SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૯ ભાવાર્થ-કવિ, ચિત્રકાર, શિકારી, ભટ્ટ અને ગાંઘી–એ નરકે જાય છે અને તેમને વૈદ્ય માર્ગ બતાવે છે. આ નગરીમાં ઘવંતરી અને વૈતરણી નામે બે વૈદ્ય રહે છે, તેમની શી ગતિ થશે?” પ્રભુ બોલ્યા–“રાજનું! પહેલો સાતમી નર્કના અપ્રતિષ્ઠાન પાથડે ઉત્પન્ન થશે અને બીજો આરંભ કરે છે પણ તે કરતાં મનમાં કાંઈક બીએ છે, તેથી મરણ પામીને વનમાં વાનર થશે. ત્યાં કોઈ મુનિને પગે કાંટો વાગેલો જોઈ, જાતિસ્મરણ ઉત્પન્ન થતાં શલ્યોદ્ધારિણી ઔષધિ વડે તેમને સાજા કરશે. પછી મુનિ તેને ઘમપદેશ આપશે. તે સાંભળી પૂર્વના પાપકૃત્યને આલોઈ ત્રણ દિવસનું અનશન કરી સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થશે. પેલો ઘવંતરી વૈદ્ય ષકાય જીવની હિંસાથી વારંવાર અપ્રતિષ્ઠાન પાથડે ઉત્પન્ન થશે; અને વનસ્પત્યાદિકમાં એક કોડીને અનંતમે ભાગે વેચાશે. આ પ્રમાણે અનર્થદંડનો ત્રીજો ભેદ જાણવો.” (૪) પ્રમાદનું આચરણ તે અનર્થદંડનો ચોથો ભેદ છે. પ્રમાદ–મદ્યાદિ પાંચ પ્રકારના છે, તેને અંગીકાર કરવા એ અનર્થદંડ છે. તે વિષે આગમમાં કહ્યું છે કે, मजं विसय कसाया, निद्दा विकहा य पंचमी भणिया । एए पंच पमाया, जीवं पाडति संसारे ॥१॥ ભાવાર્થ–મ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા–એ પાંચ પ્રમાદ જીવને સંસારમાં નાખે છે. મદ્ય એટલે મદિરા-ઉપલક્ષણથી આથો, માંસ, સરકો અને તાડી વગેરેનું ગ્રહણ કરવું. મદ્ય લૌકિક અને લોકોત્તર બન્નેમાં નિંદ્ય છે. કહ્યું છે કે, “મદ્યથી મોહિત થયેલ બુદ્ધિવાળો પુરુષ ગાય છે, ભમે છે, યદ્રાતધા બોલે છે, રુએ છે, દોડે છે, જેને તેને પકડે છે, ક્લેશ કરે છે, મારે છે, હસે છે, ખેદ પામે છે અને પોતાનું હિત સમજતો નથી.” વળી “સંબોઘસિત્તરી”ની વૃત્તિમાં કહ્યું છે કે, “મદ્યથી મદોન્મત્ત થયેલા કૃષ્ણના પુત્રોના દોષથી એકસો ને બત્રીશ કુળકોટી યાદવોનો દ્વારિકાનો દાહ થવા વડે ક્ષય થયો.” તેમાં છપ્પન કુળકોટી યાદવ નગરમાં રહેતા હતા અને છોંતેર કુળકોટી યાદવો નગરની બહાર રહેતા હતા. તેઓમાં જેમણે ચારિત્ર અંગીકાર કરવું કબૂલ કર્યું તેમને નેમિનાથ પ્રભુ પાસે મૂકીને બાકીનાઓમાં જેઓ દ્વારિકાથી દૂર ગયા હતા, તેમને પણ ખેંચી લાવીને અગ્નિમાં હોમી દીઘા હતા. કુળકોટીની સંખ્યા એવી રીતે છે કે કોઈ એક યાદવના ઘરમાંથી એકસો આઠ કુમાર નીકળે એવા કુળને એક કુળકોટી કહેવાય એમ વૃદ્ધા પાસેથી સાંભળ્યું છે. તત્ત્વ તો બહુશ્રુત જાણે. આ પ્રમાણે પહેલો મદ્ય નામે પ્રમાદ જાણવો. વિષય તે શબ્દાદિક પાંચ પ્રકારે છે. કહ્યું છે કે, “જેનું ચિત્ત વિષયથી વ્યાકુળ હોય છે તેવો પુરુષ, પોતાનું હિત કે અહિત જાણતો નથી, તેથી એ જીવ અનુચિત કર્મ કરીને આ દુઃખથી ભરેલા સંસારરૂપ અરણ્યમાં ચિરકાળ ભટકે છે.” આ બીજો વિષય નામે પ્રમાદ જાણવો. કષ એટલે સંસાર તેનો આય એટલે લાભ જેનાથી થાય તે કષાય કહેવાય. તેના ચાર પ્રકાર છે. તેનું વિશેષ સ્વરૂપ આગળ કહેવામાં આવશે. આ કષાય નામે પ્રમાદનો ત્રીજો ભેદ જાણવો. નિદ્રા એટલે ઊંઘ, તે પાંચ પ્રકારની છે. જે નિદ્રામાંથી સુખ જગાય તે નિદ્રા, જેમાંથી દુઃખે જગાય તે નિદ્રાનિદ્રા, ઊભા ઊભા ઊંઘ આવે તે પ્રચલા, ચાલતા ચાલતા ઊંઘ આવે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy