SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૭૩] હિંસાના સ્થાન પણ વર્જ્ય ૪૧ આવ્યા ત્યારે તેમણે એક હાથીને પકડીને બાંધેલો હતો. આ મુનિને જોઈ તે હાથી લઘુકર્મી હોવાથી ખીલાને ઉખેડી મુનિના ચરણ પાસે આવ્યો અને મુનિને ભક્તિથી પ્રણામ કર્યા. મુનિના અતિશય જોઈ અને દેશના સાંભળીને તે તાપસો પ્રતિબોઘ પામ્યા અને તેમણે જૈનવાણીનો સ્વીકાર કર્યો. પછી આર્દ્રમુનિએ તેમને દીક્ષા આપી. ત્યાંથી સર્વ પરિવાર સહિત તે વીરપ્રભુની પાસે આવ્યા. તે વખતે અભયકુમાર સહિત શ્રેણિકરાજા પણ સમવસરણમાં આવ્યા. તેમણે આર્દ્રકુમાર મુનિને હસ્તિ છોડાવવાનો વૃત્તાંત પૂછ્યો, ત્યારે મુનિ બોલ્યા કે, ‘હે રાજન્! હાથીને બંધનથી છોડાવવો તે કાંઈ દુષ્કર નથી, પણ સૂત્રતંતુના (કાચા સૂતરના) પાશમાંથી છૂટા થવું તે દુષ્કર છે.' શ્રેણિકે સૂત્રતંતુ વિષે વધારે હકીકત પૂછી એટલે આર્દ્રકુમારે પોતાની બધી વાર્તા કહી સંભળાવી અને અભયકુમારની પ્રશંસા કરીને તેને ધર્માશિષ આપી. પછી આર્દ્રમુનિ સર્વ પાપને આલોઈ, પડિક્કમી, કેવળજ્ઞાન પામીને મોક્ષને પ્રાપ્ત થયા. ઉપર પ્રમાણે આર્દ્રકુમાર મુનિનાં વચનથી જેમ હસ્તિતાપસોએ હિંસા છોડી દીધી, તેમ તેમનું ચરિત્ર સાંભળીને પ્રાજ્ઞ પુરુષોએ પણ હંમેશા દયાધર્મનો પક્ષ કરવો. વ્યાખ્યાન ૭૩ હિંસાના સ્થાન પણ વર્જ્ય હવે મુનિ તથા ગૃહસ્થોને જે હિંસાના સ્થાન વર્જવા યોગ્ય છે તે કહે છે. मुखरंध्रमनाच्छाद्य, भणनीयं न कर्हिचित् । निमित्तं च विकालानां न वाच्यं कस्यचित्पुरः ॥ १ ॥ " સવૈ: સ્વરે નિશિથેન, પાટો વર્ગ સુબુદ્ધિમિઃ । હિંસાËાનાન્યનેાનિ, હ્યં જ્ઞાત્વા ત્યનેર્ વ્રુધઃ III ભાવાર્થ-‘મુખનું છિદ્ર ઢાંક્યા વગર ક્યારે પણ ભણવું નહીં અને કોઈની આગળ અનાગત (ભવિષ્યના) ફલાદેશ કહેવા નહીં. વળી બુદ્ધિમાને પાછલી રાત્રે ઊંચે સ્વરે ભણવું નહીં. આ પ્રમાણે અનેક હિંસાના સ્થાનો છે, તેને જાણીને પ્રાજ્ઞ પુરુષે ત્યજી દેવા.’’ પ્રથમ કહ્યું કે, મુખછિદ્રને વસ્ત્રાદિકથી આચ્છાદન કર્યા સિવાય ભણવું નહીં, તેનું કા૨ણ એ છે કે, તેમ ભણવાથી વાયુકાય જીવોની હિંસા થાય છે. મહાભારતમાં કહ્યું છે કે, ‘‘મુખવસ્તિકા છે તે મુખના નિઃશ્વાસને રોકનારી છે, તે જીવોની દયાને માટે રખાય છે.’’ તે વિષે અન્ય મતમાં કહે છે કે, “હે બ્રહ્મન્! અણુમાત્ર પણ અક્ષર બોલતાં નાસિકા વગેરેમાંથી નીકળતા એક શ્વાસ વડે સેંકડો સૂક્ષ્મ જંતુઓ હણાય છે.’’ તે વિષે પૂર્વાચાર્યો કહે છે કે, “ચાર સ્પર્શવાળા ભાષા વર્ગણાના પુદ્ગલો શ્વાસોશ્વાસના આઠ સ્પર્શવાળા પુદ્ગલોમાં મળી જવાથી આઠ સ્પર્શવાળા વાયુકાય જીવોને હણે છે.’’ વળી કોઈની આગળ જ્યોતિષ વગેરે ઉપરથી ભવિષ્ય કહેવું નહીં. તે વિષે કહ્યું છે કે, “જે મુનિઓ જ્યોતિષ નિમિત્તાદિ વડે ભવિષ્યના અક્ષરો કહે, અથવા કૌતુક ઇંદ્રજાળ વગેરે ચમત્કાર બતાવે, વળી ભૂતિકર્મ વગેરે કરે, તેમ કરવાને પ્રેરે અથવા તેમ કરનારની અનુમોદના કરે, તે મુનિના તપનો ક્ષય થાય છે.’’ તે વિષે એક ક્ષત્રિયનો પ્રબંધ છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy