SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૨૪] કર્માદાનના છેલ્લા પાંચ અતિચાર ૧૮૭ એક વખતે તે સ્ત્રી વિચારવા લાગી કે, ‘જો મારો પતિ આ તલ વેચવાની વાત જાણશે તો મને હેરાન કરશે; માટે પ્રથમથી જ તેનો કાંઈક ઉપાય કરી રાખું.' આ પ્રમાણે વિચારીને એક વખતે તે તિલભટ્ટ રાત્રે પોતાના શાલિના ક્ષેત્રની રક્ષા કરવા ખેતરમાં ગયો હતો, તે અવસરે તે સ્ત્રીએ નગરની બહાર જઈ પિશાચણીનું રૂપ કર્યું. તે દિવસે મુનિપતિ નામે રાજર્ષિ મુનિની બારમી પ્રતિમા ધારણ કરી હેમંતઋતુમાં તે જ વનને વિષે કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા હતા. સંઘ્યાકાળે ગાયો ચારીને નગરમાં આવતા ગોવાળો તે મુનિને જોઈ તેમને શીત ન લાગે તેવા ઇરાદાથી પોતાના વસ્ત્ર તે મુનિને ઓઢાડી પોતપોતાને ઘેર ગયા હતા. પેલી સ્ત્રી તે મુનિની આગળ આવી, મુખ ઉપર કાજળ લગાડી, કાળા વસ્ત્રો પહેરી, હાથમાં ઉઘાડું ખગ લઈ અને માથે બળતી સઘડી લઈ ભયંકર શબ્દ કરતી શાલિના ક્ષેત્રમાં રહેલા પોતાના પતિ તિલભટ્ટ પાસે ગઈ અને બોલી કે, અરે તિલભટ્ટ! હું ભૂખી છું માટે તારું ભક્ષણ કરીશ. જો તારે જીવવાની ઇચ્છા હોય તો તારી તલની વખારો મને અર્પણ કર.’ તિલભટ્ટ ભયથી વિહ્વળ થઈ તેના પગમાં પડીને બોલ્યો કે, ‘હે માતા! જાઓ, મારી વખારના બધા તલનું ભક્ષણ કરો.' આવું ચરિત્ર કરીને તે સ્ત્રી પાછી જ્યાં મુનિપતિ મુનિ કાઉસગ્ગ ઘ્યાને રહેલા હતા ત્યાં આવી. તેણે વિચાર્યું કે, ‘મારું આ ચરિત્ર આ મુનિએ જોયું છે, તેથી તે સવારે લોકોની આગળ કહી દેશે, માટે જ્વળતા અગ્નિથી તેને બાળી નાખું.' આવું ચિંતવી મુનિના શરીર ઉપર રહેલા વસ્ત્રો સળગાવીને તે પોતાને ઘેર ગઈ, અને અસલ વેષ ધારણ કર્યો. મુનિપતિ મુનિ તો પ્રબલ આયુષ્યને લીધે જીવતા રહ્યા. તેમણે અગ્નિના પ્રબળ ઉપદ્રવમાં પણ શુભ ધ્યાન છોડ્યું નહીં. તે વખતે તેમણે ચિંતવ્યું કે, ‘અહો! આ અગ્નિ તો જડ એવા શરીરના પુદ્ગલોને બાળે છે. પોતાનું ઘર દૂર છતાં બીજાનું ઘર બળતું જોઈને તો મૂઢ પુરુષ જ શોક ઘરે છે, હે ચેતન! તારું ઘર તો જ્ઞાનાદિ ગુણરૂપ છે, તેનું યત્નથી સમતારૂપ જળ વડે સિંચન કર, કે જેથી તેને ક્રોધરૂપ અગ્નિની જ્વાળા લાગે નહીં.’ આવા શુભ ધ્યાનમાં તત્પર એવા તે મુનિના મુખનું અવલોકન કરવા સૂર્યનો ઉદય થયો. સર્વત્ર પ્રાતઃકાળ થયો એટલે પેલા ગોવાળીઆઓ ત્યાં આવ્યા. તેમણે મુનિની આવી સ્થિતિ જોઈને તે નગરના કુંચિક નામના શ્રેષ્ઠીને તે વાત જણાવી. કુંચિક શેઠે અચંકારી શ્રાવિકાને ઘેરથી લક્ષપાક તેલ લાવીને તે વડે મુનિના દેહને નીરોગી કર્યું. પેલો તિલભટ્ટ રાત્રે ઘેર આવી સૂઈ ગયો. પણ તેને ભયથી જ્વર આવ્યો અને વિચારમાં પડ્યો કે, ‘અરેરે! મારી બઘી તલની વખારો ગઈ, હવે હું શું કરીશ?’ આમ વિચારતાં તેનું હૃદય ફાટી જવાથી તે મૃત્યુ પામ્યો. પછી ઘણા ભવ સુધી તે તલમાં જ ઉત્પન્ન થયો. પ્રાયે કરીને એમ જાણવું કે, ‘જે આ ભવમાં ઘાંચી થઈને તલ પીલવાનું કામ કરે છે તે મરીને તલમાં ઉત્પન્ન થાય છે અને તેણે તલપણે પીલેલા જીવો તેને તિલયંત્રમાં પીલે છે.' આમ વિચારી શ્રાવકોએ તલ પીલવાનો વ્યાપાર છોડી દેવો ઇત્યાદિ. આ યંત્રપીલણ કર્મ તે અગિયારમો કર્માદાન સંબંધી અતિચાર જાણવો. (૧૨) બારમું નિર્ધાંછન કર્મ–ગાય વગેરેના કાન, કાંબલ, શીંગડા અને પુચ્છ છેદવા, તેને નાથવા, આંકવા, નપુંસક કરવા (ખસી કરવા), બાળવા તેમજ ઊંટ પ્રમુખની પીઠ ગાળવી—એ નિર્ણાંછન કર્મ કહેવાય છે. તે પ્રમાણે કરવાથી ગાય, બળદ, અશ્વ અને ઊંટ વગેરેને ઘણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy