SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૬૭] હિંસાના સંકલ્પનું ફળ ૨૩ ગયો. ત્યાંથી નીકળીને અહીં મૃગાવતીના પુત્રરૂપે ઉત્પન્ન થયો છે. તેને મુખ ન હોવાથી તેની માતા રાબ કરીને તેના શરીર ઉપર રેડે છે. તે આહાર રોમના છિદ્ર દ્વારા અંદર પેસી પરુ અને રુધિરપણાને પામી પાછો બહાર નીકળે છે. આવા મહા દુઃખવડે બત્રીશ વર્ષનું આયુષ્ય પૂરું કરી મરણ પામીને આ જ ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય સમીપે સિંહ થશે. ત્યાંથી મરણ પામીને ફરી વાર પહેલી નરકે જશે. ત્યાંથી સર્વોલીયા(નોળિયા)પણાને પામી બીજી નરકે જશે. ત્યાંથી પક્ષી થઈ ત્રીજી નરકે જશે. એમ એક એક ભવને આંતરે સાતમી નરક સુધી જશે, પછી મચ્છપણું પામશે. પછી સ્થલચર જીવોમાં આવશે. પછી ખેચર–પક્ષી જાતિમાં ઊપજશે. પછી ચતુરિંદ્રિય, તે ઇંદ્રિય અને બેઇંદ્રિયમાં આવશે. પછી પૃથ્વી વગેરે પાંચે સ્થાવરમાં ભમશે. એવી રીતે ચોરાશી લાખ યોનિમાં વારંવાર ભમી અકામનિર્જરાએ લઘુકર્મી થવાથી પ્રતિષ્ઠાનપુરે એક શ્રેષ્ઠીને ઘેર પુત્રપણે ઊપજશે. ત્યાં સાધુના સંગથી ઘર્મ પાળી મરણ પામીને દેવતા થશે. ત્યાંથી આવી અનુક્રમે સિદ્ધિપદને પામશે.” આ પ્રમાણે શ્રી વિરપ્રભુએ ગૌતમસ્વામીને લોઢકનો સંબંઘ કહ્યો. આ કથા સાંભળી આસ્તિક પુરુષોએ ચરાચર જીવોની હિંસા છોડી દેવી અન્ને હંમેશાં પોતાનું ચિત્ત અહિંસક રાખવું. વ્યાખ્યાન ૭ હિંસાના સંકલ્પનું ફળ જે પુરુષ હિંસાનો મનોરથ કરે તે પોતે જ દુઃખી થાય છે. તે વિષે કહ્યું છે કે __ यदि संकल्पतो हिंसा-मन्यस्योपरि चिंतयेत् । तत्पापेन निजात्मा हि, दुःखावनौ च पात्यते ॥१॥ ભાવાર્થ-“જો કોઈ પ્રાણી સંકલ્પથી પણ બીજાની હિંસાનું ચિંતવન કરે, તો તે પાપથી પોતાના આત્માને જ દુઃખની ભૂમિમાં પાડે છે.” આ વિષે દાસીપુત્રનો પ્રબંઘ છે તે નીચે પ્રમાણે દાસીપુત્રની કથા કૌશાંબી નામની નગરીમાં મહીપાલ નામે રાજા હતો. તે નગરના ઉદ્યાનમાં ત્રણ જ્ઞાનને ઘારણ કરનાર વરદત્ત નામે મુનિ પધાર્યા. તેમણે ચતુર્વિધ સંઘને આ પ્રમાણે દેશના આપી–“જૈનીઓ અપરાથી અને નિરપરાધી બન્નેની ઉપર દયા કરે છે. જેમ ચંદ્ર, રાજા અને ચંડાલ બન્નેના ઘર ઉપર સરખી કાંતિ પ્રસારે છે તેમ.” - આ પ્રમાણે ઘર્મદેશના દેતાં ગુરુએ અકસ્માત હાસ્ય કર્યું. તે જોઈ સભાજનો વિસ્મય પામીને બોલ્યા–“ભગવન્! પ્રવચનમાં કહ્યું છે કે હાસ્ય કરવાથી સાત અથવા આઠ પ્રકારના કર્મનો બંધ થાય છે, તો તમારા જેવા મોહને જીતનારા પુરુષોને અવસર વિના હાસ્ય ઉત્પન્ન કેમ થયું?” મુનિ બોલ્યા- ભદ્રો! સાંભળો. આ લીંબડાના વૃક્ષ ઉપર સમડી નામે પક્ષિણી દેખાય છે, તે પૂર્વભવના વૈરથી ક્રોધ લાવી બે પગવડે મને મારી નાખવાને ઇચ્છે છે.” તે સાંભળી સભાજનોએ કૌતુકથી તેનો પૂર્વભવ પૂક્યો. મુનિએ તે સમડીને પ્રતિબોઘ થવા માટે કહ્યું કે “આ ભરતખંડમાં આવેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy