SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૭૦] દયાનું ફળ ૩૩ ઉત્પન્ન થાય છે. તેનું પ્રમાણ તંદુલ જેટલું હોય છે, તે વજઋષભનારાચસંઘયણી હોય છે. મોટા મસ્યના મોઢામાંથી કેટલાય માછલાં પસાર થતા હોય છે. તે જ્યારે મોટું દબાવે ત્યારે તેના બે દાંતના પોલાણમાંથી કેટલાય નાના-નાના માછલા નીકળી પાછા પાણીમાં ચાલ્યા જાય છે. તે જોઈ આંખની પાંપણમાં રહેલો તંદુલમસ્ય વિચારે છે કે, આ મોટો મત્સ્ય મૂર્ખ છે. જો આ ઠેકાણે હું હોઉં તો એક પણ માછલાને જીવતો ન જવા દઉં.” જો કે તે એટલો લઘુકાય હોવાથી એક પણ માછલું ખાઈ શકતો નથી પણ આમ દુષ્ટ મનનો વ્યાપાર કરવાથી જઘન્ય અંગુળના અસંખ્યાતમા ભાગપ્રમાણ દેહવાળો એવો તે મત્સ્ય પણ સાતમી નરકે જાય છે, એમ શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે. તેથી મન, વચન, અને કાયા એ ત્રિવિષે થતી હિંસા અનેક ભવને આપનારી છે.” આ પ્રમાણે સાંભળી રાજા વગેરેએ તે સમયે પ્રાપ્ત થયેલું તે સ્ત્રી પુરુષના દુઃખનું કારણ પૂછ્યું. જ્ઞાની મુનિએ તેનો પૂર્વ ભવ કહેવાવડે તે સર્વ કહી બતાવ્યું. તે સાંભળી દેવણી અને અરુણદેવને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેમણે તત્કાળ અનશન અંગીકાર કર્યું. તે જોઈ સર્વ પર્ષદાએ સંવેગ પામી દયાઘર્મને સ્વીકાર્યો, અને તે દેવણી અને અરુણદેવ મરણ પામીને દેવલોકે ગયા. હે ભવ્યો! ઉપર પ્રમાણે ચંદ્રા માતા અને સર્ગ પુત્રનું વૃત્તાંત સાંભળીને હાસ્ય, મોહ કે દુષ્ટ બુદ્ધિ વડે કદી પણ હિંસાવચન બોલવું નહીં, અને હંમેશાં મનને દયાળુ રાખવું. - વ્યાખ્યાન ૭૦ દયાનું ફળ કેટલાક કહે છે કે, “આ જીવાત્મા અભેદ્ય, નિત્ય અને સનાતન છે, તો દેહરૂપ પિંડનો નાશ થવાથી જીવનો નાશ શી રીતે થાય? પૃથ્વીથી ઉત્પન્ન થયેલો ઘડો નાશ પામવાથી શું આકાશ નાશ પામે છે?' કદી કહેશો કે, ઘટાકાશ તો નાશ પામે છે, તો તે પણ કલ્પિત છે. વળી ગીતામાં કહ્યું છે કે, “યુદ્ધ કે યજ્ઞાદિકમાં જીવવઘ કરવાનો બાઘ નથી.” પણ તે વાક્ય અયુક્ત છે. કારણ કે, નિશ્ચય નયની અપેક્ષાએ જીવ નિત્ય અને ગતિ આગતિથી રહિત છે, પણ વ્યવહારની અપેક્ષાએ તે નાનાપ્રકારના દેહ પિંડાત્મક થઈ ગાયપણું, હાથીપણું, પુરુષપણું, સ્ત્રીપણું ઘારણ કરે છે, તેથી માંકડ, કીડી વગેરેમાં પણ ઉત્પન્ન થયેલો પ્રત્યક્ષ જણાય છે. તે પક્ષે દીપકનો નાશ થયે તેની પ્રભાના નાશની જેમ દેહરૂપ પિંડનો વિનાશ થતાં જીવનો પણ વિનાશ થાય છે. એથી જ “તું મરી જા' એવું કહેવાથી પ્રાણીને દુઃખ થાય છે અને મારી નાખવાથી તેનું ફળ નરકની વેદનારૂપ પ્રાપ્ત થાય છે, માટે સર્વ ઘર્મમાં દયાઘર્મ જ શ્રેષ્ઠ છે. તેની સ્તુતિ અમે પણ કરીએ છીએ. તેવી જીવદયામાં જેમના હૃદય તત્પર છે એવા શ્રી શાંતિનાથ અને મુનિસુવ્રતપ્રભ પૂર્વે થયા છે, તેમની કીર્તિ અદ્યાપિ પૃથ્વી પર પ્રવર્તે છે. આ વિષે અચિરા માતાના પુત્ર શ્રી શાંતિનાથપ્રભુનો સંબંઘ આ પ્રમાણે છે શ્રી શાંતિનાથજીના પૂર્વભવની કથા જંબદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના મંગલાવતી વિજયમાં રત્નસંચય નામના નગરને વિષે શ્રી શાંતિનાથ પ્રભુજીનો જીવ પૂર્વે વજાયુઘ નામે રાજા હતો. એક વખતે એક પારેવું ભય પામી રાજા (ભાગ ૨-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy