SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૨૭] શુદ્ધ વ્યવહાર ૧૯૯ લખવામાં કે લાંચ લેવાદેવા વગેરેમાં માયા-કપટ અને પરવંચના કરવી નહીં. કહ્યું છે કે, “જે પ્રાણી વિવિધ ઉપાય વડે માયા રચી બીજાને છેતરે છે તે મહામોહનો મિત્ર, સ્વર્ગ તથા મોક્ષના સુખથી પોતાના આત્માને જ છેતરે છે.’' પ્રાયે કરીને માયા-કપટરહિતપણે કાપડ, સૂતર અને સોના રૂપા વગેરેનો વ્યાપાર કરવો; અર્થાત્ જેમ બને તેમ જેમાં અલ્પ પાપ થાય તે વ્યાપાર કરવો. અહીં કોઈ શંકા કરે કે, ‘સાધારણ સ્થિતિવાળા વ્યાપારીને માયા-કપટ કર્યા વિના કેવળ શુદ્ધ વ્યાપારથી નિર્વાહ શી રીતે થાય?” ઉત્તરમાં કહેવાનું કે ‘ઘણાં ફૂડકપટથી જે દ્રવ્ય ઉપાર્જન કર્યું હોય તે વર્ષ પછી અંતે રાજા, ચોર, અગ્નિ, જળ કે રાજદંડ વગેરેથી હરાઈ જાય છે, ચિરકાળ સ્થાયી રહેતું નથી. અને થોડો કાળ રહે તો પણ દેહના ઉપભોગમાં કે ધર્મકાર્યમાં વા૫૨વામાં પણ ઉપયોગી થતું નથી.’ કહ્યું છે કે, अन्यायोपार्जितं वित्तं, दशवर्षाणि तिष्ठति । प्राप्ते चैकादशे वर्षे, समूलं च विनश्यति ॥ १ ॥ ભાવાર્થ-અન્યાયથી મેળવેલું ધન દશ વર્ષ સુધી રહે છે, જ્યારે અગિયારમું વર્ષ પ્રાપ્ત થાય છે ત્યારે તે સમૂળગું નાશ પામે છે.’’ તે પ્રમાણે સાગરશ્રેષ્ઠી, પાપબુદ્ધિ અને ટંકશ્રેષ્ઠી વગેરેને બન્યું હતું; તેથી જે માયાકપટ રહિતપણે વર્તવું તે આ લોકમાં પણ પ્રતિષ્ઠાના હેતુભૂત થાય છે. વિહાર, આહાર અને વ્યવહાર એ ત્રણે તપસ્વીઓના જોવાય છે અને ગૃહસ્થનો તો શુદ્ધ વ્યવહાર જ જોવાય છે. વૃદ્ધો પાસેથી એવી પણ એક વાર્તા સાંભળી છે કે, ‘પુણિક નામે શ્રેષ્ઠી માત્ર પચીશ દોકડાનો સ્વામી હતો, અને તે હમેશાં સાડાબાર દોકડા પેદા કરી શુદ્ધવૃત્તિથી ગૃહભાર નિર્વાહ કરતો હતો.’ અહીં કોઈ શંકા કરે કે, ‘કેટલાક ન્યાયધર્મથી ચાલનારા દારિદ્રય વગેરેના દુ:ખથી પીડાતા જોવામાં આવે છે, અને કેટલાક અધર્મથી વ્યાપાર કરનારા ઐશ્વર્ય અને સમૃદ્ધિ વગેરેથી સુખી દેખાય છે. તો પછી શુદ્ધ વ્યવહારની પ્રધાનતા ક્યાં રહી?” તેના ઉત્તરમાં કહેવાનું કે, ‘તેમાં પૂર્વ કર્મના વિપાકની મુખ્યતા છે, આ ભવના કર્મની મુખ્યતા નથી.’ કર્મ ચાર પ્રકારના છે. તે વિષે શ્રી ધર્મઘોષસૂરિ કહે છે કે, “પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ અને પાપાનુબંઘી પાપ–એમ શુભાશુભ કર્મના ચાર પ્રકાર છે. જિનધર્મની સમ્યક્ પ્રકારે આરાધના કરનાર ભરતચક્રી જેવાઓને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય સમજવો, કે જે પુણ્ય ભોગવતાં પુણ્ય જ બંધાવે. અજ્ઞાનકષ્ટ વડે કોણિકની જેમ સમૃદ્ધિ પામવી તે પાપાનુબંઘી પુણ્ય સમજવું કે જે પુણ્ય ભોગવે પણ નવું પાપ જ બાંધે. તે ભવમાં પાપના ઉદયથી દરિદ્રી થયેલ એવા દ્રમકને મુનિ થવાના ભાવ થયા અને મુનિ થયા તે પુણ્યાનુબંઘી પાપ સમજવું કે જે પાપનો ઉદય નવીન પુણ્યબંધનું કારણ થાય. અને કાળસૌકરિક કસાઈ આદિની જેમ થાય તે પાપાનુબંધી પાપ સમજવું કે જે પાપ ઉદયમાં આવી નવું પાપ જ બંધાવે. આ પ્રમાણે સિદ્ધાંતમાં પુણ્યપાપની ચૌભંગી કહેલી છે.’' કોઈ માણસને પાપાનુબંધી પુણ્યના ઉદયથી આ ભવમાં વિપત્તિ જોવામાં આવતી નથી; તથાપિ પરિણામે આગામી ભવમાં તેને અવશ્ય વિપત્તિ પ્રાપ્ત થવાની છે એમ સમજવું. તે વિષે એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy