SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૦૩] સ્ત્રીચરિત્ર અગમ્ય ૧૨૫ અરે પિતા! હું મારી સ્ત્રી સાથે સૂતો હતો, તે વખતે તમે નુપૂર લઈ ગયા તે શું? પુત્રવધૂનું ગુહ્ય સસરાએ જોવું યોગ્ય નથી.” પિતાએ કહ્યું, “અરે પુત્ર! કોઈ જાર તેની સાથે સૂતો હતો તેથી મેં તેમ કર્યું હતું અને પછી તને લઈ જઈ સુવાડીને તેણે આ કપટ કરેલું છે.” તે સાંભળી દુર્ગિલા બોલી કે, તે વાત અસત્ય છે, હું મારું સત્ય દેવતાની આગળ બતાવીશ.” એમ કહી તે સર્વને લઈ નગર બહાર રહેલા કોઈ પ્રભાવિક યક્ષની પાસે પોતાનું સત્ય બતાવવા ચાલી. માર્ગમાં પ્રથમથી સંકેત કરી રાખેલો પેલો જાર જુદો વેષ લઈ ગાંડો બનીને આવ્યો, અને દુર્ગિલાને ગળે, વૃક્ષને જેમ વાનર વળગે તેમ વળગી પડ્યો. તેને દૂર કરી યક્ષના મંદિર પાસે આવી પવિત્ર થઈ તેને પૂજીને બોલી કે, “હે દેવ! આ ગાંડો પુરુષ અને મારો પતિ તે સિવાય જો. કોઈ ત્રીજો પુરુષ મને લગ્ન થયો હોય તો તમે મને યોગ્ય શિક્ષા કરજો.” તે સાંભળી યક્ષ વિચારમાં પડ્યો કે “આનું સત્ય અસત્યરૂપ છે, માટે તેનું શું કરવું?' તે આમ વિચારે છે તેવામાં તો તે સ્ત્રી તેની બે જંઘા વચ્ચે થઈને નીકળી ગઈ, એટલે લોકોએ તેની પ્રશંસા કરી અને ત્યારથી નુપૂરપંડિતા એવા નામથી તે પ્રખ્યાત થઈ. આવા તેના ચરિત્રથી વિસ્મય પામેલા દેવદત્ત સોનીની તે દિવસથી નિદ્રા ઊડી ગઈ. દેવદત્તના તે ગુણથી રાજાએ તેને પોતાના અંતઃપુરનો અધિકારી રક્ષક નીમ્યો. રાજાના અંતઃપુરની મુખ્ય રાણી કોઈ હાથીના મહાવત સાથે આસક્ત હતી. મહેલની પાસે હસ્તિશાળા હતી. તેથી રાત્રે શિક્ષિત હાથી દ્વારા તે મહાવતને મળતી હતી. આજે આ નવીન સોની પહેરેગીર થવાથી અંતઃપુરમાં જાગતો હતો, એટલે તે રાણી વારંવાર તેને જોવા આવતી પણ તેને જાગતો જોઈ નિરાશ થઈ પાછી ફરતી હતી. પછી રાણીનું વૃત્તાંત જાણવાની ઇચ્છાથી દેવદત્ત કપટનિદ્રાથી સૂઈ ગયો. એટલે રાણી તેને સૂતેલો જોઈ મહેલના ગોખ પાસે આવી. ત્યાં પેલા જાર મહાવતે હાથી ઊભો કરી રાખેલો હતો તેણે પોતાની સૂંઢ વડે રાણીને નીચે ઉતારી. એટલે મહાવત તેના વાંસામાં હાથીની સાંકળ મારીને બોલ્યો કે “મોડી કેમ આવી?” ત્યારે તેણે નવા નિમાયેલા પહેરેગીરની વાર્તા કહી. પછી રાત્રિના છેલ્લા પહોરે પાછી મહાવતે તેને તેવી રીતે જ ઉપર પહોંચાડી દીધી. આ સર્વ ચરિત્ર દેવદત્તના જોવામાં આવ્યું. તેથી તેણે વિચાર્યું કે, “જ્યારે રાજાની સ્ત્રીઓનું આવું આચરણ છે તો પછી બીજા સાઘારણ માણસોની સ્ત્રીઓ કુશીલ હોય તેમાં શું આશ્ચર્ય!” આ પ્રમાણે વિચારવાથી તે ચિંતા રહિત થઈ ગયો. તેથી તેને છ માસે તે જ રાત્રીએ પૂરી નિદ્રા આવી ગઈ. તેની નિદ્રાનો વૃત્તાંત જાણી જ્યારે તે જાગ્યો ત્યારે રાજાએ તેનું કારણ પૂછ્યું. તેણે સર્વ વૃત્તાંત સ્પષ્ટપણે કહી જણાવ્યો. પછી રાજાએ તે રાણીને ઓળખી કાઢવા સારુ અંતઃપુરની સર્વ સ્ત્રીઓને કહ્યું કે, “તમે સૌ ઉઘાડે વાંસે ઊભી રહો, અને હું કમળના દડાનો પ્રહાર કરું તે સહન કરો.” સર્વ સ્ત્રીઓએ તે સ્વીકાર્યું. અનુક્રમે તે પ્રમાણે કરતાં જ્યારે પેલી કુલટા રાણીનો વારો આવ્યો, ત્યારે કમળપુષ્પથી તેના પર પ્રહાર કરતાં જ તે કપટ વડે મૂછ ખાઈને પૃથ્વી પર પડી ગઈ. રાજા તેના સ્ત્રીચરિત્રને જાણીને બોલ્યો કે, “અરે સ્ત્રી! તું મદોન્મત્ત હાથી સાથે રમે છે, છતાં કૃત્રિમ હાથીથી બીએ છે, અને લોઢાની સાંકળનો માર ખાઈ હર્ષ પામે છે છતાં આ કમળપત્રના ઘાતથી મૂછ ખાય છે.” આ પ્રમાણે કહી રાજાએ ક્રોઘથી આજ્ઞા કરી કે, “આ હાથી, મહાવત અને રાણીને પર્વતના ઊંચા શિખર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy