SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ પ વળી આપે ‘કેમ ઓળખીશ?' એમ કહ્યું, પણ હું તેના ચરણના ચિહ્ન ઉપરથી ઓળખી કાઢીશ.'’ પછી પિતાની આજ્ઞાથી શ્રીમતીએ ત્યારથી નિત્ય મુનિઓને દાન આપવા માંડ્યું. બાર વર્ષ વીત્યા પછી તે મુનિ ફરીને અકસ્માત ત્યાં આવી ચડ્યા. ચરણના ચિહ્ન ઉપરથી તેમને ઓળખી શ્રીમતી બોલી કે, ‘હે સ્વામિન્! તે વખતે તો મને ક્રૂરની જેમ છોડીને નાસી ગયા હતા, પણ હવે ક્યાં જશો?' પછી આર્દ્રમુનિ પેલી આકાશવાણી સંભારી શ્રીમતીને પરણ્યા. અનુક્રમે તેમને એક પુત્ર થયો, તે મોટો થયો એટલે આર્દ્રકુમારે શ્રીમતીને કહ્યું કે, ‘હે ભદ્રે ! તમારો પુત્ર મોટો થયો છે, માટે હવે હું દીક્ષા લઈશ.' તે સાંભળી શ્રીમતી રેંટીઆની ત્રાક લઈને રૂ કાંતવા બેઠી. મોટા થયેલા પુત્રે માતાને પૂછ્યું કે, ‘માતા! તમે રેંટીઆની ત્રાક કેમ લીઘી?’ શ્રીમતી બોલી, ‘પુત્ર! જ્યારે તારા પિતા તપસ્યા કરવા જશે, અર્થાત્ દીક્ષા લેશે ત્યારે પછી મારે ત્રાકનું જ શરણ છે, એટલે કે રેંટીઓ કાંતીને જ પેટ ભરવું પડશે.' પુત્ર બોલ્યો-‘માતા! હું મારા પિતાને બાંધી રાખીશ, જવા નહીં દઉં.’ પછી પુત્રે ત્રાકના સૂત્રથી પોતાના પિતાના પગને વીંટવા માંડ્યા અને કહ્યું, ‘પિતાજી! મેં તમને બાંધી લીધા, હવે ક્યાં જશો?' આવું પુત્રનું આચરણ જોઈ આર્દ્રકુમારે પોતાના પગને વીંટેલા સૂત્રના તંતુની સંખ્યા કરી, ત્યારે તે બાર આંટા થયા. તે પ્રમાણે પોતે બાર વર્ષ સુધી ઘેર રહ્યા. જ્યારે અવધિ પૂર્ણ થયો ત્યારે તે ફરીથી દીક્ષા લઈ પવનની જેમ અપ્રતિબદ્ધપણે પૃથ્વી૫૨ વિહાર કરવા લાગ્યા. ૪૦ આ અરસામાં તેના પિતાએ રક્ષાને માટે મૂકેલા સુભટો કુમારને શોધતા હતા. પણ કુંવરની ભાળ મળી નહીં. રાજાના ભયથી તેઓ પાછા પણ જઈ ન શક્યા, તેથી તેઓ ચોરી કરીને પોતાની આજીવિકા ચલાવતા હતા. દૈવયોગે માર્ગમાં આર્દ્રમુનિ તેમને મળ્યા, તેમણે ધર્મોપદેશ કર્યો, એટલે પ્રતિબોધ પામી તે સર્વેએ દીક્ષા લીધી. તેમને સાથે લઈ આર્દ્રકુમા૨મુનિ શ્રી વીરપ્રભુને વાંદવા ચાલ્યા. માર્ગમાં ગોશાળો મળ્યો. તે બોલ્યો કે—“હે મુનિ! તમે વૃથા તપ કરી કષ્ટ સહન કરો છો, કારણ કે શુભ અશુભનું કારણ તો દૈવ જ છે, અને તે સર્વત્ર પ્રમાણ છે. કહ્યું છે કે, उपक्रमशतैः प्राणी, यन्न साधयितुं क्षमः । दृश्यते जायमानं तल्लीलया नीयतेर्बलात् ॥ ભાવાર્થ–સેંકડો યત્ન કરવાથી પણ પ્રાણી જે સાઘ્ય કરવા સમર્થ થતો નથી, તે દૈવના બળથી એક રમત માત્રમાં સાધ્ય થઈ જાય છે.'’ આર્દ્રકુમાર મુનિ બોલ્યા કે, ‘આમ કહેવું ઘટતું નથી. પ્રારબ્ધ (કર્મ) અને ઉદ્યોગ બન્નેના મળવાથી જ કાર્યસિદ્ધિ થાય છે. જેમ કર્મ–પ્રારબ્ધથી થાળીમાં ભોજન પ્રાપ્ત થયું હોય પણ જ્યાં સુધી હાથ મુખ તરફ લઈ જાય નહીં ત્યાં સુધી તે મુખમાં પેસે નહીં.' ઇત્યાદિ અનેક દૃષ્ટાંતો આપી તેમણે ગોશાળાને નિરુત્તર કરી દીધો. ત્યાંથી આગળ ચાલતાં આર્દ્રમુનિ હસ્તિતાપસોને આશ્રમે આવ્યા. તે તાપસો કાયમ હાથીને મારીને તેનું માંસ જ ખાતા હતા. તેઓ એમ માનતા હતા કે, ‘અનાજ વગેરેથી નિર્વાહ કરતાં અગ્નિકાય, વનસ્પતિકાય વગેરે ઘણા જીવોને મારવા પડે છે, તેથી ઘણું પાપ લાગે, માટે એક મોટો જીવ મા૨વાથી ઘણા વખત સુધી નિર્વાહ ચાલે ને પાપ થોડું લાગે.' જ્યારે આર્દ્રમુનિ ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy