SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૬૬] હિંસાનું ફળ ૨૧ સત્વર અગ્નિમાં પડ્યો અને ભસ્માવશેષ થઈ ગયો. પછી હિરબળે રાજાને કહ્યું કે, ‘હે સ્વામી! પરસ્ત્રીના અંગનો સંગ કરવાની બુદ્ધિ છોડી આપ ચિરકાળ દીર્ઘાયુ થાઓ. સ્વામીદ્રોહનું મહા પાપ જાણી મેં આપને મૃત્યુથી બચાવ્યા છે. હવે ફરી વાર પાપબુદ્ધિ આપનારા તે મંત્રીના દર્શન થશે નહીં.' આ પ્રમાણે સાંભળી ખેદ કરતો સતો રાજા પોતાના મહેલમાં ગયો, પણ રાજા તેનું ચાતુર્ય જોઈને ઘણો સંતુષ્ટ થયો, તેથી તેની સાથે પોતાની કન્યાનો વિવાહ કર્યો. અહીં કાંચનપુરના રાજાએ મુસાફરોના મુખથી પોતાની પુત્રીના તથા હિરબળના ખબર સાંભળ્યા. તેથી તત્કાળ તેણે પોતાના જામાતાને તેડાવી પોતાનું રાજ્ય અર્પણ કર્યું. પછી હરિબળ રાજાએ પોતાના રાજ્યમાં અમારી ઘોષણા કરાવી. અન્યદા વિહાર કરતાં કરતાં તેના ધર્મગુરુ મુનિમહારાજ ત્યાં પધાર્યા. તેમને વંદના કરી ધર્મદેશના સાંભળી. પછી પોતાના દેશમાંથી સાતે વ્યસનોને દૂર કરાવ્યા. છેવટે પોતાની રાજગાદી ઉપર પોતાના પુત્રને બેસાડી ત્રણે રાણીઓ સાથે તેણે દીક્ષા લીઘી. અનુક્રમે હરિબળ રાજર્ષિ મુક્તિને પ્રાપ્ત થયા. હે ભવ્યો! આ પ્રમાણે હરિબળનું ચિરત્ર સાંભળી આ લોકમાં પણ પૂર્ણ ફળને આપનારી જીવદયાને વિષે મહાન પ્રયત્ન કરો. આ હરિબળનું વધારે વિસ્તારવાળું ચરિત્ર શ્રી પ્રતિક્રમણ સૂત્રની બૃહવૃત્તિથી જાણી લેવું. વ્યાખ્યાન હિંસાનું ફળ હવે જે પ્રાણી નિરંતર છકાયજીવની હિંસા કરવામાં તત્પર રહે છે તેનું ફળ બતાવે છે : निरपराधजंतूनां कुर्वंति वधमन्वहम् । " असंयता गतघृणा, भ्रमंति भवकंदरे ॥ १ ॥ ભાવાર્થ-જે પ્રાણી હંમેશા નિર્દયપણે અને અવિરતપણે નિરપરાધી પ્રાણીઓની હિંસા કરે છે તે આ સંસારને વિષે પરિભ્રમણ કરે છે.’’ શ્રી પુષ્પમાલાની ટીકામાં કહ્યું છે કે જે જીવ પ્રાણીને વધ બંધન કરવામાં તેમજ મારવામાં નિરંતર તત્પર હોય છે અને જીવોને અતિ દુઃખ આપનાર હોય છે તે મૃગાવતીના પુત્રની જેમ સઘળા દુઃખના સ્થાનરૂપ થાય છે.'' આ ઠેકાણે ‘વધ' શબ્દે તાડનાદિ કરવા વડે પીડા ઉપજાવવાનું સમજવું. ‘બંધ' શબ્દે દોરડા વગેરેથી સખ્ત બંઘન કરવાનું સમજવું અને ‘મારણ’ શબ્દવડે પ્રાણથી વિયોગ કરવાનું સમજવું. તે વધ, બંધ તથા મારણમાં રક્ત અને જૂઠું આળ દેવા વગેરેથી પ્રાણીને ઘણું દુઃખ ઉત્પન્ન કરનાર પ્રાણી મૃગાપુત્રની જેમ સમસ્ત પ્રકારના દુઃખનું ભાજન થાય છે. તે મૃગાપુત્રનું દૃષ્ટાંત શ્રી વિપાકસૂત્રને અનુસારે અહીં લખીએ છીએ. શ્રી મૃગાપુત્રની કથા શ્રી વીરપ્રભુ પૃથ્વીને પવિત્ર કરતા કરતા અન્યદા મૃગ નામના ગામના ઉદ્યાનમાં સમવસર્યા. પછી પ્રથમ ગણધર શ્રી ઇંદ્રભૂતિ પ્રભુની આજ્ઞા લઈને મૃગ ગામમાં ગોચરીએ ગયા. ત્યાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy