SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૫ નિ૨૫રાથી જીવોને તો કેમ જ હણાય? કોઈ બુદ્ધિમાન ઢીમરે મત્સ્યનો વધ કરતાં પોતાની અંગુલીનો છેદ થયો, તે ઉપરથી શસ્રવડે હિંસા કરવી જ તેણે છોડી દીઘી. તે કથા આ પ્રમાણે છે– ૪૪ ઢીમરની કથા–પૃથ્વીપુર નગરમાં એક ઢીમર (માછીમાર) રહેતો હતો, તે મસ્ત્ય મારવા ઇચ્છતો નહોતો, તથાપિ તેના સ્વજનવર્ગે તેને જાળ વગેરે આપીને મત્સ્ય મારવા બળાત્કારે મોકલ્યો. તે જાળમાં મત્સ્યો લઈને આવ્યો. સ્વજનોએ તેને મત્સ્ય ચીરવાને તીક્ષ્ણ શસ્ત્ર આપ્યું. તે શસ્ત્રથી મત્સ્યોનો વધ કરતાં તેની આંગળી કપાઈ ગઈ. તેની વેદનાથી પરાભવ પામતાં તેણે ચિંતવ્યું કે, ‘હિંસાપ્રિય જીવોને ધિક્કાર છે! કોઈને ‘મરી જા’ એવું કહેતાં પણ દુઃખ લાગે છે તો હિંસા કરતાં દુઃખ કેમ ન લાગે?’ એ વખતે કોઈ ગુરુ શિષ્ય નગરમાંથી બહાર ઠલ્લે જતાં તે સ્થાનેથી નીકળ્યા. તેમણે હાથમાં શસ્ત્રવાળા પેલા માછીને જોયો. તે જોઈ શિષ્ય ગુરુને કહ્યું કે, ‘હે ભગવન્! આવા પાપી જીવો તો કોઈ રીતે પણ તરે એમ લાગતું નથી.’ ગુરુ બોલ્યા-‘વત્સ! જિનેન્દ્રશાસનમાં એવો એકાંત કદાગ્રહ નથી; કારણ કે અનેક ભવોમાં સંચય કરેલા કર્મોને સદ્ભાવ અને અધ્યાત્મજ્ઞાન સહિત શુભ પરિણામ વડે પ્રાણી ક્ષણવારમાં નાશ પમાડે છે. તે વિષે કહ્યું છે કે, जं जं समयं जीवो, आवस्सइ जेण जेण भावेण । सो तंमि तंमि समये, सुहासुहं बंधए कम्मं ॥ જે જે સમયે જીવ જે જે ભાવમાં પ્રવર્તે છે, તે તે સમયે તેવાં તેવાં શુભાશુભ કર્મ બાંધે છે.’ આ પ્રમાણે કહી શિષ્યને નિરુત્તર કરીને ગુરુએ ઊંચે સ્વરે આ પ્રમાણે એક પદ કહ્યું કે‘નીવવો મહાપાવો.’ આ પ્રમાણે કહી ગુરુ આગળ ગયા. તે સાંભળી ઢીમરે તે પદ યાદ કરીને ચિંતવ્યું કે, ‘આજથી મારે કોઈ જીવનો વધ કરવો નહીં.’’ આવું ઘ્યાન કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી પોતે પૂર્વે ચારિત્રની વિરાધના કરેલી તેનું ફળ આ નીચ કુળમાં જન્મ વગેરે માની તે દીક્ષા લેવામાં ઉત્સુક થયો અને અંતે શુક્લધ્યાનથી તત્કાળ કેવળજ્ઞાન પામ્યો. સાન્નિધ્યમાં રહેલા દેવતાઓએ તેનો મહોત્સવ કર્યો. દેવદુંદુભિનો શબ્દ સાંભળી પેલા શિષ્ય ગુરુને પૂછ્યું કે, ‘આ શેનો શબ્દ છે?’ ગુરુ બોલ્યા–‘વત્સ! જો, તે ઢીમરને મહાજ્ઞાન ઉત્પન્ન થયું, તેનો દેવો મહોત્સવ કરે છે, તે સંબંધી આ દુંદુભિનો નાદ છે. હવે તું ત્યાં જઈ તેમને મારા ભવ વિષે પૂછ.’ પછી શિષ્ય શંકા અને વિસ્મય ઘરતો સતો ત્યાં ગયો. ત્યારે જ્ઞાની બોલ્યા કે–‘અરે મુનિ! શું વિચારો છો? હું તે જ ઢીમર છું, અને દ્રવ્ય ભાવ હિંસાના ત્યાગથી મને આ ફળ પ્રાપ્ત થયું છે. હવે તમે જે પૂછવા આવ્યા છો તેનો ઉત્તર સાંભળો–તમારા ગુરુ જે વૃક્ષ* નીચે ઊભા છે તેના પત્ર જેટલા તમારા ગુરુના ભવ છે, અને તમે આ ભવમાં જ સિદ્ધિને પામનાર છો.’ તે સાંભળી શિષ્ય ગુરુની પાસે જઈને તે વાત કહી, તે સાંભળી ગુરુ નૃત્ય કરી હર્ષ પામતા સતા બોલ્યા કે, ‘અહો! આટલા ગણતરી થઈ શકે તેટલા ભવે જ મને સિદ્ધિ પ્રાપ્ત થશે! ખરેખર હું ધન્ય છું અને તે જ્ઞાનીનું વાક્ય સત્ય છે.’ આ પ્રમાણે કહી તેમણે ત્યાંથી આગળ વિહાર કર્યો. પૂર્વોક્ત માછી હિંસાને છોડી ક્ષણમાં પરમજ્ઞાનને પ્રાપ્ત થયો; તેથી જ સર્વ વ્રતમાં અહિંસાવ્રતને મુખ્ય કહેલું છે તે સત્ય જ છે. તેના ગુણ વચનદ્વારા કહી શકાય તેમ નથી.’’ * તે વૃક્ષ આંબલીનું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy