SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ સ્નાન કરવું. કૂવા અને ઘરામાં સ્નાન કરવું તે અથમ સ્નાન છે; નદીમાં સ્નાન કરવું તે મધ્યમ સ્નાન છે, અને વાપી તથા તળાવમાં સ્નાન કરવું તે તો તદ્દન યોગ્ય નથી. જ્યાં સ્નાન કરવાથી જળમાં રહેલા જંતુઓ પીડા પામે, ત્યાં સ્નાન કરવાથી હે પાર્થ! પુણ્ય અને પાપ સરખું થાય છે. વળી બ્રહ્માંડપુરાણમાં પણ કહ્યું છે કે– ज्ञानं तीर्थं धृतिस्तीर्थं दानं तीर्थमुदाहृतं । तीर्थाणामपि यत्तीर्थं विशुद्धिर्मनसः परा ॥ १ ॥ ભાવાર્થ—“જ્ઞાન તીર્થ છે, ધૈર્ય તીર્થ છે અને દાન પણ તીર્થ છે; પરંતુ તે બધા તીર્થોનું પણ તીર્થ મનની ઉત્કૃષ્ટ શુદ્ધિ છે.’’ વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે, ‘‘જળ સ્વભાવથી પવિત્ર છે. તેને પણ જો અગ્નિ વડે ઉષ્ણ કર્યું હોય તો તેની પવિત્રતાની વાત જ શી કરવી? તેથી પંડિતજનો ઉષ્ણ જળ વડે શુદ્ધિ કરવી તેને વખાણે છે.’' મનુસ્મૃતિમાં કહ્યું છે કે, “અંતર્ગત દુષ્ટ ચિત્ત તીર્થસ્નાન કરવાથી શુદ્ધ થતું નથી. તે તો સેંકડો વાર જળથી ધોયેલા મદિરાના પાત્રની જેમ અપવિત્ર જ રહે છે. પ્રથમ શૌચ સત્ય, બીજું શૌચ તપ, ત્રીજું શૌચ ઇંદ્રિયોનો નિગ્રહ અને ચોથું શૌચ સર્વ પ્રાણી ઉપર દયા કરવી તે છે. ત્યાર પછી પાંચમું જળશૌચ છે.’’ વળી નાગરખંડમાં પણ કહ્યું છે કે, “દૃષ્ટિથી પવિત્ર (જોયેલા) સ્થાને પગ મૂકવો, વસ્ત્રથી પવિત્ર (ગળેલું) જળ પીવું, સત્યથી પવિત્ર (સાચું) વચન બોલવું અને મનથી પવિત્ર આચરણ કરવું.” હવે ગૃહસ્થે જો સ્નાન કરવું હોય તો દિવસે યતનાપૂર્વક કરવું; રાત્રે કરવું નહીં. મૂળ શ્લોકમાં ‘આદિ’ શબ્દ છે, તેથી પિશાબ અને દસ્ત પણ નિર્જીવ ભૂમિકાએ જ કરવું. ઇત્યાદિ પોતાની બુદ્ધિથી સમજી લેવું. વળી રસપદાર્થ એટલે ઘી, તેલ, દૂધ, દહીં, છાશ અને જળ વગેરેનાં પાત્રો તેમજ દીવો અને ‘આદિ’ શબ્દથી ભોજન વગેરેનાં પાત્રો આળસથી ઢાંકે નહીં; ઢાંકવા વડે જીવરક્ષા કરે નહીં તે પણ પ્રમાદાચરણ જાણવું. વળી મહાનસ એટલે રસોડા વગેરે સ્થાન ઉપર ઉલ્લેચ એટલે ચંદરવો બાંધે નહીં એ પણ પ્રમાદાચરણ કહેવાય છે; કારણ કે ગૃહસ્થે શયન, ભોજન અને પાક કરવાના સ્થાન ઉપર તેમ જ જલના તથા દેવ, ગુરુ અને ધર્મના સ્થાન ઉપર અવશ્ય ઉલ્લેચ બાંધવો જોઈએ. કારણ કે રસોડા વગેરે સ્થળે ચંદરવો બાંધેલ ન હોવાથી જીવવધ સંબંધી બહુ દોષનો સંભવ છે. તે ઉપર એક દૃષ્ટાંત છે તે આ પ્રમાણે– ઉલ્લેચ બાંધવા ઉપર મૃગસુંદરીની કથા શ્રીપુર નામના નગરમાં શ્રીષેણ નામે રાજા હતો. તેને જાણે બીજો દેવરાજ (ઇંદ્ર) હોય તેવો દેવરાજ નામે એક પુત્ર થયો હતો. તે કુમાર દૈવયોગે યૌવન વયમાં કુષ્ઠી થયો. સાત વર્ષ સુધી ઘણા ઉપાયો કર્યા પણ તે રોગ મટ્યો નહીં. છેવટે વૈદ્યોએ તેને તજી દીઘો. પછી રાજાએ ગામમાં એવો પડહ વગડાવ્યો કે, ‘જે આ કુમારને નીરોગી કરશે તેને હું મારું અર્ધું રાજ્ય આપીશ.” તે શહેરમાં યશોદત્ત નામના એક શ્રેષ્ઠીને શીલાદિ વ્રતમાં આસક્ત એક પુત્રી હતી, તેણે પડહને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy