SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ પ કહ્યું કે, “ત્યારે તું અહીં રહે, હું નગરમાં જઈ ભોજન લઈ આવું.” પછી અરુણદેવ કોઈ દેવાલયમાં રહ્યો. થોડી વારમાં શ્રાંત થયેલા અરુણદેવને નિદ્રા આવી ગઈ. આ સમયે તે વનમાં તેની સ્ત્રી દેવણી ક્રીડા કરવા આવેલી તેના હાથમાં સોનાના કંકણ હતા. તે લેવા માટે તેના બન્ને હાથ કાપીને કોઈ ચોર કંકણ લઈ નાસી ગયો. તેનો પોકાર સાંભળી રાજાના સેવકો તત્કાળ ત્યાં દોડી આવ્યા અને ચોરની પાછળ દોડ્યા. પેલો ચોર જ્યાં અરુણદેવ સૂતો હતો તે દેવાલયમાં આવી ભય પામવાથી કંકણ અને ખગ અરુણદેવની પાસે મૂકીને નાસી ગયો. તેના ગયા પછી જ્યારે અરુણદેવ જાગ્યો ત્યારે તે કંકણ અને ખ જોઈ “આ કંકણ દેવીએ આપ્યા' એવું જાણી હર્ષથી લઈ લીઘા. તેવામાં ચોર પાછળ દોડતા રાજાના સેવકોએ ત્યાં આવીને કહ્યું કે-“અરે દુષ્ટ! હવે ક્યાં જઈશ?” એમ કહી અરુણદેવને મારવા માંડ્યો, એટલે તેના વસ્ત્રમાંથી બે કંકણ નીચે પડી ગયા. તત્કાળ તેને બાંધીને રાજા પાસે લઈ ગયા અને રાજાની આજ્ઞાથી તત્કાળ તેને શૂળીએ ચડાવી દીઘો. એ સમયે પેલો ભોજન લેવા ગયેલ મિત્ર ત્યાં આવ્યો. તે અરુણદેવની આ અવસ્થા જોઈ, “અરે સુખદુઃખમાં વત્સલ એવા મિત્ર! તું ક્યાં ચાલ્યો?” એમ બોલતો ઊંચે સ્વરે રુદન કરવા લાગ્યો. પ્રેક્ષક પુરુષોએ તેને પૂછ્યું કે, “આ કયા શ્રેષ્ઠીનો પુત્ર છે?” તે બોલ્યો, “હવે શું કહેવું, તેની કથા તો પૂર્ણ થઈ રહી.” પછી તેણે સર્વ વૃત્તાંત જણાવ્યું અને શિલા વડે આત્મહત્યા કરવા તૈયાર થયો. લોકોએ એકઠા મળી તેને નિવાર્યો. જશાદિત્ય પોતાની પુત્રી અને જામાતાનો સર્વ વૃત્તાંત સાંભળીને તથા તે અવસ્થામાં બન્નેને જોઈને ઘણો ખેદ પામ્યો. પછી જામાતા અરુણદેવને ભૂલી ઉપરથી નીચે ઉતરાવી તેણે રાજસેવકોને ઉપાલંભ આપ્યો. રાજા બોલ્યો કે, “હે શ્રેષ્ઠી! આ કામમાં સહસા (અવિચારી) કામ કરનાર એવો હું જ અપરાધી છું.” એ સમયે ચતુર્ભાની અમરેશ્વર નામે મુનિ મહારાજ ત્યાં પધાર્યા. તેમણે દેશના આપી કે, “હે ભવ્યો! મોહનિદ્રાને છોડી દો, અને ત્રિવિધે ત્રિવિશે હિંસા ત્યજી દો. વચન અને કાયા વડે કરેલી હિંસા તો દુઃખદાયક છે જ, પણ મનમાં ચિંતવેલી હિંસા પણ પ્રાણીને નરકમાં પાડે છે. તે વિષે એક દ્રષ્ટાંત સાંભળો વૈભારગિરિ ઉપર આવેલા એક ઉદ્યાનમાં અન્યદા કેટલાક લોકો ઊજાણી કરવા એકઠા થયા હતા. તેમને જોઈ કોઈ રાંક ભીખ માગવા આવ્યો. પણ તેના દુષ્કર્મોદયથી તેને કોઈ ઠેકાણેથી પણ ભિક્ષા મળી નહીં, એટલે તેણે વિચાર્યું કે, “અહા, આટલું બધું ભોજન છતાં પણ કોઈ મને આપતું નથી. તેથી આ સર્વને મારી નાખું.” આવું વિચારી કોપ કરીને તે ગિરિ ઉપર ચડ્યો અને એક મોટી શિલા તેમની ઉપર દેડવી દેતાં દૈવયોગે શિલા સાથે પોતે પણ પડી ગયો. સર્વ લોકો દૂર ખસી ગયા અને તે ભિખારી શિલા નીચે ચૂર્ણ થઈ મૃત્યુ પામીને નરકે ગયો. આ પ્રમાણે મનમાં ચિંતવેલી હિંસાનું પણ તેને માઠું ફળ પ્રાપ્ત થયું. વળી શ્રી આઉરપચ્ચકખાણપયજ્ઞામાં કહ્યું છે કે, “આહારની અભિલાષાએ મત્સ્ય સાતમી નરકે જાય છે, તેથી સાઘુએ મન વડે પણ સચિત્ત આહારની ઇચ્છા ન કરવી. અહીં મત્સ્ય એટલે તંદુલ મત્સ્ય વગેરે લેવા, તે પણ ગર્ભજ જાણવા. કારણ કે સંમૂર્ણિમ તો અસંજ્ઞીપણાને લીઘે પહેલી રત્નપ્રભા નરક સુધી જ જાય છે. તંદુલ મત્સ્ય મોટા મત્સ્યના મુખની પાસે આંખની પાંપણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy