SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ કિસલયમાં અનંતકાયપણું અને એકકર્તાપણું બન્ને હોય છે. કેટલાક આચાર્યો પ્રથમ પત્ર એ શબ્દથી બીજની પહેલી ઊગવાની જ અવસ્થા કહે છે. પછી તે પ્રત્યેક હો કે સાધારણ હો. સાર એ છે કે સર્વ પ્રકારના કિસલય અનંતકાયિક છે. (૧૮) ખરસુઓ. (૧૯) થેગ તે ગોપીકંદ. (૨૦) લીલી મોથ. (૨૧) લવણનો બીજો પર્યાય ભ્રમર નામના વૃક્ષની ત્વચા (છાલ). તે ત્વચા સિવાય તેના બીજા અવયવ લેવા નહીં. (૨૨) ખિલોડા તે પ્રસિદ્ધ છે. (૨૩) અમૃતવલ્લી. (૨૪) ચોવીશમો ભેદ મૂળા છે. વૈષ્ણવો પણ કંદ (કાંદા) અને લસણ જેવું કદી જ ખાતા નથી, તેને સદંતર ત્યાજ્ય ગણવામાં આવેલ છે. તે વિષે મહાભારતમાં પણ લખે છે કે पुत्रमांसं वरं भुक्तं, न तु मूलकभक्षणं । भक्षणान्नरकं गच्छेद् वर्जनात् स्वर्गमाप्नुयात् ॥१॥ ભાવાર્થ-“પુત્રનું માંસ ખાવું સારું પણ મૂળાનું ભક્ષણ કરવું સારું નહીં. જો મૂળા ખાય તો નરકે જાય છે અને તેને વર્જવાથી સ્વર્ગે જવાય છે.” रक्तमूलकमित्याहु-स्तुल्यं गोमांसभक्षणं । श्वेतं तद् विद्धि कौंतेय ! मूलकं मदिरोपमम् ॥१॥ ભાવાર્થ-“હે કુંતીપુત્ર (અર્જુન)! રાતા મૂળાનું ભક્ષણ એ ગાયના માંસભક્ષણ બરાબર કહ્યું છે અને શ્વેત મૂળાનું ભક્ષણ એ મદિરાપાન જેવું કહ્યું છે.” વળી કહ્યું છે કે यस्मिन् गृहे सदानार्थं, कंदमूलानि पच्यते । स्मशानतुल्यं तद्वेश्म, पितृभिः परिवर्जितं ॥१॥ ભાવાર્થ-જેના ઘરમાં હંમેશાં ખાવાને માટે કંદમૂળ રંઘાય છે, તેનું ગૃહ સ્મશાન જેવું છે અને પિતૃઓ તેને ત્યજી દે છે.” (૨૫) પચીશમો ભેદ ભૂમિરૂહ એટલે છત્રકનો છે. તે વર્ષાકાળમાં પૃથ્વીને ફાડીને ઊગી નીકળે છે, તેને બિલાડીના ટોપ કહે છે. (૨૬) છવીસમો ભેદ વિરૂઢ એટલે અંકુરિત થયેલા દ્વિદલ ઘાન્યનો છે. (૨૭) સત્તાવીસમો ભેદ ઢંકવર્ચ્યુલાનો છે, તે એક જાતનું શાક છે. (૨૮) અઠ્ઠાવીસમો ભેદ શુકર નામે વાલનો છે, તેમાં ઘા વાલ લેવા નહીં. (૨૯) ઓગણત્રીસમો ભેદ પત્યેક જાતના શાકનો છે. (૩૦) ત્રીસમો ભેદ કોમળ આંબલીનો છે. (૩૧) એકત્રીશમો ભેદ આલુકંદનો છે. (૩૨) બત્રીસમો ભેદ પિંડાલ નામે કંદજાતિનો છે. આ પ્રમાણે બત્રીશ પ્રકારના જ અનંતકાય જાણવા નહીં, પણ સિદ્ધાંત યુક્તિથી તે સિવાય બીજા પણ જાણી લેવા. કહ્યું છે કે, “જેની નસો, સંધિઓ અને ગાંઠ ગુણ હોય, જેના ભાંગતા સરખા કકડા થાય અને જે છેદ્યા થકાં પણ પાછાં ઊગે તે સાઘારણ શરીર કહેવાય; અને તેથી વિપરીત તે પ્રત્યેક શરીર કહેવાય.” તે એક શરીરમાં રહેલ અનંત જીવોને શ્વાસોશ્વાસ તથા આહાર વગેરે સર્વ એક સાથે જ હોય છે, તેને દુઃખ અનંતું છે. તે સાધારણ વનસ્પતિ કહેવાય છે, તેના સોયના અગ્ર જેટલા ભાગમાં પણ અનંત જીવો કહેલા છે; તેથી વિપરીત લક્ષણ જેનામાં હોય તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે. આ વિષે ઘણું કહેવાનું છે, પણ તે લોકપ્રકાશ ગ્રંથથી તથા વનસ્પતિસહતિકા ગ્રંથથી જાણી લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy