SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૬૫] કુલક્રમાગત હિંસા ત્યાજ્ય ૧૭ ભાવાર્થ-“હે યુધિષ્ઠિર ! જો કોઈ સુવર્ણનો મેરુ દાનમાં આપે અને સમગ્ર પૃથ્વીનું દાન કરે તો પણ તે એકને જીવિતદાન આપવા તુલ્ય થતું નથી.’’ ઇત્યાદિ દેશના સાંભળી ધર્મના મર્મને જાણીને હરિબળ બોલ્યો-‘હે ભગવન્! જેમ કોઈ રાંક ચક્રવર્તીના એંઠા ભોજનને છોડી ન શકે તેમ મચ્છીમારના કુળમાં જન્મેલા મારા જેવા રાંકને હિંસાનો ત્યાગ કરવો અશક્ય છે.' મુનિ બોલ્યા કે—“જો તું અધિક ત્યાગ કરી શકે નહીં તો ‘જે પ્રથમ જાળમાં મત્સ્ય આવે તેને છોડી દેવો' એવો અલ્પ નિયમ ગ્રહણ કર.'' હરિબળે એ નિયમ ગ્રહણ કર્યો. પછી નદીમાં જાળ નાખી એટલે તેમાં એક મોટો મત્સ્ય આવ્યો. ફરી વાર જાળ નાખતાં પણ તેનો તે મત્સ્ય આવ્યો. એટલે એંઘાણી રાખવા સારુ તેના કંઠમાં એક કોડી બાંધીને તેને છોડી મૂક્યો. પાછો ફરી વાર પણ તે જ આવ્યો. એવી રીતે સંધ્યાકાલ સુધી અન્ય અન્ય સ્થાને જઈને જાળ નાખી તો પણ તે જ મચ્છ આવ્યો અને તેને છોડી મૂક્યો. આવી તેની દૃઢતાથી કોઈ દેવ પ્રસન્ન થયો અને સંતુષ્ટ થઈને કહ્યું કે, ‘‘વરદાન માગ.’” હરિબળે કહ્યું, “આપત્તિમાં તત્કાળ મારી રક્ષા કરજો.’' દેવ તેવો વર આપીને અંતર્ધાન થઈ ગયો. પછી મત્સ્ય મળ્યો નહીં તેથી સ્ત્રીના ભયથી ઘેર નહીં જતાં તે કોઈ દેવાલયમાં જઈને સૂઈ રહ્યો. આ અરસામાં નગરમાં એવું બન્યું કે, એક દિવસ રાજકન્યા ગોખમાં બેઠી હતી. તે હિરબળ નામના કોઈ ગૃહસ્થના પુત્રને જોઈને તેના પર સરાગી થઈ. તેથી તેણે કોઈ ઉપાયથી હરિબળ શ્રેષ્ઠીપુત્રને પોતાના તરફ સરાગી કર્યો. દૈવયોગે તેમણે પરસ્પર જ્યાં પેલો હરિબળ મચ્છીમાર સૂતો હતો તે જ દેવાલયમાં તે જ દિવસે આવવાનો સંકેત કર્યો. રાજકુમારી વસંતશ્રી તો તે રાત્રે પોતાનું સર્વસ્વ લઈ અશ્વ ઉપર બેસીને તે દેવાલયને દ્વારે આવી. અહીં શ્રેષ્ઠીપુત્રે વિચાર્યું કે, ‘આ કામ કરવું ગુણીજનને યુક્ત નથી. એ કાર્ય કરવાથી કુળની મલિનતા થાય. વળી તે રાજપુત્રી હોવાથી બીજા પણ કષ્ટ પ્રાપ્ત થાય.' આવા વિચારથી તે રાત્રે ઘેર જ રહ્યો. કહ્યું છે કે ‘‘સ્ત્રી જાતિમાં દંભ, વણિક જાતિમાં અત્યંત બીકણપણું, ક્ષત્રિય જાતિમાં રોષ અને બ્રાહ્મણ જાતિમાં લોભ એ સ્વાભાવિક રહેલા છે.’’ અહીં પેલી રાજકુમારીએ દેવાલયને દ્વારે આવીને ‘રિબળ!’ એવા નામથી સાંકેતિક શ્રેષ્ઠીપુત્રને બોલાવ્યો ને કહ્યું કે—સ્વામી! ચાલો આપણે દેશાંતરે જઈએ, જેથી આપણા મનોરથ સફળ થાય.' મચ્છી હરિબળ કોઈ સાથે સંકેત છે એમ જાણી હુંકારો દઈને તૈયાર થયો. બન્ને એક જ અશ્વ ઉપર બેસી આગળ ચાલ્યા. રાજપુત્રી વારંવાર તેને બોલાવે, પણ તે તો માત્ર હુંકારો જ આપે. છેવટે રાજસુતાએ ખેદ પામી વિચાર્યું કે, ‘આ કોઈ બીજો પુરુષ છે.' તેમ કરતાં જ્યારે રવિનો પ્રકાશ થયો ત્યારે તો તેનું રૂપ જોઈ તેણે વિચાર્યું કે, “મને ધિક્કાર છે, પેલા હાથીની જેમ મારી બન્ને ઇષ્ટ વસ્તુ નષ્ટ થઈ. જેમકે—‘કોઈ હાથીને ગ્રીષ્મ ઋતુમાં દાહથી પીડિત થતાં ઘણી તૃષા લાગી, તેથી કોઈ સરોવર જોઈને તે ઉતાવળો તેની પાસે જવા ચાલ્યો, જેવો તે કાંઠાની નજીક આવ્યો તેવામાં તે કાદવમાં એવો ખૂંચી ગયો કે, દુદૈવયોગે તે તીર અને નીર બન્નેથી ભ્રષ્ટ થયો.’ આવા નિર્ભાગી, દુષ્ટ કુળમાં જન્મેલા, મૂર્ખ, અનિષ્ટ પતિના નિત્ય સંયોગ કરતાં તો એક વાર મરવું સારું છે.’ આ પ્રમાણે ખેદ કરતી રાજકુમારીને જોઈને હરિબળે વિચાર્યું કે, ‘મને ધિક્કાર છે, ભાગ ૨-૨ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Educa
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy