SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૩૫] પ્રમાદાચરણના બીજા ભેદ ૨૨૧ હેતુ હોય. વળી જેમ ધનુષ્ય વગેરે પાપનાં કારણો છે તેમ તે જીવના દેહથી થયેલા પાત્ર, દંડ વગેરે જીવરક્ષાના પણ હેતુ છે, તો તે પુણ્યના કારણ હોવાથી તેનું પુણ્ય પણ તે જીવને લાગવું જોઈએ. એવી રીતે બરોબર ન્યાય થવો જોઈએ.” તેના ઉત્તરમાં કહે છે કે, અહીં તો અવિરતિપણાના ભાવથી બંધ થાય છે અને સિદ્ધ થયેલા જીવોને તો સર્વસંવર હોવાથી વિરતિ છે તેથી તેમને બંધ થવાનો સંભવ જ નથી. તથા પાત્રાદિ જેના દેહથી થયેલા છે તે જીવોને તે સંબંધી વિવેકાદિકનો અભાવ છે માટે તેને પુણ્યનો બંધ થતો નથી. અથવા શ્રી ભગવંતના વચન હોવાથી સર્વ સત્ય છે એમ જાણવું.' તેથી અન્ય ભવાંતરે શસ્ત્રાદિરૂપ થયેલા દેહનું પણ અધિકરણપણું છે એમ જાણીને અવશ્ય જેનો જેનો ત્યાગ થઈ શકે તેમ હોય તેના તેના પ્રત્યાખ્યાન કરવા એ ભાવાર્થ છે. વળી યત્નથી સર્વ ક્રિયાને છોડી દેવી; એટલે કે પોતાના કાર્યને માટે કરેલું હોય પણ કાર્ય સમાસ થયે બળતું ઈઘણું પછી બુઝાવી નાખવું. અહીં કોઈ શંકા કરે કે, ‘અગ્નિને બુઝાવવામાં પણ દોષ છે તેથી કેમ બુઝાવાય?’ તેનો જવાબ આપે છે કે ‘એ વાત ખરી છે પણ અગ્નિ દશ મોઢાવાળું શસ્ત્ર હોવાથી તેના વડે બીજા ત્રસાદિ જીવોનો વધ થાય છે તે ન થવા માટે તેને બુઝાવવું જોઈએ.’ વળી શોધ્યા વગરના ઘણા, છાણા, ઘાન્ય અને પાણીનું વાપરવું, માર્ગમાં હરિતકાય એટલે લીલાં ઘાસ વગેરે ઉપર ચાલવું, નકામા પુષ્પ અને પત્તાં વગેરે તોડવાં, ભીંતમાંહેથી ખેંચવાની ભૂગળ કરવી, યતના વગર કમાડે અર્ગલા આપવી, અપ્રાસુક લવણ એટલે કાચું મીઠું વાપરવું, વૃક્ષની શાખા તથા મૃત્તિકા કારણ વિના ચોળવી, વસ્ત્રમાં રહેલા જૂ વગેરે જીવોને જોયા વગર કપડાં ઘોબીને આપવા અને શ્લેષ્મ-ગલફા થૂંક વગેરે નાખ્યા પછી ધૂલિ કે રાખથી ન ઢાંકવા ઇત્યાદિ સર્વ ક્રિયા પ્રમાદાચરણ છે, તેથી તે સઘળી ક્રિયા યતના વગર કરવી નહીં. ગલફા વગેરેમાં એક મુહૂર્ત પછી ઘણા જીવોની ઉત્પત્તિ થાય છે. શ્રી લોકપ્રકાશ ગ્રંથમાં કહ્યું છે કે : पुरिषे च प्रस्रवणे, श्लेष्मसिंघाणयोरपि । वान्ते च शोणिते पित्ते शुक्रे मृतकलेवरे ॥ १ ॥ पूये स्त्रीपुंससंयोगे, शुक्रपुद्गलविच्युतौ । पुरनिर्द्धमने सर्वे - ष्वपवित्रस्थलेषु 11211 ભાવાર્થ-૧ વિષ્ટામાં, ૨ પેશાબમાં, ૩ શ્લેષ્મ-ગલફામાં, ૪ લીંટમાં, ૫ વમનમાં, ૬ પિત્તમાં, ૭ રુધિરમાં, ૮ વીર્યમાં, ૯ મડદામાં, ૧૦ પરુમાં, ૧૧ સ્ત્રીપુરુષના સંયોગમાં, ૧૨ સ્ખલિત થયેલા વીર્યમાં, ૧૩ નગરની ખાળમાં અને ૧૪ બીજા સર્વ અપવિત્ર સ્થળોમાં—ગર્ભજ મનુષ્ય સંબંધી એ વસ્તુઓને વિષે એટલે પૂર્વોક્ત ૧૪ સ્થાનકમાં અંતર્મુહૂર્તના આયુષ્યવાળા, એક અંગુળના અસંખ્યેય ભાગ જેવડા દેહવાળા અને સાત કે આઠ પ્રાણને ધારણ કરનારા અસંખ્યાત સંમૂર્ણિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે.’’ શ્રી સંગ્રહણીની ટીકામાં ‘નવ પ્રાણવાળા જીવ ઉત્પન્ન થાય છે,' એમ કહેલું છે. તથા શ્રી પન્નવણાસૂત્રની ટીકામાં શ્રી શ્યામાચાર્યે પણ તે જ પ્રમાણે કહ્યું છે. તેથી શ્લેષ્મ ગલફા વગેરેને યતના પૂર્વક રાખ આદિથી ઢાંકવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy