SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૯૪] સ્ત્રી-સંસર્ગના દોષો ૧૦૧ રાણી બોલી–“હે સ્વામી! હજુ પણ ઘર્મકાર્યમાં વિલંબ કરો નહીં.” તે સાંભળી રાજા સોમચંદ્ર પોતાના પુત્ર પ્રસન્નચંદ્રને રાજ્ય ઉપર બેસાડી તત્કાળ તાપસવ્રત ઘારણ કર્યું. ઘારિણી રાણી ગર્ભવતી હતી,તથાપિ એક ઘાત્રીને સાથે લઈ પતિ સાથે ચાલી નીકળી. પૂર્ણ સમયે અનુક્રમે ઘારિણીને પુત્ર થયો, પરંતુ પ્રસવની ઉગ્ર પીડામાં તે મૃત્યુ પામી; એટલે સોમચંદ્ર તાપસને ચિંતા થઈ પડી કે હવે આ માતા વગરનો પુત્ર શી રીતે ઊછરશે? સ્વર્ગમાં ગયેલી દેવી ઘારિણી અવધિજ્ઞાને પોતાના તાપસપતિની ચિંતા જાણી ભેંસનું રૂપ લઈ ત્યાં આવી અને પોતાના બાળકને ઘવરાવ્યો. એવી રીતે દેવમાતા અને શાત્રીએ પાલન કરેલો તે બાળક મોટો થયો. તેના તાપસ પિતાએ તે બાળકને વલ્કલ* વસ્ત્રોમાં વીંટાળી તેનું વલ્કલચીરી એવું નામ પાડ્યું. અનુક્રમે તે ત્રણ વર્ષનો થયો ત્યારે ભેંસરૂપે આવેલી પૂર્વભવની માતા દેવલોકમાં ચાલી ગઈ. પછી તાપસે વનફળ તથા ઘા થી પોષણ કરેલો તે બાળક અનુક્રમે સોળ વર્ષનો થયો. તે પુત્ર માત્ર “તાત, તાત” એટલું જ બોલતો અને તેના પિતાને નમસ્કાર કરતો હતો. તેમજ વનફળ લાવી પિતાનું પોષણ કરતાં શીખ્યો હતો. એક વખતે પ્રસન્નચંદ્ર રાજા કોઈ ભીલના મુખથી પોતાના સહોદરનો પ્રબંઘ સાંભળી તેને મળવાને ઉત્સુક થયો; તેથી તેણે વેશ્યાઓને બોલાવીને કહ્યું કે, “તમે કોઈ પણ ઉપાયે લોભાવી મારા બંધુને અહીં લાવી આપો. પણ તમારે તેને દૂરથી જોવો, નહીં તો સોમચંદ્ર તાપસ તમને શાપથી ભસ્મ કરશે.’ આવાં તેનાં વચનથી તે વેશ્યાઓ તાપસીનો વેશ લઈ સોમચંદ્ર તાપસના આશ્રમ પાસે આવી. તે વખતે આશ્રમમાં વલ્કલચીરી એકલો જ હતો. વલ્કલચીરીએ તેમને દૂરથી આવતી જોઈ એટલે તેઓ તાપસરૂપે હોવાથી તેમને તાપસ જાણી તેણે નમસ્કાર કર્યા. પછી વનમાંથી લાવેલા ફળ તેમના આહાર માટે આગળ ઘર્યા. તે ફળોને જોઈને કપટમુનિઓ બોલ્યા, “મહારાજ! આવાં નીરસ ફળોને અમે શું કરીએ? અમારે તો પોતનપુરનાં ફળો જોઈએ. હે મુનિ!તમે અમારા આશ્રમના ફળની વાનગી જુઓ.” એમ કહી તે કપટી વેશ્યાઓએ તેને એકાંતમાં બેસાડી ખાંડ, સાકર અને દ્રાક્ષ વગેરે મઘુર મેવા વગેરેનો આગ્રહથી આહાર કરાવ્યો. તે મધુર ફળના સ્વાદથી હર્ષ પામી તે મુનિ બીલા, આંમલી અને કોઠાંનાં ફળો, જે પોતે ખાતો હતો તેના સ્વાદમાં ઉદ્વેગ પામ્યો. જેમ જેમ તે મુનિ લોભાતો ગયો તેમ તેમ તેઓ વિશેષ સ્વાદવાળી વસ્તુઓ તેને ખાવા આપવા લાગી. પછી તે મુનિના હાથને પોતાના સ્તન અને કોમળ ગાલ વગેરે ઉપર મૂક્યો. તેથી તે તાપસ બોલ્યો કે “મહાશય! તમારું શરીર આવું કોમળ કેમ છે? અને આ તમારા હૃદય ઉપર બે વેદિકા શેની છે?” તે બોલી–“અમારા પોતન આશ્રમના ફળોનું આસ્વાદન કરવાથી આવાં અંગ થાય છે, તેથી તમે પણ આ આશ્રમને છોડી પોતનાશ્રમમાં આવો.” પછી વલ્કલચીરી તેમની સાથે ત્યાં જવાનો સંકેત કરી પોતાના પાત્રો એકાંતે ગોપવીને ફરી વાર તેમની પાસે આવ્યો. કહ્યું છે કે तावन्मौनी यतिर्ज्ञानी, सुतपस्वी जितेन्द्रियः । _यावन्न योषितां दृष्टि-गोचरे यांति पुरुषः ॥ ભાવાર્થ-“જ્યાં સુધી પુરુષ સુંદર સ્ત્રીઓને દ્રષ્ટિગોચર થયો નથી ત્યાં સુધી જ તે મુનિ, યતિ, જ્ઞાની, તપસ્વી અને જિતેંદ્રિય રહે છે.” આ સમયે સોમચંદ્રઋષિ આમ તેમ ફરતાં ત્યાં આવતા હતા, તેમને દૂરથી આવતા જોઈ * ઝાડની છાલના બનાવેલા વસ્ત્રો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy