SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧રૂર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૭ દાન પાંચ પ્રકારનાં પ્રસિદ્ધ છે, અને દુષ્ટ એવા આઠ જાતિના કર્મોને હણનાર તપ કહેવાય છે. ઇત્યાદિ અનેક ચાતુર્માસનાં કૃત્યો છે. તેમાં તત્પર એવા સૂર્યયશા વગેરેનાં અનેક દૃષ્ટાંતો પણ છે. તે પોતાની મેળે જાણી લેવાં. આ પ્રમાણે ઉપદેશપ્રાસાદ ગ્રંથની વૃત્તિમાં આ ચાતુર્માસ ક્રિયાનું વર્ણન શ્રી પ્રેમવિજયાદિક મુનિને અર્થે (કર્તા કહે છે) મેં લખેલું છે. “આ આષાઢ શુક્લ ચતુર્દશી સંબંધી કૃત્યો કે જે શ્રી વિજયલક્ષ્મી સૂરિએ બતાવેલા છે તે નિર્વાણના સાઘનોને સંપાદન કરનારા શુભ ચેતનાવાળા ઉપાસકોએ અવશ્ય સેવવા યોગ્ય છે.” વ્યાખ્યાન ૧૦૫ કામીની દયનીય દશા ઇંદ્રિયના વિષયભોગમાં ઘણું પાપ છે અને તેથી ઘણું દુઃખ ભોગવવું પડે છે તે કહે છે– विषयातमनुष्याणां, दुःखावस्था दश स्मृताः । पापान्यपि बहून्यत्र, सारं किं मूढ ! पश्यसि ॥४॥ ભાવાર્થ-“વિષયપીડિત મનુષ્યોની દશ દુઃખાવસ્થા કહેલી છે, અને તેમાં પાપ પણ બહુ લાગે છે, તે છતાં હે મૂઢ! તેમાં તું સાર શું દેખે છે?” કામીઓની જે દશ દુઃખાવસ્થા કહી છે તે આ પ્રમાણે–પ્રથમ અવસ્થા અમુક સ્ત્રીનો અભિલાષ, બીજી તે મળશે કે નહીં તે વિષે ચિંતા, ત્રીજી વારંવાર તેનું જ રટણ, ચોથી તેના ગુણોનું કીર્તન, પાંચમી તે વિષે ઉદ્વેગ, છઠ્ઠી તે માટે વિલાપ, સાતમી તેને લીધે ઉન્માદ (ગાંડાપણું), આઠમી રોગની ઉત્પત્તિ, નવમી જડતાની પ્રાપ્તિ અને દશમી મૃત્યુ-આ પ્રમાણે કામી મનુષ્યની દશ અવસ્થા થાય છે. તે વિષે સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે, “કામી જનને સુખનો વિપર્યય જ થાય છે–પ્રથમ તો તે જે જે સ્ત્રીને દેખે તેની ઉપર મન કરે છે, અને તેથી વાયુ વડે ચલાયમાન થયેલા વૃક્ષની જેમ તેનો આત્મા નિરંતર અસ્થિર રહ્યા કરે છે.” સાહિત્યમાં કહ્યું છે કે, “કોઈ કામી થયેલું પક્ષી જળાશયના એક તીરથી બીજે તીરે જાય છે, દીન થઈને ચિંતામાં પડે છે, યોગીની જેમ નિશ્ચલ મન વડે નેત્ર સ્તબ્ધ કરી ધ્યાન ઘરે છે, અને પોતાની છાયાને જોઈને શબ્દ કર્યા કરે છે. કાંતામાં મુગ્ધ થયેલા પક્ષીની પણ આવી સ્થિતિ થઈ જાય છે, તેથી આ પૃથ્વી પર જેઓએ કામવાસના નિવૃત્ત કરી છે તેવા પુરુષોને ઘન્ય છે અને કામીના દુઃખી જીવિતને ધિક્કાર છે!” સ્ત્રી સાથેના વિષયભોગમાં પાપ પણ બહુ છે તે વિષે શ્રી સિદ્ધાંતમાં કહેલ છે કે, “ગર્ભવતી લાખ સ્ત્રીઓના નિર્દયપણે પેટ ફાડે અને તેમાંથી નીકળેલા સાત આઠ માસના તરફડતા ગર્ભને મારી નાખે તેથી જેટલું પાપ લાગે તે કરતાં પણ નવગણું પાપ સાધુને એક વાર સ્ત્રીને સેવવાથી લાગે છે.” સાથ્વીની સાથે એક વાર કામ સેવવાથી તેથી હજારગણું પાપ લાગે છે, અને જો તીવ્ર રાગથી કામક્રીડા કરે તો કોટીગણું પણ પાપ લાગે છે અને તેનું બોધિબીજ નાશ પામે છે. ઇત્યાદિ પાપો કહેલાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy