवे निश्चला मतिः । सा सती स्वपतौ रक्ते- तराः संति गृहे गृहे ॥१॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy