________________
વ્યાખ્યાન ૭૪] | હિંસા અને અહિંસાનું ફળ
૪૩ તે સાંભળ–અમુક અમુક દ્રવ્યનો યોગ મેળવી, એકાંતે ઓરડામાં બેસી, તેના કમાડ બંધ કરી, મધ્ય ભાગે રાખેલા જળ વગેરેમાં તે ચૂર્ણ નાખવું, એટલે સુવર્ણ સરખા વર્ણવાળા મસ્યો ઉત્પન્ન થશે. તેનું ભક્ષણ કરવાથી તારું શરીર પણ પુષ્ટ થશે. તે સાંભળી તે માછી પોતાને ઘેર ગયો અને ગુરુના કહેવા પ્રમાણે ચૂર્ણ તૈયાર કરી ઓરડામાં પેઠો. પછી તેનો પ્રયોગ કરતાં તેમાંથી એક વ્યાવ્ર ઉત્પન્ન થયો. તે તેનું ભક્ષણ કરી ગયો, જેથી તે પાપી મૃત્યુ પામીને નરકે ગયો, અને મુનિ તે પાપની આલોચના કરી સ્વર્ગે ગયા. માટે રાત્રે ઊંચા સ્વરથી પઠન પાઠન ન કરવું એ આ ઉપદેશનો સાર છે.
આ વિષે બીજું પણ એક દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે
કોઈ એક શ્રાવક રાત્રિને છેલ્લે પહોરે ઊંચે સ્વરે આવશ્યક (પ્રતિક્રમણ) ભણવા લાગ્યો. તે નજીક રહેલા પાડોશીની સ્ત્રીએ સાંભળ્યું, તેથી થોડી રાત્રિ શેષ હશે એવું જાણી તે ઊઠી અને અનાજ દળવાનો સમય જાણી દળવા બેઠી. તેવામાં ઘંટીના ગાળામાં રહેલા એક સર્પ કચરાઈ ગયો અને તેનું વિષ સર્વ લોટમાં પ્રસરી ગયું. તે લોટના રોટલા ખાવાથી તેના સર્વ સ્વજન મૃત્યુ પામ્યા. પેલા શ્રાવકે જ્ઞાની પાસેથી તે પાપની શુદ્ધિ જાણી તે પ્રમાણે આલોચના કરી અને મૃત્યુ પામીને સ્વર્ગે ગયો.
આ પ્રમાણે હિંસા થવાના અનેક પ્રકારો છે તે જિનેંદ્રકથિત શાસ્ત્રોથી તથા પોતાની બુદ્ધિથી જાણીને જે સુજ્ઞ પુરુષો તેનો ત્યાગ કરે છે તે શાશ્વત સુખવાળી મોક્ષલક્ષ્મીને પામે છે.
વ્યાખ્યાન ૭૪
હિંસા અને અહિંસાનું ફળ હવે હિંસા અને અહિંસાનું ફળ દર્શાવે છે.
हिंसा निरंतरं दुःख-महिंसा तु परं सुखम् ।
जाता ददात्यहो सूरचंद्रयोरिव तद्यथा ॥४॥ ભાવાર્થ-“હિંસા હમેશાં દુઃખ આપે છે અને અહિંસા પરમ સુખ આપે છે, તે વિષે સૂર અને ચંદ્રનું દૃષ્ટાંત છે.” તે આ પ્રમાણે –
સૂર અને ચંદ્રકુમારની કથા જયપુર નામના નગરમાં શત્રુંજય નામે રાજા હતો. તેને સૂર અને ચંદ્ર નામે બે પુત્રો હતા. પિતાએ યેષ્ઠ કુમાર સૂરને યુવરાજપદ આપ્યું, તેથી પોતાનું અપમાન થયું જાણી ચંદ્રકુમાર નગર છોડી વિદેશમાં ફરવા લાગ્યો. એક વખતે તેણે કોઈ મુનિના મુખથી નીચેના બે શ્લોક સાંભળ્યા
सापराधा इति प्रायो, गेहिभिः पुण्यदेहिभिः । न तव्यास्त्रसास्तावत्किंपुनस्ते निरागसः॥४॥ मीनानां वधप्रारंभे, छेदः स्वांगुलिनोऽभवत् ।
ચન્દ્રા શસ્રો હિંસાં ૨, નાતો થીવરથીષનઃ પરા ભાવાર્થ-“પવિત્ર દેહવાળા ગૃહસ્થ અપરાધી એવા પણ ત્રસ જીવોને હણવા નહીં, તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org